RajuSolanki Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/rajusolanki/ News for India Tue, 07 Sep 2021 15:03:11 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png RajuSolanki Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/rajusolanki/ 32 32 174330959 બ્લેકબોર્ડના બ્લેક પેંથર – જોનીભાઈ મકવાણા http://revoltnewsindia.com/blackboards-black-panther-jonibhai-makwana/1429/ http://revoltnewsindia.com/blackboards-black-panther-jonibhai-makwana/1429/#respond Tue, 15 Dec 2020 07:02:07 +0000 http://revoltnewsindia.com/?p=1429 આજે કર્મઠ સાથીદારો કનુ સુમરા, હેમંત પરમાર અને જગદીશ સોલંકી સાથે બહુજન આંદોલનની પાયાની ઇંટ જેવા જોનીભાઈ મકવાણાના ઘરે હું ગયો અને તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. જોનીભાઈના આર્યોદય મિલની…

The post બ્લેકબોર્ડના બ્લેક પેંથર – જોનીભાઈ મકવાણા appeared first on REVOLT NEWS INDIA.

]]>

આજે કર્મઠ સાથીદારો કનુ સુમરા, હેમંત પરમાર અને જગદીશ સોલંકી સાથે બહુજન આંદોલનની પાયાની ઇંટ જેવા જોનીભાઈ મકવાણાના ઘરે હું ગયો અને તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. જોનીભાઈના આર્યોદય મિલની ચાલીમાં આવેલા ઘરમાં અમે બેઠા અને તેમના જ મુખે તેમના જીવનના બહુમૂલ્ય સંસ્મરણો સાંભળ્યા, ત્યારે થયું કે દિલ્હીની ગાદી પર બહુજન સમાજ તો બેસતા બેસશે એ પહેલાં જોનીભાઈ જેવા કેટલા કાર્યકરોની જિંદગીઓ હોમાઈ જશે.

બહુજન આંદોલન ફેસબુક પર જય ભીમ, જય સંવિધાનના નારા લગાવવાથી નથી ચાલતું. ચહેરા પર કરચલીઓ વળી જાય છે અને ચહેરો સગડી પર જામેલી મેશ જેવો કાળો પડી જાય છે.

આંખોમાં લાલ ટશીયા ફૂટી જાય છે. કમર વાંકી વળી જાય છે. ઘરની ભીંતો પર વળેલી પોપડીઓ ઉખાડીને બિરલા પુટ્ટી લગાવવાના પૈસા ગજવામાં નથી હોતા. બાળપણમાં જે પબ્લિક જાજરૂમાં ડબલુ લઇને હગવા જતા હોય તે જ જાજરૂ, થોડા પાક્કા પણ એવા ને એવા જ ગંધાતા જાજરુમાં ચાલીસ વર્ષ પછી પણ જવું પડે છે. કારમી કંગાલિયત રોજ નજર સામે ડાકલાં વગાડતી રહે છે અને છતાં જો કોઈ માણસ બહુજન આંદોલન વિષે પૂછે તો મુખમાંથી તર્કબદ્ધ દલીલો નીકળવા માંડે અને તેને સાંભળીને ભલભલા અભ્યાસુ પણ મંત્રમુગ્ધ થઈ જાય ત્યારે કહેવાનું મન થાય કે જોનીભાઈ જેવા બહુજન કર્મશીલો હવા, પાણી કે આહાર પર નહીં માત્ર ને માત્ર મિશનના જજબાત પર જ જીવી રહ્યા છે.

10 સપ્ટેમ્બર, 1953ના રોજ જન્મેલા જોનીભાઈ આજે 66 વર્ષની પાકટ ઉંમરે ચાલીની બે રૂમની ખોલીમાં નકરા અભાવની વચ્ચે જીવી રહ્યા છે, પરંતુ કોઈની સામે એમની ફરિયાદ નથી.

એમના વિચારોમાં એક સકારાત્મકતા છે. જમીન પર કામ કરતો કાર્યકર પોતાના વિચારો જનતા સુધી પહોંચાડવા એના આગવા અને અનોખા માધ્યમો ઉભા કરી લેતો હોય છે.

જોનીભાઈ બે દાયકાથી ચાલીના સામેના બ્લેકબોર્ડ પર રોજ આંબેડકરવાદી વિચારધારાને લગતા લખાણો લખતા રહ્યા છે. એમના લખાણોની જબરજસ્ત અસર હતી.

