“બાતે કમ, કામ જ્યાદા, યહી હૈ રાદડિયા કા વાદા”
જેતપુર (Jetpur) નો દાસીજીવણપરા (Dasijivanpara) વિસ્તાર એક એવો વિસ્તાર છે, જયાં લોકો વર્ષોથી સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત હતા. ઘણા નેતાઓ આવીને ગયા પરંતુ એક વાર પણ સંતોષકારક કામ થયું ન હતું. પરંતુ તે જ વિસ્તારના જાગૃત યુવાન તરુણ પારધી (Tarun Parghi) ની એક બેઠકમાં ચોટદાર રજુઆતમાં વિસ્તારને પડતી હાલાકી સુંદર રીતે વર્ણવી હતી. જેને ધ્યાને લઈને બીજે દિવસે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા (MLA Jayesh Radidiya) એ રોડ-રસ્તાનું (Road) કામકાજ શરૂ કરાવી આપ્યું હતું.
ગત રવિવારના દિવસે અનુ.જાતિ સમાજના આગેવાનો નવાગઢ ચોકડી ખાતે આવેલ બાબા સાહેબના સ્ટેચ્યુ બાબતે જયેશભાઇ રાદડિયા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા સાથે બેઠક કરી હતી.
જેમાં લાખાભાઈ સૌંદરવા, કાળા ભાઈ ચાવડા, કાંતિભાઈ વેગડા, જીતુભાઇ પારધી સહિતના આગેવાનો હાજર હતા. તે સમયે જેતપુર શહેર/તાલુકા ફુલે-આંબેડકર મિશનની ટીમના યુવાનો પણ બેઠકમાં જોડાયા હતા.
તે દરમિયાન જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-1 દાસીજીવણ પરા (નવાગઢ ધાર)ના જાગૃત યુવાન તરૂણ પારધીએ પોતાના વિસ્તારના લોકોને પડતી હાલકીથી વાકેફ કરાવ્યા હતા. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈએ જયેશભાઈ રાદડિયાની સૂચના મુજબ તત્પરતા દર્શાવી હતી. અને બીજા જ દિવસે કામ શરૂ કરાવીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને યુવાનોમાં એક અનોખો જોશ ભર્યો હતો.
યુવાનોની મંગણીઓ પુરી કરવાનો વિશ્વાસ અપાવતા જયેશ રાદડિયા
14 એપ્રિલ 2022 પહેલા બાબા સાહેબની પ્રતિમાની નવીનીકરણની માંગ કરતા ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના યુવાનોએ રજુઆત કરી હતી કે હાલ જે જેતપુરના સરદાર ગાર્ડન પાસે બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે.
ત્યાં પરિસરની જગ્યા વધારવામાં આવે અને ચડવા-ઉતરવા સહિતની સિડીઓ બનાવી રીનોવેશન કરવામાં આવે અને કાયમી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે. તે સમયે જયેશભાઈ રાદડિયા સહિત સુરેશભાઈ સખરેલીયાએ આ બાબતને પણ ધ્યાને લઇ આગામી 14 એપ્રિલ પેલા કામ-કાજ પૂર્ણ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
આ પણ વાંચો: