JasdanNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jasdannews/ News for India Sat, 19 Jun 2021 18:01:05 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png JasdanNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jasdannews/ 32 32 174330959 જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/ http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/#respond Sat, 19 Jun 2021 17:59:20 +0000 https://revoltnewsindia.com/%e0%aa%9c%e0%aa%b8%e0%aa%a6%e0%aa%a3-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%97%e0%aa%a2%e0%aa%a1%e0%ab%80%e0%aa%af%e0%aa%be-%e0%aa%97%e0%aa%be/ કોરાના Corona કાળે લોકોને ઓકસીજનનું મહત્વ સમજાયું છે. વિશ્વ આખું જયારે કલાઇમેટ ચેન્જની અસરથી ગ્રસ્ત છે. ત્યારે વાયુ પ્રદુષણ ઘટે તથા ભાવિ પેઢીને શુધ્ધ Oxygen ઓકસીજનયુકત વાતાવરણ મળે અને પર્યાવરણીય…

The post જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરાના Corona કાળે લોકોને ઓકસીજનનું મહત્વ સમજાયું છે. વિશ્વ આખું જયારે કલાઇમેટ ચેન્જની અસરથી ગ્રસ્ત છે. ત્યારે વાયુ પ્રદુષણ ઘટે તથા ભાવિ પેઢીને શુધ્ધ Oxygen ઓકસીજનયુકત વાતાવરણ મળે અને પર્યાવરણીય સંતુલન સધાય તે માટે ગ્રામ્ય કક્ષાએથી લોકોને સહભાગી બનાવવાના પ્રયત્નો થાય તે જરૂરી છે. રાજયના પાણી પુરવઠામંત્રી Kunvarji Bavaliya કુંવરજી બાવળીયાએ જસદણ Jasdan તાલુકાના ગઢડીયા ખાતેથી “મારૂં ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરી હતી.

ગઢડીયા ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરતા મંત્રી કુંવરજી બાવળીયાએ ગામની તમામ ખુલ્લી જગ્યાઓમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા ગામલોકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષોને પણ પુજવામાં આવે છે. ત્યારે આ વૃક્ષોનું આરોપણ જતન અને સંવર્ધનએ ગ્રામજનોની નૈતિક જવાબદારી બને છે. ગ્રામલોકો ગામના પાદરમાં, રસ્તાની બન્ને બાજુ, ઘરના આંગણામાં તથા સ્કુલ, પંચાયતઘર, કોમ્યુનિટી હોલ, મંદિર જેવા જાહેર સ્થળોએ વૃક્ષો વાવી તેને ઉછેરી સુંદર અને રળીયામણું ગ્રામ બનાવે. ખેડૂતો પોતાના શેઢાપાળે આંબળા, જાંબુ, સરગવો, બદામ જેવા વૃક્ષોનું વાવેતર કરી વધારાની આવક પણ રળી શકે છે.

ખાસ કરીને ‘‘મીશન મંગલમ’’ અંતર્ગત સખીમંડળોની બહેનો અને ‘‘મનરેગા’’ હેઠળ શ્રમીકો પણ વૃક્ષારોપણ દ્વારા ઘર આંગણે આવક રળી શકે છે.

મંત્રી બાવળીયાએ આ અભિયાન અંતર્ગત જસદણ વિધાનસભા મતવિસ્તારના તમામ ગામોમાં તબ્બકાવાર ઓછામાં ઓછા 105 વૃક્ષોનું વાવેતર થાય તેવા લક્ષ્યાંક સાથે શરૂ કરેલા આ અભિયાનમાં સરકારના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત રેવન્યુ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, આશાવર્કરો, સખીમંડળોની બહેનો, આંગણવાડી કાર્યકરો સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ, મહિલામંડળો અને સ્વૈચ્છિક સંસ્થા તથા ગ્રામજનોને સહભાગી બનાવી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટેની ઝૂંબેશનો ગઢડીયા ખાતેથી પ્રારંભ કર્યો છે.

આ પ્રસંગે મંત્રી બાવળિયાએ કોરોના સંક્રમણ સમયમાં પોતાની જિંદગી દાવ પર લગાવી લોકોની સેવા કરનાર આરોગ્ય કર્મીઓ અને તમામ સહભાગી લોકોને બિરદાવ્યા હતા. તેઓએ કોરોનાની રસી એ એક માત્ર કોરોના સામેનું સુરક્ષા કવચ હોઇ કોઇ પણ જાતની અફવાથી દુર રહેવા અને ગ્રામજનોને સવેળાએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી કોરોના સામેના રાજય સરકારના અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી.

પ્રાંત અધિકારી ગળચરે લોકોને અભિયાનમાં સહભાગી બની હરીયાળું ગ્રામ બનાવવા ગ્રામલાકોને વુક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું જતન અને સંવર્ધન કરવા અનુરોધ કરતા પ્રાચીન વેદ અને ધાર્મિક આધારોના ઉલ્લેખ સાથે વૃક્ષોનું માનવજીવનમાં મહત્વ વિશે ઉપસ્થિતોને વિગતવાર માહિતી આપી હતી.

આ તકે મંત્રીએ પાણી, વિજળી, શિક્ષણ, આરોગ્ય સહિતના વિકાસ કામો અંગેના ગ્રામજનોના પ્રશ્નોની સમીક્ષા કરી સ્થળ પર નિરાકરણ કર્યું હતું.

કાર્યક્રમના અંતે સરપંચ, મહાનુભાવો અને ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ફુલ છોડના રોપાઓનું વિતરણ પણ મંત્રી બાવળીયા અને મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગઢડીયા સહીત આસપાસના ગામના સરપંચશ્રીઓ, નાયબ તાલુકા વિકાસ અધિકારી પરમાર, વનવિભાગના અધિકારીઓ માલમ, તથા એસ.આર.રાઠવા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, આશાવર્કરો, સખી મંડળની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જસદણ તાલુકામાં ગઢડીયા ઉપરાંત ગોખલાણા, શીવરાજપુર, માધવીપુર ગોંડલાધાર, વડોદ, નવાગામ અને આંબરડી ગામે પણ “મારૂં ગામ હરિયાળુ ગામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

Loading

The post જસદણ તાલુકામાં ગઢડીયા ગામે વૃક્ષારોપણ દ્વારા “મારૂ ગામ હરીયાળુ ગામ” અભિયાનની શરૂઆત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/water-supply-minister-kunwarji-bawliya-launching-maru-gaam-hariyalu-gaam-campaign-by-planting-trees-in-gadhadia-village-in-jasdan-taluka/1776/feed/ 0 1776
જસદણ માર્કેટીંગ યાર્ડ સામેથી વિદેશી દારૂ ભરેલી સ્કોડા ઓકટીવા કાર પકડી પાડતી રાજકોટ રૂરલ LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seize-skoda-octiva-car-laden-with-foreign-liquor-in-front-of-jasdan-marketing-yard/1573/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seize-skoda-octiva-car-laden-with-foreign-liquor-in-front-of-jasdan-marketing-yard/1573/#respond Fri, 05 Mar 2021 04:19:49 +0000 http://revoltnewsindia.com/%e0%aa%9c%e0%aa%b8%e0%aa%a6%e0%aa%a3-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95%e0%ab%87%e0%aa%9f%e0%ab%80%e0%aa%82%e0%aa%97-%e0%aa%af%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1-%e0%aa%b8%e0%aa%be/ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા દારૂ-જુગારની બદી નાબુદ કરવા અંગે સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ. એ.આર. ગોહીલના માર્ગદર્શન…

The post જસદણ માર્કેટીંગ યાર્ડ સામેથી વિદેશી દારૂ ભરેલી સ્કોડા ઓકટીવા કાર પકડી પાડતી રાજકોટ રૂરલ LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા દારૂ-જુગારની બદી નાબુદ કરવા અંગે સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ. એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB ને લગતી કામગીરીમાં હતા તે દરમિયાન પો.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા તથા ભાવેશભાઇ મકવાણા ને હકિકત મળેલ કે વિદેશી દારૂ ભરેલી એક સીલ્વર કલરની સ્કોડા ઓક્ટીવીઆ કાર Jasdan જસદણ તરફ જવાની છે. તેવી હકીકત મળતા કારની વોચમાં રેહતા, કાર વિંછીયા તરફથી આવતા તેને રોકાવી રોડની સાઈડમાં ઉભી રખાવેલ હતી.

કારની CNG ટાંકીમાં છૂપાવવામાં આવ્યો હતો વિદેશી દારૂ

કારમાં કાર ચાલક સહીત ત્રણ ઈસમો હતા તેમજ ગાડીની ઝીણવટભરી તપાસ કરતા પાછળની ડેકીમાં સી.એન.જી.ક્યુલ ટેન્ક હોય જે CNG કનેકશન વીનાની ખાલી હોય જેને ફેરવી જોતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી.

તેમજ તેની નિચેના ભાગે ડેકીમાં સ્પેર વ્હિલની જગ્યાથી બમ્પરની અંદરના નિચેના ભાગે પતરાનું ખાનું બનાવેલ હોય જેમાંથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી. જેથી આવુ કેફી પ્રવાહી પોતાના કબજામાં રાખવા અંગે કોઈ પાસ-પરમીટ કે આધાર નહી હોવાનું જણાવતા ત્રણેય ઈસમોની ઝડતી કરવામાં આવીહતી.

પકડાયેલ આરોપીઓ:

(1) બાલકીશન સુબેસીંગ ખોલા (2) ક્રિશન નવરતન શર્મા (3) ગૌરવભાઇ ઉર્ફે ગોવો રમેશભાઇ કુકડીયા

કુલ કિ.રૂ. 4,15,480/- કબજે કરવામાં આવ્યો

કબજે કરેલ મુદામાલ આ મુજબ હતો:

એક સ્કોડા ઓકટીવા કાર કિંમત 2,00,000/-

જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 156 ની કિ.રૂ. 1,99,980/-

મોબાઈલ નંગ – 4 કિ.રૂ.15,500/-

કામગીરી કરનાર ટીમ

આ કામગીરીમાં Rajkot Rural LCB ના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. વી.એમ. કોલાદરા તથા પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, પો.કોન્સ. રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

રિપોર્ટ: અશોકભાઈ ભરવાડ, જેતપુર

Loading

The post જસદણ માર્કેટીંગ યાર્ડ સામેથી વિદેશી દારૂ ભરેલી સ્કોડા ઓકટીવા કાર પકડી પાડતી રાજકોટ રૂરલ LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seize-skoda-octiva-car-laden-with-foreign-liquor-in-front-of-jasdan-marketing-yard/1573/feed/ 0 1573
જસદણમાંથી પકડાઈ ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી http://revoltnewsindia.com/duplicate-english-liquor-factory-seized-from-jasdan/1532/ http://revoltnewsindia.com/duplicate-english-liquor-factory-seized-from-jasdan/1532/#respond Sun, 21 Feb 2021 17:01:11 +0000 https://revoltnewsindia.com/%e0%aa%9c%e0%aa%b8%e0%aa%a6%e0%aa%a3%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%aa%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%88-%e0%aa%a1%e0%ab%81%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%ab%80%e0%aa%95%e0%ab%87/ જસદણના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શોધી કાઢવામાં આવી. રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી દારૂ બનાવવાની મીની ફેકટરી અને ચાર આરોપીઓ પણ ઝડપી…

The post જસદણમાંથી પકડાઈ ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જસદણના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શોધી કાઢવામાં આવી. રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી દારૂ બનાવવાની મીની ફેકટરી અને ચાર આરોપીઓ પણ ઝડપી પાડવામાં આવ્યા.

