Rajkot: વર્ષ 2010ના કેસમાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિત 80 લોકોને નિર્દોષ જાહેર કરતી જેતપુર કોર્ટ

SHARE THE NEWS
ફાઈલ ફોટો: પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા

જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ GETCO 400 KV Sub station ઓફીસે 2010ની સાલમાં ખેડૂતોના વિદ્યુત પુરવઠાના પ્રશ્નોની રજૂઆત કરવા ગયેલા અને જે તે સમયના કોંગ્રેસ પક્ષના સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા અને તેમની સાથે આ રજૂઆતમાં જોડાયેલ તેમજ હાલના રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડમના ચેરમેન દિનેશભાઈ ભુવા , રવજીભાઈ ભેસાણીયા, જેતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સુરેશ ક્યાળા વિગેરે કુલ 80 લોકો ઉપર IPC મુજબનો ગુન્હો દાખલ કરી કોર્ટમાં કેશ ચાલતા  તમામ આરોપીઓને જેતપુરની નામદાર કોર્ટ  દ્વારા નિર્દોષ જાહેર કરવા આવ્યા હતા.

ફોટો: ડાબેથી વકીલ જીતેન્દ્ર પી. પારઘી અને પ્રફુલ્લ અપારનાથી

આરોપીઓ તરફે વકીલ અને જેતપુર બાર એશોશિએશનના પ્રમુખ જીતેન્દ્ર પી પારઘી તથા પ્રફુલ્લ અપારનાથીએ ધારદાર દલીલો  કરેલ અને પોતાની દલીલોને સમર્થન કરતા કેટલાંક જજમેંટો પણ કોર્ટ સમક્ષ રજૂ રાખ્યા હતા. પરિણામ સ્વરૂપ તમામ આરોપીઓને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

જુઓ વિડિઓ:-

આ પણ વાંચો

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *