Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ

SHARE THE NEWS

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના અનુસુચિત જાતિના લોકો માટે ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અને જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતની રજૂઆત કલેકટર અમદાવાદને કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવતા મદદનીશ કલેકટર વિરમગામ દ્વારા કાર્યવાહી કરવા વિરમગામ/માંડલ/દેત્રોજના મામલતદારને કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવામાં આવી હતી.

મદદનીશ કલેકટર દ્વારા મામલતદારને લખેલ પત્રની વિગત

ઉપરોકત વિષય તથા સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનુ કે, અરજદાર કિરીટ રાઠોડ વિગેરે, રહે. રતનબેનની ચાલી, ડો.બાબા સાહેબ આંબેડકર બ્રીજ નીચે, મુ.પો.વિરમગામ, જી.અમદાવાદની અરજીથી અનુસૂચિત જાતિના લોકો માટે

ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અંગે જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતે અનુસુચિત જાતિનાં લોકો માટે સ્મશાન માટે જમીન નીમ કરવાની થાય છે કે કેમ?

તેમજ સુવિધા પુર્ણ અંતિમ ધામ બનાવવા બાબતે યોગ્ય ચકાસણી કરાવી જે ગામોએ અનુસુચિત જાતિના લોકો માટે સ્મશાન માટે કેટલા ગામોમાં સ્મશાન માટે જમીન નીમ કરવાની થાય છે?

તે અંગેનો અહેવાલ તથા જે ગામોએ અનુસુચિત જાતિ લોકો માટે સ્મશાન માટે જમીન નીમ કરવાપાત્ર થતી હોય તે ગામોએ જમીનની પસંદગી કરી ધોરણસરની દરખાસ્ત દિન-07 માં મોકલી આપવા જણાવવામાં આવે છે.

નોંધ: વિરમગામ/માંડલ/ દેત્રોજ ના તમામ ગામોમાં અનુ.જાતિ સ્મશાન ની કોઈ પણ તકલીફ / સમસ્યા હોય તો નીચે આપેલ સંપર્ક નંબર માં જરૂર ફોન કરી માહિતી માર્ગદર્શન મેળવી શકો છો. વિરમગામ તાલુકા માટે – કિરીટ રાઠોડ ( 9727745387 ), માંડલ તાલુકા માટે – કિશન સેંધવ ( 9723727227 ), દેત્રોજ તાલુકા માટે – કનુભાઈ સુમેસરા ( 9824265884 ).

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *