કેમ્પમાં 31 દિવ્યાંગ બાળકો/વ્યકિતઓએ લાભ લીધો
રાજકોટ (Rajkot) શહેરમાં વસવાટ કરતાં દિવ્યાંગ (SpeciallyAbled) બાળકો-વ્યકિતઓના આધારકાર્ડ (Aadharcard) કઢાવવા માટે સ્પષ્ટ ફિંગર પ્રિન્ટ આવતા ન હોય તેમજ ફોટો પાડવામાં દિવ્યાંગ હોવાને લીધે ઘણી મુશ્કેલી થતી હતી.
આ માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર (Collector) અરુણ મહેશ બાબુના માર્ગદર્શનથી નવી કલેકટર કચેરી ખાતે આવેલ આધુનિક જનસેવા કેન્દ્રમાં રાજકોટ શહેરમાં વસવાટ કરતાં દિવ્યાંગ બાળકો-વ્યકિતઓના આધારકાર્ડ કઢાવવા માટે એક ખાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો.