હજ કમિટી ઓફ ઇન્ડિયાએ એવા તીર્થયાત્રીઓને 100 ટકા રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે, જેઓ આ વર્ષે તીર્થયાત્રા માટે જવા ઇચ્છતા હતા, પરંતુ કોરોનાની મહામારીના કારણે તેમને પોતાની યાત્રા રદ કરવી પડી
ભારતીય હજ કમિટિએ પણ વર્ષ 2020ની હજયાત્રા માટે ભારતીય હજયાત્રીઓએ જમા કરાવેલા નાણા પરત કરવા નિર્ણય લીધો છે. હજ કમિટિના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. મકસૂદ અહમદ ખાન દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી સરકારે કોવિડ-19ની સ્થિતી જોતાં વર્ષ 2020ની હજયાત્રા રદ કરવા નિર્ણય લીધો છે.
તેથી ભારતે પણ યાત્રીઓએ હજયાત્રા માટે જમા કરાવેલા નાણા યાત્રીઓને પરત કરવા નિર્ણય લીધો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે હજ કમિટિની વેબસાઇટ પર મુકવામાં આવેલું ફોર્મ ભરતાં યાત્રીઓના બેન્ક ખાતામાં રકમ સીધી જમા કરવામાં આવશે..મહત્વનું છે કે કોવિડ-19 સંક્રમણને જોતાં સાઉદી અરબ સરકારે હજયાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે.