International News Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/international-news/ News for India Sat, 28 May 2022 11:32:24 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png International News Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/international-news/ 32 32 174330959 World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/ http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/#respond Sat, 28 May 2022 11:22:29 +0000 http://revoltnewsindia.com/?p=7271 World Menstrual Hygiene Day 2022: આજે પણ દુનિયાના ઘણા દેશોમાં પીરિયડ્સ વિશે લોકોની વિચારસરણી બદલાઈ નથી. જેના કારણે આજે પણ મહિલાઓ આ અંગે ખુલીને વાત કરી શકતી નથી. તેથી લોકોની આ વિચારસરણીને બદલવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની (World Menstrual Hygiene Day)ઉજવણી કરવામાં આવે છે. તો આ દિવસની શરૂઆતની સાથે સાથે તે ક્યારે અને કેવી રીતે થયું, આજે આપણે આ લેખમાં આ દિવસ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશું.

The post World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

World Menstrual Hygiene Day 2022: દર વર્ષે 28 મે સમગ્ર વિશ્વમાં માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ મહિલાઓને સુરક્ષિત પીરિયડ્સના ફાયદાઓ વિશે જાગૃત કરવાની સાથે સાથે તેના વિશે ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહિત કરવાનો છે.

World Menstrual Hygiene Day 2022: આજે પણ દુનિયાના ઘણા દેશોમાં પીરિયડ્સ વિશે લોકોની વિચારસરણી બદલાઈ નથી. જેના કારણે આજે પણ મહિલાઓ આ અંગે ખુલીને વાત કરી શકતી નથી. તેથી લોકોની આ વિચારસરણીને બદલવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની (World Menstrual Hygiene Day) ઉજવણી કરવામાં આવે છે. તો આ દિવસની શરૂઆતની સાથે સાથે તે ક્યારે અને કેવી રીતે થયું, આજે આપણે આ લેખમાં આ દિવસ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશું.

વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day) નો ઇતિહાસ

પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાના અભાવે મહિલાઓને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ બાબત કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 28 મેના રોજ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે વર્ષ 2014 માં જર્મન સ્થિત NGO ‘WASH United’ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણીનો હેતુ છોકરીઓ અને મહિલાઓને તેમના પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અને સલામતી વિશે શિક્ષિત કરવાનો છે, જે તેમના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

આ દિવસ ફક્ત 28 મેના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો તેનો જવાબ છે કે સામાન્ય રીતે મહિલાઓનું માસિક ચક્ર 28 દિવસમાં આવી જાય છે. આ 28 દિવસના માસિક ચક્રને હાઇલાઇટ કરવા માટે 28 મેની પસંદગી કરવામાં આવી છે.

માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day 2022) ની થીમ

વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day) આ વખતની થીમ છે ‘making menstruation a normal fact of life by 2030’.

માસિક સ્વચ્છતા દિવસનું મહત્વ

સમગ્ર વિશ્વમાં માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવાનો એકમાત્ર ધ્યેય એજ છે કે મહિલાઓ અને છોકરીઓને સેફ પિરિયડ્સના ફાયદાઓ વિશે માહિતગાર કરવાનો છે.

Pic credit- freepik

Edited By: Dinesh Rathod

Loading

The post World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/feed/ 0 7271
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે કર્યો વાર્તાલાપ http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-talks-to-google-ceo-sundar-pichai/1227/ http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-talks-to-google-ceo-sundar-pichai/1227/#respond Mon, 13 Jul 2020 11:28:00 +0000 http://revoltnewsindia.com/?p=1227 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો હતો. કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા…

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે કર્યો વાર્તાલાપ appeared first on REVOLT NEWS INDIA.

]]>

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો હતો.

કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે પિચાઇએ વડાપ્રધાનને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ લૉકડાઉન લાગુ કરવાનું જે પગલું લીધું તેનાથી ભારતમાં આ મહામારી સામેની લડાઇનો એક મજબૂત પાયો નાંખી શકાયો છે. ખોટી માહિતીનો પ્રસાર રોકવા માટે અને જરૂરી સાચવેતી અંગે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગૂગલે જે પ્રકારે સક્રિયતાપૂર્ણ ભૂમિકા નિભાવી તે બદલ વડાપ્રધાનએ આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીના હજી પણ વધુ ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ભારતીયો ખૂબ જ ઝડપથી ટેકનોલોજી સાથે અનુકૂલન સાધી રહ્યા છે અને તેને અપનાવી રહ્યા છે. તેમણે ટેકનોલોજીનો લાભ ઉઠાવી રહેલા ખેડૂતો અંગે વાત કરી હતી અને કૃષિ ક્ષેત્રમાં AIની ખૂબ જ વ્યાપક રેન્જમાં લાભોની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ લેબ્સની વિચારનું પણ અન્વેષણ કર્યું હતું જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો કરી શકે છે. સુંદર પિચાઇએ ભારતમાં ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવી રહેલી નવી પ્રોડક્ટ્સ અને પહેલો અંગે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. તેમણે બેંગલુરુમાં AI રિસર્ચ લેબ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને ગૂગલના, પૂરનું પૂર્વાનુમાન કરવાના પ્રયાસોથી થતા લાભો પર પ્રકાશ પાડ્યો હતો.

ભારતમાં ગૂગલ દ્વારા ખૂબ જ મોટાપાયે રોકાણ અને વિકાસની વ્યૂહાત્મક ભાગીદારીઓ વિશે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે, ભારત દુનિયામાં સૌથી મુક્ત અને ખુલ્લા અર્થતંત્રોમાંથી એક છે. તેમણે તાજેતરમાં કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાંક પગલાં અંગે તેમજ નવી નોકરીઓનું સર્જન કરવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાન અંગે ચર્ચા કરી હતી. તેમણે પુનઃકૌશલ્યના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

વડાપ્રધાનએ ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત ચિંતાઓ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં રહેલા વિશ્વાસના અભાવની ખાઇ પુરવા માટે ટેક કંપનીઓએ પોતાની રીતે તમામ પ્રયાસો કરવાની જરૂર છે. તેમણે સાઇબર ક્રાઇમ અને સાઇબર હુમલાઓના જોખમો અંગે પણ ચર્ચા કરી હતી. બંને મહાનુભવો વચ્ચે થયેલા વાર્તાલાપમાં ચર્ચાયેલા અન્ય મુદ્દામાં, ઑનલાઇન શિક્ષણની શક્યતાઓનું વિસ્તરણ કરવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલો, પ્રાદેશિક ભાષાઓમાં ટેકનોલોજીની પહોંચ, રમતગમત ક્ષેત્રે સ્ટેડિયમમાં બેસીને રમત જોતા હોઇએ તેવો અનુભવ પ્રદાન કરવા માટે AR/VRનો ઉપયોગ અને ડિજિટલ ચુકવણીઓના ક્ષેત્રમાં પ્રગતી વગેરે પણ સામેલ હતા.

Loading

The post વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે કર્યો વાર્તાલાપ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-talks-to-google-ceo-sundar-pichai/1227/feed/ 0 1227
અમેરિકા ફાંસીવાદ વિરોધી સંગઠન ANTIFA ને આતંકવાદી સંગઠન જાહેર કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ http://revoltnewsindia.com/us-will-declare-anti-capitalist-group-antifa-a-terrorist-organization-donald-trump/1040/ http://revoltnewsindia.com/us-will-declare-anti-capitalist-group-antifa-a-terrorist-organization-donald-trump/1040/#respond Mon, 01 Jun 2020 10:16:35 +0000 http://revoltnewsindia.com/?p=1040 અમેરિકાના મિનેપોલિસમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં હિંસક દેખાવ આખા અમેરિકામાં ફેલાયું છે. આપને જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ નિવેદન દેશમાં પોલીસ અધિકારીના હાથે જૉર્જ ફ્લૉયડના નિધનના…

The post અમેરિકા ફાંસીવાદ વિરોધી સંગઠન ANTIFA ને આતંકવાદી સંગઠન જાહેર કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમેરિકાના મિનેપોલિસમાં પોલીસ કસ્ટડીમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં હિંસક દેખાવ આખા અમેરિકામાં ફેલાયું છે. આપને જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ નિવેદન દેશમાં પોલીસ અધિકારીના હાથે જૉર્જ ફ્લૉયડના નિધનના અંદાજે એક અઠવાડિયા બાદ સામે આવ્યું છે.

એન્ટીફાને આતંકી સંગઠન જાહેર કરવાની વાતને લઈ ડોનાલ્ડ ટ્રંપે ટ્વિટર પર લખ્યું, સંયુકત રાજ્ય અમેરિકા એન્ટીફાને એક આતંકવાદી સંગઠન જાહેર કરશે.એન્ટીફા સંગઠનમાં રાજ્યોના ડાબેરી જૂથ સામેલ છે.

Loading

The post અમેરિકા ફાંસીવાદ વિરોધી સંગઠન ANTIFA ને આતંકવાદી સંગઠન જાહેર કરશે: ડોનાલ્ડ ટ્રમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/us-will-declare-anti-capitalist-group-antifa-a-terrorist-organization-donald-trump/1040/feed/ 0 1040