Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!

SHARE THE NEWS
PC: facebook.com/LokeshPoojaUkey

1989 પહેલા દલિતો વિરુદ્ધના અત્યાચારોના ગુનાઓ માટેના કાયદાઓ હોવા છતાં અત્યાચારો નહીં અટકતા ભારતની સંસદે 1989માં THE SCHEDULED CASTES AND THE SCHEDULED TRIBES (PREVENTION OF ATROCITIES) ACT, 1989 ટૂંકમાં એટ્રોસિટી એક્ટ નામનો કાયદો ઘડ્યો.

આ કાયદામાં એવું છે કે આ કાયદા નીચે આચરવામાં આવેલ ગુનાઓમાં સમાધાન થઈ શકતું નથી એટલે કે નોન-કમ્પાઉન્ડેબલ છે. એટલે કે પોલીસ અથવા ટ્રાયલના તપાસ અધિકારી દ્વારા પણ તેઓને કાયદા દ્વારા સમાધાન અથવા કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટમાં કેસ જાય ત્યાં પણ સમાધાન માટે કોર્ટ ફરિયાદી ને ફરજ પડી શકે નહીં એટલે કોર્ટ રૂબરૂ પણ સમાધાન થઈ શકતું નથી.

બીજું, આ હેઠળ આચરવામાં આવતા ગુનાઓ કોગ્નિઝેબલ પ્રકૃતિના છે એટલે પોલીસ FIR નોંધવા બંધાયેલ છે અને ગુનેગારની ધરપકડ કરી શકે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

આ કાયદા હેઠળ નોંધાયેલા કેસોની તપાસ ફક્ત ડીએસપી સ્તરના કે DySP સ્તરના અધિકારી જ કરી શકે છે.
આ હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી માટે, વધારાના સેશન્સ જજના સ્તરના ન્યાયિક અધિકારીને વિશેષ ન્યાયાધીશનો દરજ્જો આપવામાં આવ્યો છે કે જેને જેમને આજીવન કેદ અને મૃત્યુ દંડ સુધીની સજા કરવાની સતા હોય છે.

આ પણ વાંચો

ટ્રાયલ ચલાવવા માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે છે.

મોટા ભાગે એવું બને છે કે દલિતો અત્યાચારના ગુનાની ફરિયાદો તો દાખલ કરે છે. કેસ નોંધાયા પછી સામે પક્ષે ગુનેગારો ફરિયાદી પર કેસ પાછો ખેંચવા અથવા સમાધાન કરવા માટે દબાણ કરે છે, અને આ માટે કેસ પાછો ખેંચી લેવામાં આવે છે. ફરિયાદીના ઘેર ફરિયાદી પર દબાણ કરવા મોટા ભાગે ગામોની પંચાયતો હસ્તક્ષેપ કરવા મેદાન માં આવે છે. ફરિયાદી પર તેના સંબંધીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે અથવા જો તે કેસ પાછો ન ખેંચે તો તેને ખૂબ જ લાલચ આપવામાં આવે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

આ બધા લોભ, ધમકીઓ, ડર, દબાણમાં ક્યાંકને ક્યાંક એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરનાર ફરિયાદી ફસાઈ જાય છે અને કેસ પાછો ખેંચવા કે સમાધાન કરવા તૈયાર થઈ જાય છે.

પરંતુ કાયદો તો સમાધાનની મંજૂરી આપતો નથી. આવા કેસોમાં પોલીસના તપાસ અધિકારી તપાસ સમાપ્ત કરી શકતા નથી, આ માટે પોલીસ દ્વારા ફરિયાદીને લેખિતમાં સોગંદનામું લાવવાનું કહેવામાં આવે છે કે આ કેસમાં દલિત અત્યાચારની ફરિયાદ નોંધાયેલ છે પણ આવો કોઈ બનાવ બન્યો ન હતો કે ગેરસમજમાં નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી તપાસ અધિકારી સમક્ષ આ સોગંદનામું રજુ કરે. એટલે કેસની તપાસ કરનાર અધિકારી કોર્ટ સમક્ષ આખરી રિપોર્ટ રજુ કરી “બી” સમરી રિપોર્ટ કરે છે કે ફરિયાદ ખોટી છે. સાથે સાથે ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 169 મુજબ ગુનેગારોને છોડી મુકવા રીપોર્ટ રજુ કરે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

પોલીસ આવા રીપોર્ટ પરથી પાછા ખેંચાયેલા કેસોને ખોટા કેસોની સૂચિમાં મૂકે છે, ત્યારબાદ જ્યારે દર મહિનાના અંતે એટ્રોસિટી એક્ટ એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની સૂચિ તૈયાર કરવામાં આવે છે. આ રીતે દેશના દરેક જિલ્લાના એટ્રોસિટી એક્ટના કેસોની ગણતરી કરવામાં આવે છે અને તેમાં પોલીસ તપાસ દરમિયાન પાછા ખેંચાયેલા કેસો /ખોટા કેસો હોવાનું જણાયું હોય તે તમામ ડેટા એકત્ર કરીને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાં જાય જ્યાં વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવે છે કે એટ્રોસિટી એક્ટ હેઠળ આટલા કેસ નોંધાયા છે અને તેમાંથી ઘણા ખોટા હોવાનના ડેટા છે અને જ્યારે એટ્રોસિટી એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવે ત્યારે આવો ડેટા રજૂ કરીને ભારત સરકાર અથવા અન્ય કોઈ પક્ષ કોર્ટને જણાવશે કે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે.

