ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “યોગાસન સ્પર્ધા 2025” યોજાશે

SHARE THE NEWS

Rajkot: રાજકોટ તા. 11 જાન્યુઆરી – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “યોગાસન સ્પર્ધા-2025”નું આયોજન કરાશે. આ સ્પર્ધામાં નવ વર્ષથી ઉપરના કોઈપણ યોગપ્રેમીઓ ભાગ લઈ પોતાના યોગ કૌશલ્યને પ્રદર્શિત કરી ઇનામો અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકે છે.

સ્પર્ધા કુલ ચાર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં 09 થી 16 વર્ષ,17થી 35 વર્ષ, 36થી ઉપરના અને ચોથી કેટેગરીમાં યોગ બોર્ડ પ્રમાણિત યોગ કોચ અને યોગ ટ્રેનર ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે તારીખ 15 જાન્યુઆરી સુધીમાં http://www.gsyb.in પર રજીસ્ટ્રેશન કરી શકશે. તારીખ 20થી 25 સુધીમાં ઓડિશન માટે ઉમેદવારને જાણ કરવામાં આવે તે સ્થળ અને સમય પર જવાનું રહેશે.

વધુ માહિતી માટે રાજકોટ જિલ્લા કોર્ડિનેટર હિતેશ કાચા 9824281982, રાજકોટ મનપા કોર્ડિનેટર ગીતા સોજીત્રા 9427214602 અને મિતા તેરૈયા 9712308271 નો સંપર્ક કરવાઅને સ્પર્ધામાં ભાગ લેવા યોગ પ્રેમીઓને અનુરોધ છે.

Loading