Dalit Samaj Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dalit-samaj/ News for India Fri, 06 Oct 2023 08:46:29 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Dalit Samaj Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dalit-samaj/ 32 32 174330959 Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/ http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/#respond Fri, 06 Oct 2023 08:39:26 +0000 http://revoltnewsindia.com/?p=7780 અમદાવાદ જિલ્લાના અનુસુચિત જાતિના લોકો માટે ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અને જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતની રજૂઆત કલેકટર અમદાવાદને

The post Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના અનુસુચિત જાતિના લોકો માટે ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અને જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતની રજૂઆત કલેકટર અમદાવાદને કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવતા મદદનીશ કલેકટર વિરમગામ દ્વારા કાર્યવાહી કરવા વિરમગામ/માંડલ/દેત્રોજના મામલતદારને કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવામાં આવી હતી.

મદદનીશ કલેકટર દ્વારા મામલતદારને લખેલ પત્રની વિગત

ઉપરોકત વિષય તથા સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનુ કે, અરજદાર કિરીટ રાઠોડ વિગેરે, રહે. રતનબેનની ચાલી, ડો.બાબા સાહેબ આંબેડકર બ્રીજ નીચે, મુ.પો.વિરમગામ, જી.અમદાવાદની અરજીથી અનુસૂચિત જાતિના લોકો માટે

ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અંગે જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતે અનુસુચિત જાતિનાં લોકો માટે સ્મશાન માટે જમીન નીમ કરવાની થાય છે કે કેમ?

તેમજ સુવિધા પુર્ણ અંતિમ ધામ બનાવવા બાબતે યોગ્ય ચકાસણી કરાવી જે ગામોએ અનુસુચિત જાતિના લોકો માટે સ્મશાન માટે કેટલા ગામોમાં સ્મશાન માટે જમીન નીમ કરવાની થાય છે?

તે અંગેનો અહેવાલ તથા જે ગામોએ અનુસુચિત જાતિ લોકો માટે સ્મશાન માટે જમીન નીમ કરવાપાત્ર થતી હોય તે ગામોએ જમીનની પસંદગી કરી ધોરણસરની દરખાસ્ત દિન-07 માં મોકલી આપવા જણાવવામાં આવે છે.

નોંધ: વિરમગામ/માંડલ/ દેત્રોજ ના તમામ ગામોમાં અનુ.જાતિ સ્મશાન ની કોઈ પણ તકલીફ / સમસ્યા હોય તો નીચે આપેલ સંપર્ક નંબર માં જરૂર ફોન કરી માહિતી માર્ગદર્શન મેળવી શકો છો. વિરમગામ તાલુકા માટે – કિરીટ રાઠોડ ( 9727745387 ), માંડલ તાલુકા માટે – કિશન સેંધવ ( 9723727227 ), દેત્રોજ તાલુકા માટે – કનુભાઈ સુમેસરા ( 9824265884 ).

Loading

The post Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/feed/ 0 7780
જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/ http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/#respond Sat, 26 Mar 2022 10:39:32 +0000 http://revoltnewsindia.com/?p=7223 ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી

The post જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા લોકો

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા પણ બાબાસાહેબ ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવા માટે માંગ કરી ચુક્યા છે

ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. 9879914491

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત સમાજ દ્વારા સરકારી કચેરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા માટે મુખ્યમંત્રી ને ભલામણપત્ર લખી આપવા રજુઆત કરવામાં આવી

મહિલાઓ, વંચિતો, દબાયેલ, કાચડાયેલ વર્ગના મસીહા સમાજ સુધારક તેમજ દેશના પ્રથમ કાયદામંત્રી અને વિશ્વવિભૂતિ ભરાતરત્ન એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશને બંધારણ આપી દેશના તમામ નાગરિકોને ગૌરવ અનુભવ થાય તેવી આદર્શ લોકશાહીની ભેટ આપી છે.

ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં મહાન વિભૂતિઓની તસ્વીર પ્રદર્શિત કરવા માટે જે ઠરાવ પસાર કરવામાં આવેલ છે તે ઠરાવમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરનું નામ ન હોવાથી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવા માટે અનુસૂચિત જાતિના જાગૃત  આગેવાનોએ ખુબ સંઘર્ષ વેઠવો પડતો હોય છે.

અને અમુક સરકારી કચેરીઓમાં અધિકારીની બદલી થાય ત્યારે અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર હટાવી વિશ્વ વિભૂતિ એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કરવામાં આવતું હોય છે. ત્યારે બાબાસાહેબ આંબેડકરના સમર્થકોની લાગણી દુભાય છે અને ત્યારે સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.

જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તત્કાલિક ધોરણે હકારાત્મક નિર્ણય લઇ આગામી 14, એપ્રિલ 2022 એટલે કે  ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા વિધિવત ઠરાવ પસાર કરી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવામાં આવે તેવી 74 જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા ને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા પણ રજૂઆત ગંભીરતાથી સાંભળવામાં આવી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી પણ આપવામાં આવી હતી.

Loading

The post જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/feed/ 0 7223
જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/ http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/#respond Fri, 04 Feb 2022 16:28:54 +0000 https://revoltnewsindia.com/?p=6011 Jetpur An application was re-filed after the demand made by the Dalit community a year ago was not met

The post જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા દલિત સમાજના આગેવાનો

જેતપુર અનુ.જાતિ સમાજ (schedule caste community Jetpur) અને કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે બાબાસાહેબની જન્મજયંતી (Dr. Ambedkar Birth anniversary) તેમજ અન્ય દિવસોમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાંથી પોતાનો ભાવ પ્રગટ કરવા એકઠા થતા હોય છે. ત્યારે સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરિસરમાં જગ્યાના અભાવના કારણે ભારે ગિરદીના દ્રશ્યો સર્જાતા હોય છે. તેમજ પ્રતિમા સુધી જવાની સીડી પણ એક જ હોવાથી ચડવા ઉતારવા માટે મુશ્કેલી પડતી હોય છે અને કોઈ અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે.

જેને લઈને જેતપુરના દલિત સમાજ દ્વારા આજે એક આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકામાં આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરની જગ્યા વધારવામાં આવે તેમજ પ્રતિમા સુધી જવા માટેની ચડવા અને ઉતરવાની અલગ-અલગ સીડી મુકવામાં આવે. દલિત સમાજના વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ પહેલા પણ માર્ચ-2021 માં પણ ઉપર મુજબની માંગ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ મુકવામાં આવી હતી.

પરંતુ તેનું એક વર્ષ ઉપર સમય થઈ ગયો હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ફરી એકવાર આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું. દલિત સમાજના આગેવાનોનું ખાસ એવું પણ માનવું હતું કે હાલ સરદાર ગાર્ડનની લાખો રૂપિયાના ખર્ચે જ્યારે રીનોવેશનની કામગીરી ચાલતી હોય ત્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરમાં પણ જો થોડો ખર્ચો કરવામાં આવે તો શહેરની શોભામાં પણ વધારો થઈ શકે એમ છે.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. +91 9879914491

Loading

The post જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/feed/ 0 6011