Palanpur: પાલનપુરમાં યોજાયો ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળો

SHARE THE NEWS

Palanpur: તા.02/04/2023 ને રવિવારના રોજ સવારે 10:00 થી સાંજે 6:00 માં ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, જિલ્લો બનાસકાંઠા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી શરૂઆત પબ્લિકેશન કૌશિક પરમાર દ્વારા બહુજન સાહિત્યના વિવિધ પુસ્તકોનું વિશાળ કલેક્શન ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાનું ઉદઘાટન બનાસકાંઠા જિલ્લાના ખૂબ જ નામી સમાજ સેવામાં તત્પર અને આંબેડકર મૂવમેન્ટમાં યોગદાન આપનારા મહાનુભાવો 1) ડૉ. પંકજ સત્યપાલ MS ( General Surgeon), 2) ડૉ. જીતેન્દ્ર સોલંકી MS ( Orthopaedic Surgeon), 3) ડૉ. અસ્મિતાબેન સોલંકી MD (Gynecologist) દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરુઆતમાં પ્રાસંગિક પ્રવચન ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુરના પ્રમુખ સતીશ રાષ્ટ્રપાલ સાહેબ અને જનરલ સેક્રેટરી મિલન વિશ્વાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

ખૂબ જ વિશાળ અને વિવિધતાસભર બહુજન સાહિત્યને જોઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાની મુલાકાતે આવેલા તમામ લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને સાહિત્યની ખૂબ સારી ખરીદી કરી હતી.

શરૂઆત પબ્લિકેશનના કૌશિકભાઇ તેમજ આર. કે. ડિજિટલ સ્ટુડિયોના સંચાલક આયુ. આર. કે. પરમાર દ્વારા ખૂબ જ સફળ અને અસરકારક મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુરની ટીમના તમામ મિત્રોએ ખૂબ જ સાથ સહયોગ આપી કૌશિક દ્વારા મુકવામાં આવેલ સાહિત્ય વધુમાં વધુ લોકોને સુધી પહોંચે એવા સફળ પ્રયત્નો કરવામાં આવ્યાં હતા. પુસ્તક પ્રેમીઓના આગ્રહને વશ થઈ પુસ્તક મેળાનો સમય એક કલાક વધારવામાં આવ્યો હતો.

પાલનપુરના જયેશભાઈ ચૌહાણ દ્વારા બનાવેલા બુદ્ધ, ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટાઓ પણ આવનારા તમામ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને લોકોએ ખુબ ફોટા ખરીદ્યા હતા.

બહુજન સાહિત્યના પ્રચાર-પ્રસાર થકી જ સમાજને જાગૃતિ તરફ લઈ જઈ શકાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો થકી સમાજમાં ચોક્કસ ક્રાંતિ આવશે. બહુજન મહાપુરુષોને વાંચી, સમજી અને આચરણમાં મૂકવાથી સમાજ ચોક્કસ પ્રગતિના માર્ગે આગળ વધશે.

તા.02/04/2023 ને  રવિવારના રોજ સવારે 10:00 થી સાંજે 6:00 માં ધમ્મ-બનાસ બુદ્ધ વિહાર પાલનપુર, જિલ્લો બનાસકાંઠા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

બહુજન સાહિત્ય મેળાની સફળતા એ બાબતની સાબિતી આપી રહી છે કે સમાજને બહુજન મહાપુરુષોને પૂજવાની નહિ પણ વાંચવાની જરૃરિયાત છે અને એ ભૂખ હવે સમાજમાં જાગી રહી છે જે ક્રાંતિની તરફ ચોક્કસ આગળ વધશે. તેવું શરૂઆત પબ્લિકેશનના કૌશિકભાઇની પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *