History of 24 March: ઇતિહાસના પાનાઓમાં 24 માર્ચે કઈ મોટી ઘટનાઓ બની હતી? શા માટે છે આજનો દિવસ ખાસ, જાણો આજના દિવસનો ઇતિહાસ
History of 24 March: સમગ્ર દુનિયામાં દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસ (World TB Day) ઉજવવામાં આવે છે. 1882માં આ દિવસે, ટીબી માટે જવાબદાર બેક્ટેરિયા માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis)ની શોધ થઈ હતી. ડો. રોબર્ટ કોચે (Dr. Robert Coach) આ બેક્ટેરિયાની શોધ કરી હતી, જે બેક્ટેરિયા ટીબીનું કારણ બને છે. તેમની શોધ ટીબીની સારવારમાં મદદરૂપ સાબિત થઈ. વર્ષ 1905માં ડો. રોબર્ટ કોચને તેમની શોધ માટે નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, વર્ષ 2020માં આ દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળો (Covid-19)ના ફેલાવાને રોકવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશમાં કોરોના વાયરસ (Corona Virus)થી સંક્રમિત લોકોની સંખ્યા 500ને પાર થયા બાદ આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું હતું. ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે આખો દેશ સ્થગિત થઈ ગયો હતો અને લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા.
History of 24 March: જ્યારે આઝાદી પહેલાના ભારતની વાત કરીએ તો 24 માર્ચનો દિવસ ઇતિહાસમાં નોંધાયેલો છે કારણ કે આ દિવસે 1946માં બ્રિટનનું કેબિનેટ મિશન ભારત (Britain Cabinet Mission) આવ્યું હતું.
2008: ભુતાનમાં નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી યોજાઈ. આ સાથે ભૂટાન સત્તાવાર રીતે લોકશાહી બન્યું.
2007: મેથ્યુ હેડને ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારી. હેડને દક્ષિણ આફ્રિકા સામે 66 બોલમાં સદી ફટકારી હતી.
2011ના વર્લ્ડ કપમાં આયર્લેન્ડના કેવિન ઓ’બ્રાયને માત્ર 50 બોલમાં સદી ફટકારીને હેડનનો રેકોર્ડ તોડ્યો હતો.
1991: ક્રિકેટર કૃણાલ પંડ્યાનો જન્મ થયો હતો. કૃણાલ અને તેનો ભાઈ હાર્દિક હાલમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે.
1989: અલાસ્કાના દરિયાકિનારે એક્ઝોન વાલ્ડેઝ ઓઇલ ટેન્કર બ્લાય રીફ સાથે અથડાયા પછી લગભગ 11 મિલિયન ગેલન (41 મિલિયન લિટર) ક્રૂડ ઓઇલ સમુદ્રમાં છલકાયું.
1979: બોલિવૂડ સ્ટાર ઈમરાન હાશ્મીનો જન્મ થયો હતો. ઇમરાને ફૂટપાથ, મર્ડર, જહર, કલયુગ, ગેંગસ્ટર જેવી ફિલ્મો કરી છે.
1953: બ્રિટનની રાણીની દાદી ક્વીન મેરીનું ઊંઘમાં અવસાન થયું હતું.
1946: કેબિનેટ મિશન ભારત પહોંચ્યું હતું.
1603: બ્રિટનની રાણી એલિઝાબેથ પ્રથમનું અવસાન થયું. તેમના મૃત્યુ પછી, સ્કોટલેન્ડના રાજા જેમ્સ VI એ જેમ્સ I તરીકે બ્રિટિશ સિંહાસન સંભાળ્યું હતું.