AntiCorruptionBureau Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/anticorruptionbureau/ News for India Sat, 23 Oct 2021 18:08:44 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png AntiCorruptionBureau Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/anticorruptionbureau/ 32 32 174330959 Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/ http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/#respond Sat, 23 Oct 2021 18:08:36 +0000 http://revoltnewsindia.com/?p=3986 જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી…

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસીબીની ઝપટે ચડેલ નાયબ મામલતદાર અગાઉ પણ લાંચ લેતા પકડાયો હતો.

જામનગર સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે. જામનગર શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામતલદાર ચેતન ઉપાધ્યાયે ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક વેપારી પાસેથી ફટાકડાના લાયસન્સ માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ ફરિયાદી વેપારી આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.

જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય રૂપિયા દસ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપી નાયબ મામલતદારની ધરપકડ કરી કચેરીએ લઇ જઈ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ અધિકારી દસકા પૂર્વે પણ લાંચ લેતા પકડાયો હતો.

જેની કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ ફરી ક્રીમ પોસ્ટ પર ગોઠવાઈ ગયો હતો. એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા જ મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એસીબીએ આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે એમ એસીબી સુત્રોએ જણાવ્યું છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/feed/ 0 3986
Jamnagar: મહાનગરપાલિકાનો પટ્ટાવાળો લાંચ લેતાં ઝડપાયો http://revoltnewsindia.com/jamnagar-caught-striking-bribe-of-municipal-corporation/3816/ http://revoltnewsindia.com/jamnagar-caught-striking-bribe-of-municipal-corporation/3816/#respond Tue, 19 Oct 2021 11:29:47 +0000 http://revoltnewsindia.com/?p=3816 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal Corporation) ની આરોગ્ય શાખા (Health Department) માં પટ્ટાવાળા (Peon) તરીકે ફરજ બજાવતાં કર્મચારી (Employee) ને આજે બપોરે જામનગર એસીબી (ACB) ની ટીમે ફુડ લાયસન્સ (Food License)…

The post Jamnagar: મહાનગરપાલિકાનો પટ્ટાવાળો લાંચ લેતાં ઝડપાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal Corporation) ની આરોગ્ય શાખા (Health Department) માં પટ્ટાવાળા (Peon) તરીકે ફરજ બજાવતાં કર્મચારી (Employee) ને આજે બપોરે જામનગર એસીબી (ACB) ની ટીમે ફુડ લાયસન્સ (Food License) માટે રૂ. 500/- ની લાંચ (Bribery) લેતાં રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકામાંથી ફુડ લાયસન્સ મેળવવા માટે લાંચ લેવાતી હોવાની એસીબીને મળેલી ફરિયાદના આધારે રાજકોટ મદદનીસ નિયામક એ.પી.જાડેજાના માર્ગ દર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર તથા સ્ટાફે છટકું ગોઠવ્યું હતું .

જેમાં એક જાગૃત નાગરિકને મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂ. 500/- ની લાંચ માંગી હોવાની જાણના આધારે આજે બપોરે કાલાવડ નાકા બહાર દીપ વસ્તુ ભંડાર પાસેથી એસીબીની ટીમે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં ડાયા કરશન હુણ નામના વર્ગ -4 ના કર્મચારીને રૂ. 500/- ની લાંચ લેતાં રગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

આ પણ વાંચો:

Loading

The post Jamnagar: મહાનગરપાલિકાનો પટ્ટાવાળો લાંચ લેતાં ઝડપાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-caught-striking-bribe-of-municipal-corporation/3816/feed/ 0 3816