ભારતીય રેલ્વેના 100% વીજળીકરણના મહત્વાકાંક્ષી મિશન સાથે આગળ વધતાં, પશ્ચિમ રેલ્વેએ એક વાર ફરીથી તમામ ઝોનલ રેલ્વેમાં અગ્રેસર રહી ને મીલના પથ્થરના રૂપમાં એક વધારાનો ઐતિહાસિક લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ 7.57 મીટરની ઉચાઇની વાળા હાઇ-રાઈઝ ઓ એચ ઈ ના મઘ્યમ દ્વારા નવા ઇલેક્ટ્રિફાઇડ ખંડ પર પ્રથમ ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન સફળતાપૂર્વક ચલાવીને પ્રાપ્ત કરવામાં આવ્યો છે. આ અદભૂત સિદ્ધિ વિશ્વભરમાં પોતાના તરફથી સર્વ પ્રથમ છે અને આ ભારતીય રેલ્વે માટે એક નવીનતમ હરિયાળીની શરૂઆતના સ્વરૂપમાં ગ્રીન ઇન્ડિયાના મહત્વાકાંક્ષી મિશનને પણ મહત્ત્વપૂર્ણ વેગ મળશે આ નોંધપાત્ર સફળતાના પરિણામે સ્વરૂપે , પશ્ચિમ રેલ્વે ઇલેક્ટ્રિફાઇડ રેલ ખંડ પર હાઇ-રાઇઝ પેન્ટોગ્રાફ સાથે ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન ચલાવનાર પ્રથમ રેલ્વે બની છે. જેનું સંચાલન 10 જૂન, 2020 ના રોજ ગુજરાતના પાલનપુર અને બોટાદ સ્ટેશનો ની વચ્ચે સફળતાપૂર્વક કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર, શ્રી આલોક કંસલ કોરોના રોગચાળો અને દેશવ્યાપી લોકડાઉનનાં સખત પડકારો હોવા છતા પણ યાદગારમિલ ના પથ્થર પર પોતાની હાર્દિક શુભેછા કરી છે અને આ અનોખી અને પ્રશંસનીય સિદ્ધિ માટે પશ્ચિમ રેલ્વેની આખી ટીમનો હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી ના જણાવ્યા મુજબ, પશ્ચિમ રેલ્વેએ ગુજરાત પ્રદેશમાં પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં નિર્ધારિત રેલ્વે રૂટોનું વીજળીકરણ પુરુ કરી ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે, અને નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન ફરી તમામ ક્ષેત્રમાં રેલવેની વચ્ચે 664 આરકેએમનું ઉચ્ચતમ વિધુતીકરણ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું છે. હાઈ રાઇઝ ઓએચઇ હાલમાં પશ્ચિમ રેલ્વેના પાલનપુર- મહેસાણા- વીરમગામ – સુરેન્દ્રનગર – બોટાદ-વિરમગામ – સાણંદ ખંડોમાં આપવામાં આવી છે. જે ગુજરાત રાજ્યમાં લગભગ 375 કિલોમીટર લાંબા રેલ્વે રૂટ પર ઉપલબ્ધ છે. ભારતીય રેલ્વે અને વિશ્વમાં સામાન્ય ઓએચઇની ઉંચાઈ 5.6 મીટરની હોય છે, જ્યારે હાઈ રાઇઝ ઓએચઇની ઉંચાઈ 7. 57 મીટર છે, જે ડબલ સ્ટેક કન્ટેનર ચલાવવા માટે જરૂરી છે. નોંધનીય છે કે દિલ્હી અને ગુજરાત રાજ્યના બંદરો વચ્ચે માલ પરિવહન માટે ડબલ સ્ટેક કન્ટેનર દ્વારાએક ટ્રેન 2 ટ્રેનો સમાન સામાન ભરે છે. શ્રી ભાકરે જણાવ્યું કે શરૂઆતમાં, હાઈ રાઇઝ પેન્ટોગ્રાફ પર પવન ટનલના પ્રભાવને કારણે હાઈ રાઇઝ ઓએચઇ ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક ટ્રેનો ચલાવવામાં કેટલીક તકનીકી અડચણો આવી રહી હતી. પેન્ટોગ્રાફના ઉંચા ઓએચઈ માં 3.4 મીટરની ઉંચાઈ સુધી વધારવો પડે છે, જ્યારે સામાન્ય રીતે આ ઉંચાઈ લગભગ 1.5 મીટર જેટલી હોય છે. 60 કિ.