Banaskantha Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/banaskantha/ News for India Mon, 03 Apr 2023 09:27:40 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Banaskantha Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/banaskantha/ 32 32 174330959 Palanpur: પાલનપુરમાં યોજાયો ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળો http://revoltnewsindia.com/dr-babasaheb-ambedkar-book-fair-held-in-palanpur-rni-dr/7489/ http://revoltnewsindia.com/dr-babasaheb-ambedkar-book-fair-held-in-palanpur-rni-dr/7489/#respond Mon, 03 Apr 2023 09:27:38 +0000 http://revoltnewsindia.com/?p=7489 તા.02/04/2023 ને રવિવારના રોજ સવારે 10:00 થી સાંજે 6:00 માં ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, જિલ્લો બનાસકાંઠા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

The post Palanpur: પાલનપુરમાં યોજાયો ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Palanpur: તા.02/04/2023 ને રવિવારના રોજ સવારે 10:00 થી સાંજે 6:00 માં ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, જિલ્લો બનાસકાંઠા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી શરૂઆત પબ્લિકેશન કૌશિક પરમાર દ્વારા બહુજન સાહિત્યના વિવિધ પુસ્તકોનું વિશાળ કલેક્શન ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાનું ઉદઘાટન બનાસકાંઠા જિલ્લાના ખૂબ જ નામી સમાજ સેવામાં તત્પર અને આંબેડકર મૂવમેન્ટમાં યોગદાન આપનારા મહાનુભાવો 1) ડૉ. પંકજ સત્યપાલ MS ( General Surgeon), 2) ડૉ. જીતેન્દ્ર સોલંકી MS ( Orthopaedic Surgeon), 3) ડૉ. અસ્મિતાબેન સોલંકી MD (Gynecologist) દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરુઆતમાં પ્રાસંગિક પ્રવચન ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુરના પ્રમુખ સતીશ રાષ્ટ્રપાલ સાહેબ અને જનરલ સેક્રેટરી મિલન વિશ્વાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

ખૂબ જ વિશાળ અને વિવિધતાસભર બહુજન સાહિત્યને જોઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાની મુલાકાતે આવેલા તમામ લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને સાહિત્યની ખૂબ સારી ખરીદી કરી હતી.

શરૂઆત પબ્લિકેશનના કૌશિકભાઇ તેમજ આર. કે. ડિજિટલ સ્ટુડિયોના સંચાલક આયુ. આર. કે. પરમાર દ્વારા ખૂબ જ સફળ અને અસરકારક મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુરની ટીમના તમામ મિત્રોએ ખૂબ જ સાથ સહયોગ આપી કૌશિક દ્વારા મુકવામાં આવેલ સાહિત્ય વધુમાં વધુ લોકોને સુધી પહોંચે એવા સફળ પ્રયત્નો કરવામાં આવ્યાં હતા. પુસ્તક પ્રેમીઓના આગ્રહને વશ થઈ પુસ્તક મેળાનો સમય એક કલાક વધારવામાં આવ્યો હતો.

પાલનપુરના જયેશભાઈ ચૌહાણ દ્વારા બનાવેલા બુદ્ધ, ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટાઓ પણ આવનારા તમામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને લોકોએ ખુબ ફોટા ખરીદ્યા હતા.

બહુજન સાહિત્યના પ્રચાર-પ્રસાર થકી જ સમાજને જાગૃતિ તરફ લઈ જઈ શકાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો થકી સમાજમાં ચોક્કસ ક્રાંતિ આવશે. બહુજન મહાપુરુષોને વાંચી, સમજી અને આચરણમાં મૂકવાથી સમાજ ચોક્કસ પ્રગતિના માર્ગે આગળ વધશે.

તા.02/04/2023 ને  રવિવારના રોજ સવારે 10:00 થી સાંજે 6:00 માં ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, જિલ્લો બનાસકાંઠા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

બહુજન સાહિત્ય મેળાની સફળતા એ બાબતની સાબિતી આપી રહી છે કે સમાજને બહુજન મહાપુરુષોને પૂજવાની નહિ પણ વાંચવાની જરૃરિયાત છે અને એ ભૂખ હવે સમાજમાં જાગી રહી છે જે ક્રાંતિની તરફ ચોક્કસ આગળ વધશે. તેવું શરૂઆત પબ્લિકેશનના કૌશિકભાઇની પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું.

