Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!

SC ST Atrocities Act આ કાયદામાં એવું છે કે આ કાયદા નીચે આચરવામાં આવેલ ગુનાઓમાં સમાધાન થઈ શકતું નથી એટલે કે નોન-કમ્પાઉન્ડેબલ છે. એટલે કે પોલીસ અથવા ટ્રાયલના તપાસ અધિકારી દ્વારા પણ તેઓને કાયદા દ્વારા સમાધાન અથવા કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટમાં કેસ જાય ત્યાં પણ સમાધાન માટે કોર્ટ ફરિયાદી ને ફરજ પડી શકે નહીં એટલે કોર્ટ રૂબરૂ પણ સમાધાન થઈ શકતું નથી.