Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

SHARE THE NEWS

જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર (Application) અપાયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નેચરલ કેલામીટી એકટ દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં અમલમાં છે.

સરકારે આ કાયદાનો અમલ બંધ થયાની કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. આ કાયદો અમલમાં હોવાથી તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ. પરંતુ તેના બદલે અત્યારે તો વાડ ચીભડાં ગળે તેવી સ્થિતિમાં ખૂદ સરકારે જ ખેડૂતોના અધિકાર પર કાતર મૂકી દીધી હોય તેમ આ કાયદાઓને કોરાણે મૂકી દીધા છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

 802 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: