Healthcamp Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/healthcamp/ News for India Tue, 26 Oct 2021 09:40:31 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Healthcamp Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/healthcamp/ 32 32 174330959 Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/ http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/#respond Tue, 26 Oct 2021 09:21:06 +0000 https://revoltnewsindia.com/?p=4043 Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં સમાજ સુરક્ષા વિભાગ (Social security department) દ્વારા જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે એક ખાસ દિવ્યાંગ કેમ્પ (Divyang camp) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

The post Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં સમાજ સુરક્ષા વિભાગ (Social security department) દ્વારા જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે એક ખાસ દિવ્યાંગ કેમ્પ (Divyang camp) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુવિધાના બદલે દુવિધાઓ મળતા કેમ્પમાં આવેલ દિવ્યાંગજનોમાં સુખને બદલે દુઃખીની લાગણીઓ જોવા મળી હતી.

જેતપુરમાં આજરોજ દિવ્યાંગ લોકોને મેડિકલ સર્ટિ આપવા અને એસ.ટી. બસના પાસ માટેના એક કેમ્પનું આયોજન  સમાજ સુરક્ષા વિભાગ દ્વારા  કરવામાં આવેલ હતુ. જેમાં વહેલી સવારથી જ લોકો દૂરદૂરથી દિવ્યાંગ કેમ્પનો લાભ લેવા માટે આવી પહોંચ્યા હતા.

જેમાં દૂરદૂરથી આવેલા લોકો તેમાં પણ ખાસ કરીને દિવ્યાંગ લોકો માટે કેમ્પના સ્થળે પીવાના પાણી કે શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોય તેમજ કેમ્પ આયોજન કરનારા જવાબદાર અધિકારીઓને પણ 24 કલાક પહેલાં જ કેમ્પ જેતપુરમાં થવાનો છે તેની જાણ તેમના ઉચ્ચ અધિકારીઓએ કરી હોવાનો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા.

Photo: તડકામાં અને બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જમીન પર બેસવા મજબૂર લોકો

જેમાં મીડિયા દ્વારા જેતપુરના સરકારી હોસ્પિટલના અધિક્ષકની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને દિવ્યાંગ દર્દીઓને કેમ્પમાં પડતી હાલાકી અંગે પૂછતાં તેમણે જણાવેલ હતું કે આ કેમ્પ સમાજ સુરક્ષા ખાતા હેઠળ કરવામાં આવેલ છે તેમજ તેઓની જ જવાબદારી છે, દિવ્યાંગ કેમ્પમાં વ્યવસ્થા કરવાની.

જ્યારે ફરજ પરના સમાજ સુરક્ષાના અધિકારીને દિવ્યાંગ લોકોને કેમ્પમાં પડતી હાલાકી અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓ જેતપુર સરકારી હોસ્પિટલના વહિવટ વિભાગ દ્વારા જ કોઈ સુવિધાઓમાં સાથ સહકાર ન આપતા હોવાનું ગાણું ગાયું હતું. આ સરકારી હોસ્પિટલ જેતપુર અને સમાજ સુરક્ષા વિભાગ વચ્ચે  સંકલનનો રીતસરની અભાવ જોવા મળ્યો હતો.

Photo: સરકારી હોસ્પિટલ જેતપુરમાં થયેલ દિવ્યાંગ કેમ્પ

શું સરકારી ટાર્ગેટ પૂરો કરવા માટે યોજાય છે દિવ્યાંગ કેમ્પ?

દિવ્યાંગ કેમ્પમાં આવેલ દર્દીઓ પડતી હાલાકી અંગે ફરજ પરના જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક અને ફરજ પરના રાજકોટથી આવેલા સમાજ સુરક્ષા કર્મચારીઓ ને મીડિયા દ્વારા સવાલો કરતા તેઓ પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધતા દેખાયા હતા. આ જોઈને લોકોમાં ચર્ચાઓ એ વેગ પકડ્યું છે કે શું આ સરકારી બાબુઓ સરકારી ટાર્ગેટ પૂરો કરવા માટે જ ફક્ત દિવ્યાંગ કેમ્પ યોજી રહ્યાં છે?

by Team Revolt, Jetpur (Rajkot).

Loading

The post Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/beneficiaries-found-many-dilemmas-instead-of-facilities-in-the-divyang-camp-organized-by-jetpur-social-security-department/4043/feed/ 0 4043
Jamnagar: આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિતે ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દિકરીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો http://revoltnewsindia.com/jamnagar-dhanwantari-arogya-rath-organized-a-special-health-camp-for-daughters-on-the-occasion-of-international-daughters-day/3701/ http://revoltnewsindia.com/jamnagar-dhanwantari-arogya-rath-organized-a-special-health-camp-for-daughters-on-the-occasion-of-international-daughters-day/3701/#respond Fri, 15 Oct 2021 13:41:01 +0000 http://revoltnewsindia.com/?p=3701 Jamnagar: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl 2021) નિમિતે ગુજરાત સરકાર (Government of Gujarat) ના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને GVK EMRI દ્વારા સંચાલિત ધનવંતરી…

The post Jamnagar: આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિતે ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દિકરીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl 2021) નિમિતે ગુજરાત સરકાર (Government of Gujarat) ના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને GVK EMRI દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ જામનગર દ્વારા, સરકારી શાળા નં 4,21, સરકારી ચિલ્ડ્રન હોમ, એમ.પી.શાહ એજ્યુકેશન ટ્રસ્ટ, રણજીત સાગર (Ranjit sagar) રોડ, જામનગર ખાતે આરોગ્ય કેમ્પ (Health camp)નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દિકરીઓ, તેમનાં માતા પિતા અને અન્ય લોકોના રેગ્યુલર ચેક અપ જેવા કે લોહીની ટકાવારી, બી.પી, ડાયાબિટીસ જેવા રિપોર્ટ સ્થળ ઉપર જ કરવામાં આવેલાં હતા. તદઉપરાંત તેમનામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા, રોજિંદા જીવનમાં જરૂરી ખોરાક, સ્વાસ્થ્ય સંબંધી કાળજી રાખવા માટેની રોજિંદી ટેવ અને ટેક, રોજિંદા આહારમાં જોવા મળતી ટેવ, કુટેવ, પૌષ્ટિક આહારની જરૂરિયાતની સમજ આપવામાં આવી હતી.

કેમ્પમાં મુખ્યત્વે મહિલાઓમાં લોહીની ઉણપ ઘટાડવા વિશે, લોકોને સ્વાસ્થ્યની દરકાર લેવાનો અને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક સર્વે મુજબ 51% જેટલી ગર્ભવતી મહિલાઓ લોહીની ટકાવારીની ઊણપ ભોગવી રહી છે અને સંવેદનશીલ સરકાર આ મહિલાઓની મદદ માટે પુરતાં પગલાં લઈ રહી છે. કેમ્પ દરમિયાન રિપોર્ટ ઉપરાંત સ્થળ પર જ સામાન્ય બિમારીઓની દવા આપવામાં આવી હતી. કેમ્પમાં ૩૦૦ જેટલા લોકોને તપાસવામાં આવ્યાં હતાં, જેમાં 228 જેટલાં દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવી હતી.

કેમ્પને સફળ બનાવવા જામનગર ધનવંતરી ટીમના ડો. પૂજા શિયાર, ડો. અંજલિ પરમાર, લેબ ટેક્નિશિયન દિશાબેન, વિપુલભાઈ મેણીયા, પેરામેડીક નિકુંજભાઇ, વિપુલભાઈ લોખીલ તથા દિનેશભાઈ દ્વારા સુવ્યવસ્થિત આયોજન અને સેવા આપવામાં આવી હતી. આ આયોજનમાં જામનગર બાંધકામ બોર્ડના પી.એમ. મકવાણા અને સ્કૂલનાં આચાર્ય મધુબેન રૂપાપરા અને સંચાલકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિતે ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દિકરીઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-dhanwantari-arogya-rath-organized-a-special-health-camp-for-daughters-on-the-occasion-of-international-daughters-day/3701/feed/ 0 3701