તા. 12 જુલાઇ – 2023, જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદની કુદરતી આપદાને કારણે સામાન્ય નાગરીકોને ઘરવખરીમાં ભારે નુકશાન થયું હતું. ત્યારે નાગરીકો નુકશાન થયા બાદ ફરીથી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે નિરાધાર અસરગ્રસ્ત 63 કુંટુંબોને રૂ. 2,39,400ની સહાય ચુકવવામાં આવી હતી. તેમ જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારી ભાસ્કર ચૌહાણએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને તાલુકા પંચાયતના ભંડોળમાંથી કુંટુંબ દીઠ કપડાની રૂ.1800ની સહાય અને ઘરવખરી માટે રૂ. 2000ની સહાય પેટે નિરાધાર કુંટુંબને એમ રૂ. 3800 લેખે કુલ 2,39,400 રૂપિયાની સહાય બેંક એકાઉન્ટ મારફતે ચુકવવામાં આવી હતી.
આ તકે બેંકના યુવા ડિરેકટર લલિતભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, ખીમજીભાઈ બગડા, બાવનજીભાઈ બગડા, સંજય બોદર, જેન્તીભાઈ ચુડાસમા અને હનીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા.