રાજકોટ તા. 17 માર્ચ – “વિશ્વ રસીકરણ દિવસે” રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે નવી એમ્બ્યુલન્સનું જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બંને એમ્બ્યુલન્સના લોકાર્પણથી દર્દીઓને પરિવહન માટે વધુ સુવિધા ઉપલબ્ધ થઈ છે અને દર્દીઓની સેવા માટે આ બંને એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી બનશે તેવી આશા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ વ્યક્ત કરી હતી. મહત્ત્વનું છે કે, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ગ્રાન્ટમાંથી એક તેમજ રાષ્ટ્રીય પર્વ ઉજવણી 26 જાન્યુઆરી 2022ની જિલ્લા કક્ષાની વિકાસ કામો માટેની ગ્રાન્ટમાંથી એક મળીને કુલ બે એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલને અર્પિત કરવામાં આવી છે.
185 Views, 1