કુલ 9,34,910/- નો મુદ્દામાલ ઝડપી પડાયો

રહેણાક મકાનમાં ચાલતી હતી દારૂ બનાવવાની મીની ફેક્ટરી. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રાજકોટ રૂરલ લૉકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી.

રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેકટરી

જસદણના સોમપીપળીયા ગામે દિનેશભાઇ કુકાભાઈ ડાભીના રહેણાંક મકાનમાં રાજકોટ રૂરલ એલ.સી.બી. એ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની મીની ફેક્ટરી ચલાવતા ચાર ઇસમોને ઝડપી પાડેલ હતા. જેમાં આ મુજબ મુદામાલ કરવામાં આવ્યો હતો. ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી રૂ. 53,600/-, તૈયાર વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-1394 કિંમત રૂ. 1,56,250/- , બેરલ અને કેરબામાં રહેલ વિદેશી દારૂ લીટર- 910 કિ.રૂ. 3,64,000/-, વાહન સ્વીફટ કાર એક કિ.રૂ. 3,00,000/-, મોબાઇલ ફોન નંગ-03 કિ.રૂ. 61,000/-, કુલ કિ.રૂ. 9,34,910/- નો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ. (1) દિનેશભાઇ કુકાભાઇ ડાભી,ઉ.વ.24, રહે.સોમપીપળીયા ગામ, તા.વિછીયા, જી.રાજકોટ (2) પંકજ માનજી પાટીદાર ઉવ.35 રહે.ગામ- સુરપુર તા.જી. ડુંગરપુર રાજ્ય- રાજસ્થાન (3) સુરેશ જાંગીડ ઉવ.24 રહે.ગોકુલપુર, હનુમાન મંદિર પાસે શેરપુર તા.બેહરોડ જી.અલવર રાજય- રાજસ્થાન. (4) હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા ઉવ. 34 રહેવાસી હાલ. વિંછીયા પોલીસ સ્ટેશન સામે, બાપા સીતારામ સોસાયટી, તા.વીછીયા, મુળ. ગામ. મોટા હડમતિયા, તા.વિંછીયા, જી.રાજકોટ.

આરોપીઓમાં મોટાભાગના રાજસ્થાની મૂળના હોવાનું સામે આવ્યું છે.

હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા પોતાના મળતીયાઓ સાથે મળીને ડુપ્લીકેટ વિદેશી દારૂનો બનાવવાનો કલર, સીલ કરવા માટેના મશીન, ખાલી બોટલો, તથા બોટલ પર ઢાંકણા તથા સીલ, કેમીકલ તથા બોટલ પર લગાવવાના સ્ટીકર વગેરે જેવો કાયો માલ બહારના રાજ્યમાંથી મંગાવી અહિ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચવાની ટેવ વાળો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

(1) હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા વિરૂદ્ધ અગાઉ ભાડલા પો.સ્ટે.માં પ્રોહીબીશનના એક ગુનામાં અટક કરવા પર બાકી છે. તેમજ અન્ય ત્રણ ગુન્હો ઓ પણ તેમના વિરૂદ્ધ દાખલ થયેલ છે. (2) પંકજ માનજી પાટીદાર વિરૂદ્ધ પણ રાજસ્થાનમાં રાજ્યમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના કેશ થયેલ છે.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. વી.એમ. કોલાદરા તથા પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, પો.કોન્સ. રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, મેહુલભાઇ સોનરાજ, રસીકભાઇ જમોડ, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઈ દવે વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

જાહેરાત…

Loading

The post જસદણમાંથી પકડાઈ ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/duplicate-english-liquor-factory-seized-from-jasdan/1532/feed/ 0 1532