છેલ્લો દિવસ-2020 ! Corona સામેની જંગમાં બડે-બડે દેશ છોટે-છોટે દેશ સાબિત થયા

SHARE THE NEWS
Symbolic Image

By Pratik Pandya, Junagadh

ચીનમાં જન્મેલ Corona Virus નામના ભૂતે માર્ચ, 2020 મહિનો પૂર્ણ થાય એ પહેલાં ભારતમાં બિહામણુ અટહાસ્ય શરુ કરી દીધું હતું.

ભારત સહિત વિશ્વના અનેક આધુનિક સવલતોથી સંપન્ન દેશો કોરોના વાઈરસ સામે સરેન્ડર થઈ ગયા હતા.

India માં પહેલા જનતા કરફ્યુ અને બાદમાં 25 માર્ચથી દેશભરમાં ઐતિહાસીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. અંતે ચાર તબક્કા સુધી લોકડાઉન લંબાવી કુલ 68 દિવસનું કરવામાં આવ્યું હતું.

વાહન વ્યવહાર સદંતર બંધ રહ્યો, ટ્રેનો બંધ રહી અને હવાઈ સેવા સદંતર બંધ રહી હતી. આ વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક વાઈરસના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

2020 ના વર્ષને કદાચ સમગ્ર વિશ્વની પ્રજા ભુલવા માગશે તો પણ તે ક્યારેય ભૂલી નહીં શકે.2020 ના વર્ષમાં કોરોના એ આપણા શબ્દકોશમાં Lockdown, Social distance, Sanitization, Unlock સહિતના અનેક શબ્દો શીખવ્યા જેનાથી આપણામાંના ઘણા ખરા લોકો અજાણ હતા અને આ શબ્દો સાથે કંઈ પણ લેવા દેવા ન હતા.

આધુનિક સમયમાં પોતાની પાસે સમય ન હોવાનું રટણ કરતો મનુષ્ય અને માનવજાત ગમે તે કાર્ય કરી શકે એ માનનાર વર્ગને અતિસૂક્ષ્મ વાયરસે એક ક્ષણમાં સમગ્ર વિશ્વને થોભાવી દીધા હતા.

પણ બી પોઝિટીવ, ગમે તેવી ઘોર અંધારી રાત ભલે હોય તો પણ સવારે સોનેરી સૂર્યઉદય થતો હોય છે એવી જ રીતે આપણે આશા રાખીએ કે 2020 ના આ અતિ કષ્ટદાયક વર્ષ બાદ હવે આગામી 2021 નું નવું વર્ષ સમગ્ર વિશ્વ સમુદાય માટે એક નવી આશા સાથે સમૃદ્ધિનું વર્ષ સાબિત થાય.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *