
જામનગર (Jamnagar)માં કાલાવડનાકા (Kalawadnaka) બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો (Attack) થયો હતો. બે વર્ષની નાનકડી બાળકીને માર મારતા ફીટકાર લાગણી સાથે રોષ ભભૂક્યો.
જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટી નજીક આદર્શ પૂલ પાસેથી પસાર થતા દંપતી અને બે વર્ષના બાળકને રાત્રિના સમયે પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ આંતરીને આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.
એકાએક થયેલા હુમલાથી દંપતી અવાચક થઈ ગયું હતું અને હુમલામાં પતિ-પત્ની અને બાળકને ઈજાઓ પહોંચી હતી
હુમલાખોરો રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પતિ-પત્ની અને બાળકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને દંપતી અને બાળક ઉપર હુમલો કરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધવા તેમજ શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
રિપોર્ટ: વિરલ સોની, જામનગર.
724 Views, 2