જસદણ માર્કેટીંગ યાર્ડ સામેથી વિદેશી દારૂ ભરેલી સ્કોડા ઓકટીવા કાર પકડી પાડતી રાજકોટ રૂરલ LCB પોલીસ

SHARE THE NEWS

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા દારૂ-જુગારની બદી નાબુદ કરવા અંગે સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ. એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB ને લગતી કામગીરીમાં હતા તે દરમિયાન પો.કોન્સ. પ્રણયભાઇ સાવરીયા તથા ભાવેશભાઇ મકવાણા ને હકિકત મળેલ કે વિદેશી દારૂ ભરેલી એક સીલ્વર કલરની સ્કોડા ઓક્ટીવીઆ કાર Jasdan જસદણ તરફ જવાની છે. તેવી હકીકત મળતા કારની વોચમાં રેહતા, કાર વિંછીયા તરફથી આવતા તેને રોકાવી રોડની સાઈડમાં ઉભી રખાવેલ હતી.

કારની CNG ટાંકીમાં છૂપાવવામાં આવ્યો હતો વિદેશી દારૂ

કારમાં કાર ચાલક સહીત ત્રણ ઈસમો હતા તેમજ ગાડીની ઝીણવટભરી તપાસ કરતા પાછળની ડેકીમાં સી.એન.જી.ક્યુલ ટેન્ક હોય જે CNG કનેકશન વીનાની ખાલી હોય જેને ફેરવી જોતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી.

તેમજ તેની નિચેના ભાગે ડેકીમાં સ્પેર વ્હિલની જગ્યાથી બમ્પરની અંદરના નિચેના ભાગે પતરાનું ખાનું બનાવેલ હોય જેમાંથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી. જેથી આવુ કેફી પ્રવાહી પોતાના કબજામાં રાખવા અંગે કોઈ પાસ-પરમીટ કે આધાર નહી હોવાનું જણાવતા ત્રણેય ઈસમોની ઝડતી કરવામાં આવીહતી.

પકડાયેલ આરોપીઓ:

(1) બાલકીશન સુબેસીંગ ખોલા (2) ક્રિશન નવરતન શર્મા (3) ગૌરવભાઇ ઉર્ફે ગોવો રમેશભાઇ કુકડીયા

કુલ કિ.રૂ. 4,15,480/- કબજે કરવામાં આવ્યો

કબજે કરેલ મુદામાલ આ મુજબ હતો:

એક સ્કોડા ઓકટીવા કાર કિંમત 2,00,000/-

જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 156 ની કિ.રૂ. 1,99,980/-

મોબાઈલ નંગ – 4 કિ.રૂ.15,500/-

કામગીરી કરનાર ટીમ

આ કામગીરીમાં Rajkot Rural LCB ના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. વી.એમ. કોલાદરા તથા પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, પો.કોન્સ. રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

રિપોર્ટ: અશોકભાઈ ભરવાડ, જેતપુર

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *