Jamnagar: મહાનગરપાલિકાનો પટ્ટાવાળો લાંચ લેતાં ઝડપાયો

SHARE THE NEWS

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal Corporation) ની આરોગ્ય શાખા (Health Department) માં પટ્ટાવાળા (Peon) તરીકે ફરજ બજાવતાં કર્મચારી (Employee) ને આજે બપોરે જામનગર એસીબી (ACB) ની ટીમે ફુડ લાયસન્સ (Food License) માટે રૂ. 500/- ની લાંચ (Bribery) લેતાં રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકામાંથી ફુડ લાયસન્સ મેળવવા માટે લાંચ લેવાતી હોવાની એસીબીને મળેલી ફરિયાદના આધારે રાજકોટ મદદનીસ નિયામક એ.પી.જાડેજાના માર્ગ દર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર તથા સ્ટાફે છટકું ગોઠવ્યું હતું .

જેમાં એક જાગૃત નાગરિકને મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂ. 500/- ની લાંચ માંગી હોવાની જાણના આધારે આજે બપોરે કાલાવડ નાકા બહાર દીપ વસ્તુ ભંડાર પાસેથી એસીબીની ટીમે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં ડાયા કરશન હુણ નામના વર્ગ -4 ના કર્મચારીને રૂ. 500/- ની લાંચ લેતાં રગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

આ પણ વાંચો:

 353 Views,  1 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: