PowerSupply Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/powersupply/ News for India Fri, 29 Oct 2021 14:09:42 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png PowerSupply Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/powersupply/ 32 32 174330959 Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/ http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/#respond Fri, 29 Oct 2021 14:06:19 +0000 https://revoltnewsindia.com/?p=4186 જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી…

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) જિલ્લા અને કિસાન કોંગ્રેસ (Kissan Congress દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજમાં થઈ રહેલા અન્યાય અંગે તેમજ ખેડૂતોને પૂરા વોલ્ટેજ (Power supply) થી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર (Application) અપાયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર નેચરલ કેલામીટી એકટ દુષ્કાળગ્રસ્ત મેન્યુઅલ 2016 અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કાયદો પ્રવર્તમાન સમયમાં ગુજરાતમાં અમલમાં છે.

સરકારે આ કાયદાનો અમલ બંધ થયાની કોઈ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. આ કાયદો અમલમાં હોવાથી તેનો લાભ ખેડૂતોને મળવો જ જોઈએ. પરંતુ તેના બદલે અત્યારે તો વાડ ચીભડાં ગળે તેવી સ્થિતિમાં ખૂદ સરકારે જ ખેડૂતોના અધિકાર પર કાતર મૂકી દીધી હોય તેમ આ કાયદાઓને કોરાણે મૂકી દીધા છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: ખેડૂતોને પૂરા વોલ્ટેજથી દસ કલાક વીજળી આપવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/an-application-has-been-submitted-to-the-district-collector-with-a-demand-to-provide-ten-hours-electricity-to-the-farmers-at-full-voltage/4186/feed/ 0 4186
Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/ http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/#respond Mon, 25 Oct 2021 07:29:27 +0000 https://revoltnewsindia.com/?p=4007 આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ…

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>

આક્રોશ રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી સહાયની કરવામાં આવી માંગ

ધોરાજી (Dhoraji) માં અતિવૃષ્ટિ (Heavy rain) ની સહાય બાબતે ધોરાજી શહેર-તાલુકાનો સમાવેશ કરવા તથા સમય સર પૂરતો વીજ પુરવઠો (Power Supply) આપવા બાબત શહેરના જાહેરમાર્ગો પર આક્રોશ રેલી યોજી મુખ્યમંત્રી (Chief Minister) ને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ.

રાજકોટના ધોરાજી પંથકમાં થોડા સમય પહેલા પડેલ ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયેલ છે ત્યારે આ બાબતે અતિવૃષ્ટિની સહાય રાજ્ય સરકારે જાહેર કરી હતી. ત્યારે આ જાહેરાતમાં ધોરાજી તાલુકાના 30 ગામો માંથી ફક્ત 4 જેટલા જ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્યારે ધોરાજી શહેરના અને તાલુકાના ઘણા ખરા ગામો અને શહેરી વિસ્તારના ખેડૂતોને પણ આ રાહત પેકેજ માંથી બાકાત રાખવામાં આવેલ છે, ત્યારે આ બાબતે ખેડૂતો સરકારના રાહત પેકેજથી નારાઝ જોવા મળી રહ્યા છે.

આવી નારાજગીને લઈને અતિવૃષ્ટિમાં આખાય ધોરાજી તાલુકા 30 ગામોના ખેડૂતોના ઊભા પાકને ભયંકર નુકશાન થયેલ છે તેમ છતાં તંત્ર દ્વારા આ પંથકમાં જાણે યોગ્ય સર્વે કરાવવામાં ન આવતા ધોરાજી શહેરના અને ગ્રામ્યમાં પેકેજમાં સમાવેશ નથી થયો ત્યારે ખેડૂતો દ્વારા રોષ વ્યક્તમાં કરવામાં આવ્યો હતો.

અને રોષ સાથે ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલય ખાતેથી પ્રાંત અધિકારી કચેરી સુધી આક્રોશ રેલી કાઢી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી સહાયની માંગ કરી હતી.

આ સાથે હાલમાં ખેતીવાડીમાં કપાસ, એરંડા, તુવેર જેવા પાકોને પિયત આપવાની તાકીદે જરૂરિયાત છે અને કુવાઓમાં, બોરમાં પાણી છે છતાએ ખેડૂતો વીજળીના અભાવે ઊભા પાક ને પાણી આપી શકાય તેમ નથી. જેથી ઊભા પાકો સુકાય રહ્યા છે ત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે તેવી પણ માંગ પણ આ તકે કરવામાં આવી હતી.

રિપોર્ટ: આશિષ લાલકિયા, ધોરાજી (રાજકોટ).

Loading

The post Dhoraji: અતિવૃષ્ટિની સહાય અને વિજકાપને લઈને યોજવામાં આવી આક્રોશ રેલી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dhoraji-an-indignation-rally-was-organized-with-the-help-of-heavy-rains-and-lightning/4007/feed/ 0 4007