તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત લોકસાહિત્યકાર વિશનભાઈ કાથડ (Vishan Kathad) ના કરકમલો દ્વારા કરવામાં આવ્યુ હતુ.
Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) તાલુકાના આરબટીંબડી (AarabTimbadi) ગામે માતૃશ્રી રમાબાઈ આંબેડકર મહિલા ગૃપ- આંરબટીંબડી અને બહુજન વિકાસ ફોજ- રાજકોટ જીલ્લા દ્વારા ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેની (Savitribai Phule) જન્મજયંતી ઉપર તથાગત બુદ્ધની પ્રતિમા (Buddha Statue) ના અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કર્મશીલ, પત્રકાર, વકીલ, લેખક, કોન્ટ્રાક્ટર, સામાજીક અને રાજકીય આગેવાનો તેમજ સંગઠનો અને તથાગત બુદ્ધના માનવ કલ્યાણના વિચાર સાથે જોડાયેલા ભાઈઓ,બહેનો, વડીલો અને બાળકોએ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની કોરોના અંગેની ગાઈડલાઇન સાથે બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
જેતપુર તાલુકામાં પ્રથમવાર તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
જેતપુરના આરબટીંબડી ગામે જ્યારે આજે તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ થયું છે ત્યારે આપને જણાવી આપીએ કે આ ગામમાં બાબાસાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમા પણ પહેલેથી જ હયાત છે. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર વિશનભાઈ કાથડ દ્વારા લોકોને અંધશ્રદ્ધા મુકવા, કુરિવાજો છોડવા અને યુવાનોને નશાની લત છોડવા માટે હાકલ કરી હતી.
તેમજ આજે સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતી હોય તે અંગે પ્રવચન પણ આપ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલભાઈ ચૌહાણ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.