આ બધું એટ્રોસિટી એક્ટ ને નબળો પાડવા કે નાબૂદ કરવાના ષડયંત્રોને બળ આપે છે અને જાણ્યે-અજાણ્યે દલિતો પોતે જ આ બળને પ્રોત્સાહન આપી રહ્યા છે. જે આખા સમાજ માટે ઘાતક છે

PC: facebook.com/LokeshPoojaUkey

એટ્રોસિટી એક્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કરનારે પછી સમાધાન વિશે બિલકુલ વિચારવું જોઈએ જ નહીં. ઘણીવાર સામેવાળા પક્ષો પણ ગંભીર કલમો હેઠળ તમારી સામે ખોટો કેસ દાખલ કરે તેવું બને.

અત્યાચારની ઘટનાને નકારતી હકીકતના સોગંદનામાના આધારે એક્ટ હેઠળ દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાથી શું નુકસાન થાય છે. જો તમને આ કેસની માહિતી RTIમાંથી તો તમારો કેસ ડીએસપી દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટમાં ખોટા તરીકે દર્શાવવામાં આવશે.

પોલીસને ખોટી માહિતી આપવા બદલ IPCની કલમ 182 હેઠળ ફરિયાદી સામે કેસ દાખલ કરી શકે છે. જેઓની સામે ફરિયાદીએ પોતાનો કેસ દાખલ કર્યો હોય તે બદલો લેવા માટે ફરિયાદી સામે માનહાનિ/બદનક્ષીનો કેસ દાખલ કરી શકે છે.

જો ફરિયાદી સરકારી નોકરી પર હોય તો કોઈપણ વ્યક્તિ RTIમાંથી તે રિપોર્ટની કોપી મેળવીને ફરિયાદીના વિભાગના ઉચ્ચ અધિકારીઓને મોકલીને નોકરીને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો

જો ભવિષ્યમાં તે ફરિયાદી પ્રત્યે અત્યાચારની ઘટના ફરીથી બને તો આરોપી પ્રથમ ફરિયાદની તપાસ અધિકારી દ્વારા નામંજૂર કરાયેલ રિપોર્ટ પોલીસ સમક્ષ રજૂ કરી શકે છે અને રીઢો ફરિયાદી યાને વારંવાર ખોટી ફરિયાદ કરવાવારો વ્યક્તિ છે તેવા કારણસર કારણ ફરિયાદ રદ કરી શકે છે.

બીજી ફરિયાદ પર પણ પોલીસ કોઈ કાર્યવાહી કરશે નહીં. આવા ફરિયાદી કોઈપણ પ્રકારની ચૂંટણી લડવાનું વિચારી રહ્યા હોય અગાઉનું ખોટી ફરિયાદો વારુ રેકર્ડ ચૂંટણી લડવામાં નડતરરૂપ બની શકે છે અથવા ચૂંટણી લડવા માટે ગેરલાયક પણ ઠેરવી શકે છે.

કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી ફરી જાય તો કોર્ટ કોર્ટમાં ખોટી જુબાની આપવા બદલ CrPC ની કલમ 340 અને 195 હેઠળ તેની સામે સ્વ-મોટુ પગલાં પણ લઈ શકે છે. કેસ પાછો ખેંચી લીધા પછી, આરોપીઓ દલિત ફરિયાદી વિશે કહેશે કે ફરિયાદી ડરી ગયો અથવા ફરિયાદી પૈસા લઈને બેસી ગયો અથવા ફરિયાદી પાસે કેસ ચલાવવાની હિંમત નથી અને આ બધી વાતો કરીને બદનામી થશે.

આ પણ વાંચો

સૌથી મોટી વાત એ છે કે જો દલિત ફરિયાદીઓ કેસ પાછો ખેંચી લેશે અથવા તેમાં સમાધાન કરશે તો તમે સમાજની સામે માથું ઊંચું કરીને ચાલી શકશે નહીં અને તેવા ફરિયાદીના મનમાં હંમેશા અપરાધની ભાવના રહેશે.

એટ્રોસિટીના ગુનાની ફરિયાદ પાછી ખેંચી લેનાર અથવા ગમે તે કારણસર ગુનેગારો સાથે સમાધાન કરનાર લોકો આડકતરી રીતે સમાજને ગંભીર નુકશાન કરી રહ્યા છે. માટે ફરિયાદ કરવી તો કોઈ પણ સંજોગોમાં પાછું નહીં પડવું જોઈએ અથવા ફરિયાદ નહીં કરતા ગુનેગારોનો સામનો કરવો. તાજેતરમાં એટ્રોસિટી એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટો ફરિયાદી કે પીડિતો ને સરકારે આપેલ સહાય પરત કરવાના હુકમો પણ કરે છે. જો ન ભરે તો તેઓની મિલ્કતો જપ્ત પણ કરવાના હુકમો કરે છે.

નોંધ: આ લેખ કે.બી. રાઠોડ-નિવૃત્ત એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *