રાજકોટ સિવિલ હોસ્પિટલ Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/રાજકોટ-સિવિલ-હોસ્પિટલ/ News for India Fri, 19 May 2023 18:05:47 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png રાજકોટ સિવિલ હોસ્પિટલ Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/રાજકોટ-સિવિલ-હોસ્પિટલ/ 32 32 174330959 Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/ http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/#respond Sat, 20 May 2023 00:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7636 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

રાજકોટ 108 ટીમની પ્રશંસનીય કામગીરી

Rajkot: રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત ત્રણ જિંદગીઓની જીવનદાતા બની હતી. 108ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખભાઈ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વધુ વિગતો આપતા 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા.

ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા. ગામની બહાર જ રસ્તાની સાઈડમાં 108 ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ

એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુભાઈ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં

ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી 108 હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનીક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને

જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

Loading

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/feed/ 0 7636
Rajkot: સિવિલ હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સનું કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ http://revoltnewsindia.com/rajkot-collector-arun-mahesh-babu-launches-new-ambulances-civil-hospital-rni-dinesh-rathod/7433/ http://revoltnewsindia.com/rajkot-collector-arun-mahesh-babu-launches-new-ambulances-civil-hospital-rni-dinesh-rathod/7433/#respond Fri, 17 Mar 2023 14:03:38 +0000 http://revoltnewsindia.com/?p=7433 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે નવી એમ્બ્યુલન્સનું જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

The post Rajkot: સિવિલ હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સનું કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે નવી એમ્બ્યુલન્સનું જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. 17 માર્ચ – “વિશ્વ રસીકરણ દિવસે” રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે નવી એમ્બ્યુલન્સનું જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બંને એમ્બ્યુલન્સના લોકાર્પણથી દર્દીઓને પરિવહન માટે વધુ સુવિધા ઉપલબ્ધ થઈ છે અને દર્દીઓની સેવા માટે આ બંને એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી બનશે તેવી આશા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વ્યક્ત કરી હતી. મહત્ત્વનું છે કે, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ગ્રાન્ટમાંથી એક તેમજ રાષ્ટ્રીય પર્વ ઉજવણી 26 જાન્યુઆરી 2022ની જિલ્લા કક્ષાની વિકાસ કામો માટેની ગ્રાન્ટમાંથી એક મળીને કુલ બે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલને અર્પિત કરવામાં આવી છે.

Loading

The post Rajkot: સિવિલ હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સનું કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-collector-arun-mahesh-babu-launches-new-ambulances-civil-hospital-rni-dinesh-rathod/7433/feed/ 0 7433