JayeshRadadiya Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/jayeshradadiya/ News for India Sat, 26 Mar 2022 10:49:47 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png JayeshRadadiya Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/jayeshradadiya/ 32 32 174330959 જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/ http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/#respond Sat, 26 Mar 2022 10:39:32 +0000 http://revoltnewsindia.com/?p=7223 ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી

The post જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા લોકો

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા પણ બાબાસાહેબ ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવા માટે માંગ કરી ચુક્યા છે

ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. 9879914491

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત સમાજ દ્વારા સરકારી કચેરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા માટે મુખ્યમંત્રી ને ભલામણપત્ર લખી આપવા રજુઆત કરવામાં આવી

મહિલાઓ, વંચિતો, દબાયેલ, કાચડાયેલ વર્ગના મસીહા સમાજ સુધારક તેમજ દેશના પ્રથમ કાયદામંત્રી અને વિશ્વવિભૂતિ ભરાતરત્ન એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશને બંધારણ આપી દેશના તમામ નાગરિકોને ગૌરવ અનુભવ થાય તેવી આદર્શ લોકશાહીની ભેટ આપી છે.

ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં મહાન વિભૂતિઓની તસ્વીર પ્રદર્શિત કરવા માટે જે ઠરાવ પસાર કરવામાં આવેલ છે તે ઠરાવમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરનું નામ ન હોવાથી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવા માટે અનુસૂચિત જાતિના જાગૃત  આગેવાનોએ ખુબ સંઘર્ષ વેઠવો પડતો હોય છે.

અને અમુક સરકારી કચેરીઓમાં અધિકારીની બદલી થાય ત્યારે અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર હટાવી વિશ્વ વિભૂતિ એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કરવામાં આવતું હોય છે. ત્યારે બાબાસાહેબ આંબેડકરના સમર્થકોની લાગણી દુભાય છે અને ત્યારે સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.

જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તત્કાલિક ધોરણે હકારાત્મક નિર્ણય લઇ આગામી 14, એપ્રિલ 2022 એટલે કે  ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા વિધિવત ઠરાવ પસાર કરી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવામાં આવે તેવી 74 જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા ને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા પણ રજૂઆત ગંભીરતાથી સાંભળવામાં આવી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી પણ આપવામાં આવી હતી.

Loading

The post જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/feed/ 0 7223
એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/ http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/#respond Tue, 19 Oct 2021 08:51:27 +0000 http://revoltnewsindia.com/?p=3792 “બાતે કમ, કામ જ્યાદા, યહી હૈ રાદડિયા કા વાદા” જેતપુર (Jetpur) નો દાસીજીવણપરા (Dasijivanpara) વિસ્તાર એક એવો વિસ્તાર છે, જયાં લોકો વર્ષોથી સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત હતા. ઘણા નેતાઓ આવીને…

The post એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

“બાતે કમ, કામ જ્યાદા, યહી હૈ રાદડિયા કા વાદા”

જેતપુર (Jetpur) નો દાસીજીવણપરા (Dasijivanpara) વિસ્તાર એક એવો વિસ્તાર છે, જયાં લોકો વર્ષોથી સારા રોડ-રસ્તાની સુવિધાથી વંચિત હતા. ઘણા નેતાઓ આવીને ગયા પરંતુ એક વાર પણ સંતોષકારક કામ થયું ન હતું. પરંતુ તે જ વિસ્તારના જાગૃત યુવાન તરુણ પારધી (Tarun Parghi) ની એક બેઠકમાં ચોટદાર રજુઆતમાં વિસ્તારને પડતી હાલાકી સુંદર રીતે વર્ણવી હતી. જેને ધ્યાને લઈને બીજે દિવસે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા (MLA Jayesh Radidiya) એ રોડ-રસ્તાનું (Road) કામકાજ શરૂ કરાવી આપ્યું હતું.

ગત રવિવારના દિવસે અનુ.જાતિ સમાજના આગેવાનો નવાગઢ ચોકડી ખાતે આવેલ બાબા સાહેબના સ્ટેચ્યુ બાબતે જયેશભાઇ રાદડિયા તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા સાથે બેઠક કરી હતી.

Photo: અનુ.જાતિ સમાજના આગેવાનોની MLA જયેશ રાદડિયા સાથે થયેલ મિટિંગ

જેમાં લાખાભાઈ સૌંદરવા, કાળા ભાઈ ચાવડા, કાંતિભાઈ વેગડા, જીતુભાઇ પારધી સહિતના આગેવાનો હાજર હતા. તે સમયે જેતપુર શહેર/તાલુકા ફુલે-આંબેડકર મિશનની ટીમના યુવાનો પણ બેઠકમાં જોડાયા હતા.

તે દરમિયાન જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-1 દાસીજીવણ પરા (નવાગઢ ધાર)ના જાગૃત યુવાન તરૂણ પારધીએ પોતાના વિસ્તારના લોકોને પડતી હાલકીથી વાકેફ કરાવ્યા હતા. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ સુરેશભાઈએ જયેશભાઈ રાદડિયાની સૂચના મુજબ તત્પરતા દર્શાવી હતી. અને બીજા જ દિવસે કામ શરૂ કરાવીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને યુવાનોમાં એક અનોખો જોશ ભર્યો હતો.

Photo: દાસીજીવણપરામાં કામગીરી શરૂ કરતી જેતપુર પાલિકા

યુવાનોની મંગણીઓ પુરી કરવાનો વિશ્વાસ અપાવતા જયેશ રાદડિયા

14 એપ્રિલ 2022 પહેલા બાબા સાહેબની પ્રતિમાની નવીનીકરણની માંગ કરતા ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના યુવાનોએ રજુઆત કરી હતી કે હાલ જે જેતપુરના સરદાર ગાર્ડન પાસે બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે.

ત્યાં પરિસરની જગ્યા વધારવામાં આવે અને ચડવા-ઉતરવા સહિતની સિડીઓ બનાવી રીનોવેશન કરવામાં આવે અને કાયમી લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે. તે સમયે જયેશભાઈ રાદડિયા સહિત સુરેશભાઈ સખરેલીયાએ આ બાબતને પણ ધ્યાને લઇ આગામી 14 એપ્રિલ પેલા કામ-કાજ પૂર્ણ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

આ પણ વાંચો:

Loading

The post એક યુવાનની રજૂઆતના બીજા જ દિવસે MLA જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપી અનોખું ઉદાહરણ આપ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-very-next-day-after-the-introduction-of-a-young-man-mla-jayesh-radadia-reacted-and-gave-a-unique-example/3792/feed/ 0 3792
Rajkot: વર્ષ 2010ના કેસમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત 80 લોકોને નિર્દોષ જાહેર કરતી જેતપુર કોર્ટ http://revoltnewsindia.com/jetpur-court-acquits-80-people-including-former-mp-vitthalbhai-radadia-in-2010-case/3111/ http://revoltnewsindia.com/jetpur-court-acquits-80-people-including-former-mp-vitthalbhai-radadia-in-2010-case/3111/#respond Tue, 21 Sep 2021 10:39:10 +0000 https://revoltnewsindia.com/?p=3111 જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ GETCO 400 KV Sub station ઓફીસે 2010ની સાલમાં ખેડૂતોના વિદ્યુત પુરવઠાના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા અને જે તે સમયના કોંગ્રેસ પક્ષના સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા અને તેમની સાથે આ…

The post Rajkot: વર્ષ 2010ના કેસમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત 80 લોકોને નિર્દોષ જાહેર કરતી જેતપુર કોર્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
ફાઈલ ફોટો: પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા

જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ GETCO 400 KV Sub station ઓફીસે 2010ની સાલમાં ખેડૂતોના વિદ્યુત પુરવઠાના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા અને જે તે સમયના કોંગ્રેસ પક્ષના સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા અને તેમની સાથે આ રજૂઆતમાં જોડાયેલ તેમજ હાલના રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડમના ચેરમેન દિનેશભાઈ ભુવા , રવજીભાઈ ભેસાણીયા, જેતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સુરેશ ક્યાળા વિગેરે કુલ 80 લોકો ઉપર IPC મુજબનો ગુન્હો દાખલ કરી કોર્ટમાં કેશ ચાલતા  તમામ આરોપીઓને જેતપુરની નામદાર કોર્ટ  દ્વારા નિર્દોષ જાહેર કરવા આવ્યા હતા.

ફોટો: ડાબેથી વકીલ જીતેન્દ્ર પી. પારઘી અને પ્રફુલ્લ અપારનાથી

આરોપીઓ તરફે વકીલ અને જેતપુર બાર એશોશિએશનના પ્રમુખ જીતેન્દ્ર પી પારઘી તથા પ્રફુલ્લ અપારનાથીએ ધારદાર દલીલો  કરેલ અને પોતાની દલીલોને સમર્થન કરતા કેટલાંક જજમેંટો પણ કોર્ટ સમક્ષ રજૂ રાખ્યા હતા. પરિણામ સ્વરૂપ તમામ આરોપીઓને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

જુઓ વિડિઓ:-

આ પણ વાંચો

Loading

The post Rajkot: વર્ષ 2010ના કેસમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત 80 લોકોને નિર્દોષ જાહેર કરતી જેતપુર કોર્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-court-acquits-80-people-including-former-mp-vitthalbhai-radadia-in-2010-case/3111/feed/ 0 3111
ધોરાજીમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈના નામે રોડનો શુભારંભ http://revoltnewsindia.com/inauguration-of-road-in-the-name-of-former-mp-vitthalbhai-in-dhoraji/1454/ http://revoltnewsindia.com/inauguration-of-road-in-the-name-of-former-mp-vitthalbhai-in-dhoraji/1454/#respond Sun, 27 Dec 2020 08:30:10 +0000 http://revoltnewsindia.com/%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%b8%e0%aa%be%e0%aa%82%e0%aa%b8%e0%aa%a6-%e0%aa%b5%e0%aa%bf/ Rajkot જિલ્લાના Dhorajiમાં આજે પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાની કાયમી સ્મૃતિ માટે એક રોડનું નામકરણ વિઠ્ઠલ રાદડિયા માર્ગ કરવામાં આવેલ છે. ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે ધોરાજીના સ્ટેશન રોડ…

The post ધોરાજીમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈના નામે રોડનો શુભારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>
  • Rajkot જિલ્લાના Dhorajiમાં આજે પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાની કાયમી સ્મૃતિ માટે એક રોડનું નામકરણ વિઠ્ઠલ રાદડિયા માર્ગ કરવામાં આવેલ છે.
  • ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે ધોરાજીના સ્ટેશન રોડ ને વિઠ્ઠલ રાદડિયા માર્ગ તરીકે નામકરણ કરની ને ખુલ્લો મુકવામા આવેલ હતો.
  • આ પ્રંસગે ધોરાજીના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર રહ્યા હતા, Saurashtra માં જેને ખેડૂત નેતા તરીકે નામના મળી અને ખેડૂતો માટે ખુબ મોટી કામગીરી કરી એવા ભૂતપૂર્વ સાંસદ સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ને કાયમ યાદ કરી શકાય તે માટે તેના રાજકીય કારકિર્દી જ્યાંથી શરૂ કરી તેના તેના કાર્ય ક્ષેત્ર ધોરાજી માં આજે તેના નામને કાયમ યાદ રહે તે માટે ધોરાજી ના સ્ટેશન રોડ ને તેનું નામ આપી ને કાયમી અમર બનાવવા માં આવ્યું હતું.
  • રાજકોટ જિલ્લાના ધોરાજીના મુખ્ય માર્ગ એવા ધોરાજી સ્ટેશન રોડ ને નવનિર્મિત બનાવ્યા બાદ અને શહેર ના હૃદય સમા એવા ધોરાજીના સ્ટેશન રોડ ને, આજે ધોરાજી ના સ્ટેશન રોડ ને વિઠ્ઠલભાઈ રાદડિયા ને હંમેશા માટે યાદ કરવા માં આવશે, વિઠ્ઠલભાઈ રાદડિયા એ એક સામાન્ય વ્યક્તિ તરીકે ની જિંદગી શરૂ કરીને રાજકીય ક્ષેત્રે એક આગવી આભા ઉભી કરી હતી.
  • જેમાં તેવો દ્વારા ખેડૂતો માટે સહકારી ક્ષેત્રે ક્રાંતિ શરૂ કરી હતી, ખેડૂતો માટે સહકારી મંડળી માં ધિરાણ સહીત ની યોજના ઓ શરૂ કરી ને ખાસ વ્યવસ્થા કરી હતી સાથે રાજકીય ક્ષેત્રે હંમેશા અગ્રસર અને પ્રભાવી રહેલા વિઠ્ઠલ રાદડિયા ના નામ ને ધોરાજી ના એક રોડ સાથે તેમનું નામ જોડવા માં આવેલ હતું, આ રોડ ના નામકરણ કામે ગુજરાત ના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા અને કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ની હાજરી માં કરવા માં આવેલ હતું અને આ તકે બંને વ્યક્તિ એ વિઠ્ઠલભાઈ એ કરેલ કામો ને યાદ કરી ને તેને બિરદાવ્યા હતા.
  • રિપોર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી

Loading

The post ધોરાજીમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈના નામે રોડનો શુભારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/inauguration-of-road-in-the-name-of-former-mp-vitthalbhai-in-dhoraji/1454/feed/ 0 1454