NewsJamnagar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/newsjamnagar/ News for India Fri, 29 Oct 2021 14:24:12 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png NewsJamnagar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/newsjamnagar/ 32 32 174330959 Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/ http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/#respond Fri, 29 Oct 2021 14:22:38 +0000 https://revoltnewsindia.com/?p=4190 જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા…

The post Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા તમામ કર્મચારીઓનો ઓકટોબર મહિનાનો પગાર વહેલો કરી દેવાતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. વર્ગ-4ના તમામ કર્મચારીઓને નિયમ મુજબ બોનસ (Bonus)ની પણ ચૂકવણી કરી દેવામા આવી છે.

જામનગર મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને દિવાળીના તહેવાર અનુસંધાને આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓનો પહેલો પગાર કરી દેવામાં આવ્યો છે, તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને પગાર સાથે વર્ગ-4ના કર્મચારીઓને પગાર સાથે બોનસ પણ આપવામાં આવ્યું છે.

તેમાં આસિસ્ટન્ટ કમિશનર ડો ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કરાયેલા વધારાની જાહેરાતનો પ્રથમ હપ્તો પણ જામનગર મનપા દ્વારા ચૂકવી આપવામા આવ્યો છે. વર્ગ-4ના 276 કર્મચારીઓ ઉપરાંત રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને પણ નિયમ મુજબ બોનસની ચૂકવણી કરી દેવામા આવી છે.

રિપોર્ટ: વિરલ સોની,જામનગર.

Loading

The post Jamnagar: દિવાળીના તહેવારોના કારણે મનપાના કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર વહેલો ચૂકવાયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-due-to-diwali-festivities-the-salaries-of-manpa-employees-were-paid-early-in-october/4190/feed/ 0 4190
Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/ http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/#respond Fri, 29 Oct 2021 14:06:19 +0000 https://revoltnewsindia.com/?p=4186 જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી…

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર (Application) અપાયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નેચરલ કેલામીટી એકટ દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં અમલમાં છે.

સરકારે આ કાયદાનો અમલ બંધ થયાની કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. આ કાયદો અમલમાં હોવાથી તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ. પરંતુ તેના બદલે અત્યારે તો વાડ ચીભડાં ગળે તેવી સ્થિતિમાં ખૂદ સરકારે જ ખેડૂતોના અધિકાર પર કાતર મૂકી દીધી હોય તેમ આ કાયદાઓને કોરાણે મૂકી દીધા છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/feed/ 0 4186
Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/ http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/#respond Fri, 29 Oct 2021 13:57:34 +0000 https://revoltnewsindia.com/?p=4181 Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનોમામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ…

The post Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો
મામલો સામે આવતા કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારમાં અને વોર્ડમાં ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર (Corruption) નો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અધિકારીઓની મિલિભગતના કારણે આ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરાયો હતો. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામની રજુઆતને લઈને મનપાના ડે. કમિશનરએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી અને સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી.

જામનગરમાં ભુગર્ભ ગટરની સુવિધાની જગ્યાએ મોટી દુવિધા ઉભી કર્યા હોવાનો વિપક્ષી નેતાઓએ કર્યો છે. અને આ દુવિધા ઉભી કરનાર પાછળ જવાબદાર કોણ? તેવા અનેક સવાલ સામે આવ્યા છે. તેમજ ડે. કમિશનર દ્વારા આપેલા નિવેદનને, ઉલ્ટા ચોર કોતવાલ કો દંડે  જેવો ઘાટ સર્જાયાનું જણાવીઆગામી સમયમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરે તો હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભુગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ દ્વારા કમિશનર કચેરી બહાર હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ માંગણી કરાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ અંગે તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે પછી વિપક્ષ હાઇકોર્ટના શરણે જશે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

The post Jamnagar: ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/protests-by-congress-against-corruption-in-jamnagar-underground-sewer-works/4181/feed/ 0 4181
Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/ http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/#respond Fri, 29 Oct 2021 13:37:40 +0000 https://revoltnewsindia.com/?p=4176 જામનગર (Jamnagar)  સાંસદ (Member of Parliament)  પૂનમબેન માડમ (Poonamben Maadam) ના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ, જામનગર ખાતે ભારત સરકારની લીડ બેંક જામનગર દ્વારા મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું હતું. 14 બેંકો…

The post Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar)  સાંસદ (Member of Parliament)  પૂનમબેન માડમ (Poonamben Maadam) ના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ, જામનગર ખાતે ભારત સરકારની લીડ બેંક જામનગર દ્વારા મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું હતું.

14 બેંકો દ્વારા 41.77 કરોડની 1,390 લોન મંજૂર કરી વિતરણ કરવામાં આવ્યું

ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળ પી.એમ.એમ.વાય, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા લોન, પી.એમ.ઇ.જી.પી., એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વગેરે સરકારી યોજનાઓ અંતર્ગત કુલ 14 બેંકો (એસ.બી.આઈ., યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, આઇ.ડી.બી.આઇ. બેંક,

સી.બી.આઇ.,પી.એન.બી. આર.એસ.ઇ.ટી.આઈ વગેરે દ્વારા  1,390 લોન અરજીઓ ગ્રાહ્ય રાખી કુલ 41.77  કરોડ રૂપિયાની ધિરાણ મંજૂર કરી સાંસદ તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં નાના ઉદ્યોગો અને લઘુ વેપારીઓને માઠી અસરો પહોંચી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા તમામ બેંકોને લઘુ વેપારીઓ અને ઉદ્યોગને ફરીથી સશક્ત બનાવવા માટે ઝડપભેર લોન આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.

સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાતા લઘુ વ્યાપારીઓને સરકારનો સાથ મળ્યો છે. બેંકોના કામ લોકોના જીવન અને આર્થિક વ્યવહાર સરળ અને સુગમ બનાવવા માટે ધિરાણ વધારવાનું અને વિભિન્ન સરકારી યોજનાઓનું ત્વરિત અમલીકરણ કરે એ જરૂરી છે.

લોકોને સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેંશન યોજના જેવી યોજનાઓનો લાભ લોકોને સમજાવીને લેવા પ્રેરિત કરવા જોઈએ.

આ કેમ્પમાં વિવિધ બેંકનાં સ્ટોલ વચ્ચે બેસ્ટ સ્ટોલ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં બેંક.ઓફ.બરોડાનો સ્ટોલ વિજેતા બન્યો હતો, જેમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી.

આ મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઇ ચનીયારા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ,  ગોપાલભાઇ સોરઠીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, એ.પી.એમ.સી. જામનગરના પ્રેસિડેન્ટ  પ્રવિણસિંહ ઝાલા,

એસ.બી.આઈ.ના રાજકોટ મોડ્યુલ ડીજીએમ  વિનોદ અરોરા, બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ  અમરીંદરકુમાર, ડી.આર.ડી.એના નિયામક  રાજેન્દ્ર રાયજાદા, નાયક મ્યુનિ. કમિશનર  એ.કે.વસ્તાણી,એસ.બી.આઇ. જામનગરના એ.જી.એમ ભૂપેન્દ્ર રામાણી, લીડ બેંકના ચીફ મેનેજર  દીક્ષિત ભટ્ટ તથા ૧૨ બેંકોના અધિકારીઓ, વિવિધ વિસ્તારના કોર્પોરેટરઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવ્યો મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jamnagar-mega-credit-outreach-camp-organized-by-state-bank-of-india/4176/feed/ 0 4176