મી. પ્રતિ કલાકથી હાઇ સ્પીડ પર ડ્રાઇવિંગ કરતી વખતે ભારે તણખાઓ ઉત્પન્ન થાય છે, આનાથી હાઈ રાઇઝ વાળા ઓએચઇની ડિઝાઇન અને તેના સફળ અમલીકરણ વિશે ગંભીર શંકાઉભીથઈ, પરંતુ પશ્ચિમ રેલ્વેના ઇલેક્ટ્રિક એન્જિન જાળવણી અને ટ્રેક્શન વિતરણ વિભાગની તકનીકી ટીમ એકસાથે મળીને વિસ્તૃત પરીક્ષણ અને સંસાધન કર્યું. અને ખરાબ કરંટ જોડાણ ના કારણોની સતત અને યોગ્ય રીતે તપાસ કરી. ત્યારબાદ, એન્જિન ચલાવવાનો એક ખૂબ જ સરળ ઉપાય સુનિશ્ચિત કરવામાં આવ્યો. તદનુસાર, હવે ઇલેક્ટ્રિક એન્જીનો ના હાઈ રાઇઝ ક્ષેત્રમાં વધુમાં વધુ 100 કિમી પ્રતિ કલાકની વિભાગીય ગતિ માટે મંજૂરી આપવામાં આવી છે. એ જ ક્રમમાં 10 જૂન 2020 એ , પશ્ચિમ રેલ્વેએ રાજકોટ અને ભાવનગર ખંડમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન કામગીરી શરૂ કરી એક નવો ઇતિહાસ રચ્યો. આ ઉત્કૃષ્ટ સિદ્ધિના પરિણામ સ્વરૂપે, પશ્ચિમ રેલ્વેનું રાજકોટ અને ભાવનગર ખંડોએ હવે ભારતીય રેલ્વેના ઇલેક્ટ્રિક ટ્રેક્શન નકશા પર ગૌરવપૂર્ણ પ્રવેશ કર્યો છે. ઇલેક્ટ્રિક લોકોમોટિવ થી ડબલ સ્ટેક કન્ટેનર માલગાડી પાલનપુરથી બોટાદ સુધી આશરે 275 કિમી લાંબા સમયની આ પહેલી મુસાફરી હતી, જે આખી દુનિયામાં પોતાના તરફ થી આ પહેલી મુસાફરી છે. પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ભારતીય રેલ્વેની હરિયાળી પહેલ અભિયાનમાં આ મહત્વપૂર્ણ સિદ્ધિ નું સક્રિયપણે ફાળો રહશે. પ્રદૂષણ મુક્ત અને પરિવહનના ઉર્જા કાર્યક્ષમ સાધનના રૂપમાં ઇલેક્ટ્રિક ટ્રેક્શનની શરૂઆતની સાથે પશ્ચિમ રેલ્વેને ને બળતણ ખર્ચ પર દર વર્ષે લગભગ 100 કરોડ રૂપિયાની બચતની અપેક્ષા છે. ઇલેક્ટ્રિક ટ્રેક્શન પર 1000 જીટીકેએમ લઇ જવા માટે, 4.5યુનિટ ઇલેક્ટ્રિક ઉર્જાની વપરાશ થાય છે, જેની કિંમત 25 રૂપિયા છે. , જ્યારે 2 લિટર HSD તેલની કિંમત આશરે 150 રૂપિયા છે, જે ડીઝલ ટ્રેક્શન દ્વારા સમાન લોડ વહન કરવા માટે જરૂરી છે. આમ, ભારતીય રેલ્વે પર વિવિધ ખંડોના વીજળીકરણને લીધે, બળતણ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. આ ઉપરાંત, વીજળીકરણથી ટ્રેનોની ગતિશીલતાને અને વધુ વિશ્વસનીય અને શક્તિશાળી બનાવવામાં મદદ મળી રહેશે. આમ પ્રમાણે ખંડોમાં વધુ ટ્રેનો ચલાવવા માટે લાઈન ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે.
Tag: Railway
7 લાખ પરપ્રાંતીય કામદારોને સુરત ખાતેથી પોતાના વતન તરફ પહોંચાડવામાં આવ્યા
સુરત જિલ્લા વહિવટી તંત્ર, સુરત મહાનગરપાલિકા, રેલ્વે તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, અગ્રણીઓના સાથ સહકાર તથા મહામહેનતરૂપે…
સુરત જિલ્લા કલેકટર દ્વારા ઉત્તરપ્રદેશની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો રદ કરવામાં આવી, વાંચો શું છે હકીકત
Report by Dineshkumar Rathod સુરત : લોકડાઉનને છેલ્લા બે માસથી વધુ સમય થઈ ચૂક્યો છે. લોકડાઉનના…
રેલ મંત્રાલય દ્વારા સામાન્ય લોકોને કરવામાં આવી અપીલ, જાણો શું કહ્યું
Report by Dineshkumar Rathod દિલ્હી: ભારતના રેલ્વે મંત્રાલયમાં ઘણા કેસો સામે આવી રહ્યા છે, જેમાં ગર્ભવતી…
30 જૂન 2020 સુધી ટ્રેનની તમામ ટિકિટ કેન્સલ , ફક્ત સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન જ દોડાવવામાં આવશે
ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે એ પહેલા મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી તમામ ટિકિટોને…