Loading

The post Palanpur: પાલનપુરમાં યોજાયો ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dr-babasaheb-ambedkar-book-fair-held-in-palanpur-rni-dr/7489/feed/ 0 7489
થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/ http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/#respond Sun, 27 Dec 2020 08:18:06 +0000 http://revoltnewsindia.com/%e0%aa%a5%e0%aa%b0%e0%aa%be-%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%aa%e0%aa%be%e0%aa%b2%e0%aa%bf%e0%aa%95%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/ Kankrej: થરા નગરપાલિકા વિસ્તારમાં તખતપુરાથી કોલેજ સુધીનો આર.સી.સી રોડમાં ભ્રષ્ટાચાર… Banaskantha: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં આવતા તખતપુરાથી કોલેજ સુધીના આર.સી.સી રોડનું કામ કરેલ છે, ત્યારે ચાર મહિનાની…

The post થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

Kankrej: થરા નગરપાલિકા વિસ્તારમાં તખતપુરાથી કોલેજ સુધીનો આર.સી.સી રોડમાં ભ્રષ્ટાચાર…

Banaskantha: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં આવતા તખતપુરાથી કોલેજ સુધીના આર.સી.સી રોડનું કામ કરેલ છે, ત્યારે ચાર મહિનાની અંદર રોડની અંદરથી કપચી બહાર નિકળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ત્યારે સ્થાનિક રહીશ ભરતભાઇ ચેહુજી ગોહિલએ જણાવ્યું હતું કે આ આર.સી.સી રોડ કામમાં કોન્ટ્રાક્ટરએ ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરેલા હોય એવી જ રીતે આ રોડમાંથી કપચી બહાર આવી ગઈ છે આની યોગ્ય ધોરણે તપાસ થવી જોઈએ.

ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભ્રષ્ટાચાર નાબુદ કરવાના આદેશને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ચુર ચુર કરી રહ્યા છે તેમજ સરકાર શ્રી દ્વારા વિકાસ લક્ષી ફાળવવામાં આવતી ગ્રાન્ટો રોડ રસ્તા કે બ્લોકના કામોમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી થોડા દિવસોમાં કરોડપતિ થવાના અભરખામાં ગરીબ લોકો માટે આપવામાં આવતા વિકાસનાં કામોમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે થરા નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરને શા માટે સાંવરી રહી છે તે ચર્ચાનો વિષય છે ત્યારે આ આર.સી.સી. રોડને જોતા જ જો ઉચ્ચ અધિકારીઓ આની ખરી તપાસ કરે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ લાગી રહ્યું છે.

Loading

The post થરા નગરપાલિકા વિસ્તારમાં RCC રોડમાં ભ્રષ્ટાચાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/corruption-in-rcc-road-in-thara-municipal-area/1448/feed/ 0 1448
મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/ http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/#respond Sun, 11 Oct 2020 16:23:09 +0000 http://revoltnewsindia.com/?p=1341 હળવદ(Halvad) – ધાંગધ્રા રોડ (Road) કવાડીયા ગામ પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું મોત નીપજયું. હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માતના Accident બનાવો દિવસે દિવસે…

The post મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>

હળવદ(Halvad) – ધાંગધ્રા રોડ (Road) કવાડીયા ગામ પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું મોત નીપજયું.

હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માતના Accident બનાવો દિવસે દિવસે વધતા જાય છે. આવો જ એક બનાવ હળવદ ધાંગધ્રા રોડ કવાડીયા ગામ પાસે બન્યો હતો.

ધાંગધ્રા તરફથી આવતો ટ્રક Truck બંધ હાલતમાં પડેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ટ્રકમાં બેઠેલ 35 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.

હળવદ ધાંગધ્રા Dhangdhra માળીયા હાઈવે Highway પર વાહન ચાલકો બેફામ વાહનો ચલાવતા અનેક લોકોના ભૂતકાળમાં મોતના બનાવો બન્યા છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના કવાડીયા Kavadiya ગામ પાસે બન્યો હતો.

બનાસકાંઠા Banaskantha જિલ્લાના સાઈ તાલુકાના ભેચાણ ગામના 35 વર્ષના સેંધાભાઈ ધુળાભાઈ ઠાકોરને ગંભીર ઇજા પામતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.

Loading

The post મોરબી : કવાડિયા પાસે ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું કરુણ મોત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-35-year-old-man-was-killed-in-a-truck-collision-near-morbi-kawadia/1341/feed/ 0 1341