CovidVaccine Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/covidvaccine/ News for India Wed, 31 Mar 2021 09:56:24 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png CovidVaccine Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/covidvaccine/ 32 32 174330959 આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/ http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/#respond Wed, 31 Mar 2021 09:48:30 +0000 https://revoltnewsindia.com/%e0%aa%86%e0%aa%96%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8/ કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ…

The post આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના વાયરસની મહામારીને એક વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, ત્યારે આ વૈશ્વિક મહામારીમાં પણ દિવસ રાત જોયા વગર માહિતી આપવાનું કામ કરતા પત્રકારોને પણ જેતપુરમાં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

છેલ્લે પત્રકારોને પણ ગણવામાં આવ્યા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજરોજ 31 માર્ચે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે જેતપુરના 18 જેટલા વિવિધ મીડિયાના માધ્યમો જેવા કે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોને કોરોનાની રસી એટલે કે ‘કોવિશિલ્ડ’ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

જેમાં જોઈએ તો ETV ભારતના રાજકોટ રૂરલના રિપોર્ટર દિનેશકુમાર રાઠોડ, ઓરિકયા ન્યૂઝના રિપોર્ટર સંજયરાજ બારોટ, કનેક્ટ ગુજરાત રિપોર્ટર જયેશ સરવૈયા, જેતપુર અપડેટના તંત્રી હિતેશ રાઠોડ સહિત કુલ 18 જેટલા પત્રકારોએ ‘કોવિશિલ્ડ’ ની રસી લીધી હતી.

પત્રકારોએ ઉત્સાહ સાથે વેકસીનનો ડોઝ તો લીધો પણ સાથે એક આક્રોશ પણ જોવા મળ્યો

પત્રકારોને સૌથી છેલ્લે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણાતા તેઓમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. તેઓનું કહેવું હતું કે સરકારી કર્મચારીઓ અધિકારીઓ જેવા કે પોલીસ, શિક્ષક, હોમગાર્ડ, જીઆરડી તમામ ને જો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આવતા હોય અને પ્રથમ તેઓને રસી આપવામાં આવતી હોય તો પત્રકારો સાથે આવું ઓરમાયું વર્તન કેમ ? આવી કોરોના જેવી વૈશ્વિક મહામારી પણ પત્રકારો એ લોકો સુધી માહિતી પહોંચાડવાની પોતાની ફરજ બિનચુક નિભાવી હોય છતાં પત્રકારોને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણવામાં આટલી ઢીલ સરકારી તંત્ર દ્વારા કેમ થઈ તેવું પત્રકારો આક્રોશ સાથે જણાવી રહ્યા હતા.

Loading

The post આખરે જેતપુરમાં પત્રકારોને પણ આપવામાં આવ્યો કોવિશિલ્ડનો ડોઝ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/eventually-a-dose-of-covishield-was-also-given-to-journalists-in-jetpur/1660/feed/ 0 1660
છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/ http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/#respond Thu, 31 Dec 2020 11:51:49 +0000 http://revoltnewsindia.com/?p=1458 By Pratik Pandya, Junagadh ચીનમાં જન્મેલ Corona Virus નામના ભૂતે માર્ચ, 2020 મહિનો પૂર્ણ થાય એ પહેલાં ભારતમાં બિહામણુ અટહાસ્ય શરુ કરી દીધું હતું. ભારત સહિત વિશ્વના અનેક આધુનિક સવલતોથી…

The post છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

By Pratik Pandya, Junagadh

ચીનમાં જન્મેલ Corona Virus નામના ભૂતે માર્ચ, 2020 મહિનો પૂર્ણ થાય એ પહેલાં ભારતમાં બિહામણુ અટહાસ્ય શરુ કરી દીધું હતું.

ભારત સહિત વિશ્વના અનેક આધુનિક સવલતોથી સંપન્ન દેશો કોરોના વાઈરસ સામે સરેન્ડર થઈ ગયા હતા.

India માં પહેલા જનતા કરફ્યુ અને બાદમાં 25 માર્ચથી દેશભરમાં ઐતિહાસીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. અંતે ચાર તબક્કા સુધી લોકડાઉન લંબાવી કુલ 68 દિવસનું કરવામાં આવ્યું હતું.

વાહન વ્યવહાર સદંતર બંધ રહ્યો, ટ્રેનો બંધ રહી અને હવાઈ સેવા સદંતર બંધ રહી હતી. આ વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક વાઈરસના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

2020 ના વર્ષને કદાચ સમગ્ર વિશ્વની પ્રજા ભુલવા માગશે તો પણ તે ક્યારેય ભૂલી નહીં શકે.2020 ના વર્ષમાં કોરોના એ આપણા શબ્દકોશમાં Lockdown, Social distance, Sanitization, Unlock સહિતના અનેક શબ્દો શીખવ્યા જેનાથી આપણામાંના ઘણા ખરા લોકો અજાણ હતા અને આ શબ્દો સાથે કંઈ પણ લેવા દેવા ન હતા.

આધુનિક સમયમાં પોતાની પાસે સમય ન હોવાનું રટણ કરતો મનુષ્ય અને માનવજાત ગમે તે કાર્ય કરી શકે એ માનનાર વર્ગને અતિસૂક્ષ્મ વાયરસે એક ક્ષણમાં સમગ્ર વિશ્વને થોભાવી દીધા હતા.

પણ બી પોઝિટીવ, ગમે તેવી ઘોર અંધારી રાત ભલે હોય તો પણ સવારે સોનેરી સૂર્યઉદય થતો હોય છે એવી જ રીતે આપણે આશા રાખીએ કે 2020 ના આ અતિ કષ્ટદાયક વર્ષ બાદ હવે આગામી 2021 નું નવું વર્ષ સમગ્ર વિશ્વ સમુદાય માટે એક નવી આશા સાથે સમૃદ્ધિનું વર્ષ સાબિત થાય.

Loading

The post છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-last-day-of-the-war-against-the-2020-corona-proved-to-be-a-big-country/1458/feed/ 0 1458