Jetpur News: આજ રોજ તા. 17 જાન્યુયારીના રોજ જેતપુર શહેર યૂથ કોંગ્રેસ પ્રમુખ અનિકેત બાવીસાની આગેવાનીમાં જેતપુર શહેર યૂથ કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો દ્વારા જેતપુર મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આજે જેતપુર શહેર યૂથ કોંગ્રેસ પ્રમુખ અનિકેત બાવીસાની આગેવાનીમાં જેતપુર મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં આ નીચે મુજબ જણાવવામાં આવ્યું હતું.
માનનીય સાહેબશ્રી જય ભારત સાથ જણાવવાનું કે, અંદાજીત બે વર્ષ પહેલા મારા દ્વારા ભાદર નદીનો મંજુર થયેલ પુલના નવ નિર્માણની કામગીરી ચાલુ કરવા માટે આપશ્રી કચેરીમાં તા.15/06/2022ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદન આપ્યાના બે વર્ષ પૂર્ણ થવાના થોડાક મહિનાઓ બાકી છે હવે આ મંજુર થયેલ પુલના નવ નિર્માણની કામગીરી ક્યારે શરૂ થશે?
તેમજ મંજુર થયેલ પુલ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યો છે તો કામગીરી શરૂ શા માટે નથી કરવામાં આવી અથવા તો કામગીરી શરૂ ન કરવા માટે કોઈ અધિકારીનું પ્રેશર અથવા તો કોન્ટ્રાક્ટર પાસે હપ્તા નક્કી ન થયો હોય અને કામ શરૂ કરવામાં ન આવતું હોય તેવું પણ હોય શકે.
આ પુલને મંજુર થયા ત્યારે સત્તાપક્ષ દ્વારા વિધાનસભા ચુંટણી દરમીયાન મોટી મોટી જાહેરાત કરવામાં આવી હતી. તેમાથી આ જેતપુર-દેરડી ગામને જોડતો આ પુલનો પણ સમાવેશ થાય છે. સત્તાપક્ષ જો કામ કરે જ છે તો આ એક વર્ષ પૂર્ણ થઇ ગયું તો આ પુલનું કામ શરૂ શા માટે ન થયું.
તેમજ આ પુલને જોડતો રોડ છે ત્યાં રોડ બનાવવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી તેમ છતા દેરડી મામાદેવ મંદિર વાળો રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે.
પ્રતિદિવસ 15માં યોગ્ય જવાબ નહી મળે તો પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડશે.