CrimeinJamnagar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/crimeinjamnagar/ News for India Wed, 20 Oct 2021 05:32:39 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png CrimeinJamnagar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/crimeinjamnagar/ 32 32 174330959 Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/ http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/#respond Wed, 20 Oct 2021 05:23:35 +0000 https://revoltnewsindia.com/?p=3852 જામનગર (Jamnagar)માં કાલાવડનાકા (Kalawadnaka) બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો (Attack) થયો હતો. બે વર્ષની નાનકડી બાળકીને માર મારતા ફીટકાર લાગણી સાથે રોષ ભભૂક્યો. જામનગર…

The post Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo: Symbolic image

જામનગર (Jamnagar)માં કાલાવડનાકા (Kalawadnaka) બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો (Attack) થયો હતો. બે વર્ષની નાનકડી બાળકીને માર મારતા ફીટકાર લાગણી સાથે રોષ ભભૂક્યો.

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટી નજીક આદર્શ પૂલ પાસેથી પસાર થતા દંપતી અને બે વર્ષના બાળકને રાત્રિના સમયે પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ આંતરીને આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

એકાએક થયેલા હુમલાથી દંપતી અવાચક થઈ ગયું હતું અને હુમલામાં પતિ-પત્ની અને બાળકને ઈજાઓ પહોંચી હતી

હુમલાખોરો રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પતિ-પત્ની અને બાળકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને દંપતી અને બાળક ઉપર હુમલો કરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધવા તેમજ શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: કાલાવડનાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/hesitant-attack-on-couple-and-two-year-old-girl-at-night-outside-jamnagar-kalawadnaka/3852/feed/ 0 3852
Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/ http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/#respond Wed, 20 Oct 2021 05:04:45 +0000 https://revoltnewsindia.com/?p=3848 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે. ત્યારે મહિલા…

The post Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo: કોર્પોરેટર રચનાબેન નંદાણીયા

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipal corporation) ની બિલ્ડિંગમાં મહિલા (Ladies) વોશરૂમ (Washroom)માં છેલ્લા પાંચ દિવસથી પાણી (Water supply) બંધ છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી છે.

ત્યારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને કરવામાં આવી હતી.

જેથી આજે સોમવારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાખી ધરણા પર બેસી ગયા હતા. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા તંત્રમાં અફરા-તફરી સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો છે.

મહાનગરપાલિકાના પહેલા માળ પાસે આવેલા મહિલા વોશરૂમ પાસે રચનાબેન ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા બાદ તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેથી મામલો થાળે પડ્યો હતો. ત્યારે જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ પાણીની અવ્યવસ્થા સર્જાય છે, તો શહેરમાં કેવી પરિસ્થિતિ હશે તેવી લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, મહિલા વોશરૂમમાં આખરે પાણી શરૂ થતા હાલ આ પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં છેલ્લા પાંચ દિવસથી પાણીની સપ્લાય બંધ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-water-supply-to-the-womens-washroom-in-the-jamnagar-municipal-corporation-building-has-been-cut-off-for-the-last-five-days/3848/feed/ 0 3848
Jamnagar: ધ્રોલ તાલુકાના સણોસરા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી 2892 બોટલ દારૂ સાથે એક શખ્સને પકડી પાડ્યો http://revoltnewsindia.com/jamnagar-local-police-raided-sanosara-village-in-dhrol-taluka-and-nabbed-a-man-with-2892-bottles-of-liquor/3292/ http://revoltnewsindia.com/jamnagar-local-police-raided-sanosara-village-in-dhrol-taluka-and-nabbed-a-man-with-2892-bottles-of-liquor/3292/#respond Tue, 28 Sep 2021 05:45:17 +0000 https://revoltnewsindia.com/?p=3292 જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) તાલુકાના સણોસરા (Sanosara) ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી  2892 બોટલ દારૂ સાથે એક સખ્સને પકડી પાડ્યો છે. જયારે રાજકોટ (Rajkot) ના શખ્સને ફરાર જાહેર કરાયો…

The post Jamnagar: ધ્રોલ તાલુકાના સણોસરા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી 2892 બોટલ દારૂ સાથે એક શખ્સને પકડી પાડ્યો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) તાલુકાના સણોસરા (Sanosara) ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી  2892 બોટલ દારૂ સાથે એક સખ્સને પકડી પાડ્યો છે. જયારે રાજકોટ (Rajkot) ના શખ્સને ફરાર જાહેર કરાયો છે. હાજર નહી મળેલ શખ્સની સસોસરા ગામે આવેલ વાડીએ દરોડો પાડી ઓરડીમાં સંતાડી રાખવામાં આવેલ વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

રાજકોટ જીલ્લાના સરહદે આવેલ જામનગર જિલ્લાના સણોસરા ગામે ગત રાત્રે દરોડો પાડ્યો હતો. મૂળ રાજકોટ જીલ્લાના પડધરીના નેકનામ ગામનો અને હાલ રાજકોટ રહેતો બહાદુરસિંહ વજુભા ઝાલા નામનો સખ્સ પોતાની સણોસરા ગામની વાડીમાં દારૂનો જંગી જથ્થો ઉતારીને ધંધો શરુ કર્યો હોવાની ધ્રોલ પીએસઆઈ એમ એન જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલાને મળેલ હકીકતના આધારે ધ્રોલ પોલીસના સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન વાડીની  ઓરડીમાંથી રૂપિયા ૧૧,૩૨,૪૦૦ ની કીમતનો 2892 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ધ્રોલ પોલીસે આ દારુ કબજે કરી હાજર મળી આવેલ રતુભા લખુભા જાડેજા નામના સખ્સની ધરપકડ કરી હતી.

જયારે હાજર નહી મળી આવેલ બહાદુરસિંહને ફરાર જાહેર કર્યો છે. પકડાયેલ સખ્સને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી ધ્રોલ પીએસઆઈ એમએન જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા, દિનેશ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ વનરાજ ગઢાદરા, સંજય સોલંકી, મયુર પરમાર, સંજય મકવાણા, મેહુલ ઝરમરિયા અને કિશોર ડાભી દ્વારા કરવામાં આવી હતી.

Loading

The post Jamnagar: ધ્રોલ તાલુકાના સણોસરા ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી 2892 બોટલ દારૂ સાથે એક શખ્સને પકડી પાડ્યો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-local-police-raided-sanosara-village-in-dhrol-taluka-and-nabbed-a-man-with-2892-bottles-of-liquor/3292/feed/ 0 3292