એકવાર એમણે ‘સ્વાધ્યાય પરીવારથી સાવધાન’ હેડિંગથી લખેલું. રાત્રે બે વાગે દસેક રીક્ષાઓ ભરીને સ્વાધ્યાયીઓ એમના ઘરે આવેલા. સામેની ચાલીના બે છોકરા ત્યારે જાગતા હતા. આટલું મોટું ટોળુ જોઇને તેઓ પણ પાછળ પાછળ આવ્યા. એમને જોઇને જોનીભાઈએ ઇશારો કર્યો કે કોઈ મગજમારી કરશો નહીં. એમના (સ્વાધ્યાયીઓના) સવાલોના જવાબો હું આપીશ.

પછી જોનીભાઈએ પાંડુરંગ આઠવલેનું એક પુસ્તક કાઢીને એમાંથી કેટલાક ફકરા એ ટોળાને વાંચી સંભળાવ્યા. એ લોકોએ પાંડુરંગના પ્રવચનો સાંભળલા, પરંતુ આવું કોઈ પુસ્તક વાંચેલું નહીં. એમને પણ થયું કે આ માણસ જોનીભાઈ જાણકાર છે. ટોળું ચુપચાપ પાછુ ફરી ગયેલું.

સ્વાધ્યાયી પરીવારના લોકોએ વિરોધી મત ધરાવતા રેશનાલિસ્ટો પર હિંસક હૂમલા કરેલા છે. અહીં જોનીભાઈ સામે એમની બોબડી બંધ થઈ ગઈ.

આવી અસાધારણ હિંમત જોનીભાઈમાં આંબેડકરવાદી વિચારધારાને કારણે આવી છે.

આજના ફેસબુકીયા એક્ટિવિસ્ટો ફેસબુક પર માતા-મહાદેવનો વિરોધ કર્યા કરે, પરંતુ જમીની સ્તરે એમની કોઈ અસર નથી.

આવો જ બીજો બનાવ જોનીભાઈએ ‘વાવમાં ડૂબી નાવ’ હેડિંગ હેઠળ વાવના બાવા અંગે લખ્યું ત્યારે બનેલો. વાવથી લોકો રાત્રે રીક્ષાઓ લઇને ચાલીમાં ખાબકેલા.

તેમણે જોનીભાઈને કહ્યું કે વાવનો બાવો આપણા સમાજનો છે, તમે એની વિરુદ્ધમાં કેમ લખો છો. ત્યારે જોનીભાઈએ કહેલું કે અમારો વાંધો વિચારધારાનો છે.

વાવવાળા પણ વીલા મોંઢે પાછા ફરી ગયેલા. આવા જોનીભાઈએ છેક 1972માં ઘરમાંથી દેવ-દેવીઓની છબીઓ વાળી ચોળીને ભેગી કરીને ચાલીના પબ્લિક જાજરુમાં ફેંકી દીધેલી.

17 વર્ષની ઉંમરે મિલમાં નોકરીએ ચડી ગયેલા જોનીભાઈના પિતા નાનપણમાં ગુજરી ગયા હતા. મોટા બેન રેવાબેને તેમને ઉછેર્યા હતા. ત્યારે પહેલો પગાર કેટલો હતો એ યાદ નથી. કંઈક દોઢસો-બસો હતો. એ જમાનામાં દોઢસો-બસો પણ ઓછા તો ના કહેવાય. એ જ સમયે આટલો પગાર મેળવનારા મિલ કામદારોએ ગણપત, ધાબર, સુતરીયા, કલ્યાણગ્રામ જેવી સોસાયટીઓ બનાવેલી.

જોનીભાઈ ચાલીના બે સાંકડા રૂમની ખોલીમાં આખી જિંદગી જીવ્યા તો એનું એકમાત્ર કારણ એમની બહુજન દિવાનગી હતી.

રિપબ્લિકન પાર્ટી હોય કે બહુજન સમાજ પાર્ટી હોય, દિવાલો પર લખાણો કરવા, બેનરો બનાવવા, ચૌદમી એપ્રિલની નગરયાત્રા વખતે ટ્રકો શણગારવી – પાગલ માણસની જેમ જોનીભાઈએ જાત ઘસી નાંખી.

રાતોના ઉજાગરા કર્યા અને તેમનો નાલાયક સમાજ ઉંઘતો રહ્યો, સપના જોવા માટે. હજુ પણ ઉંઘે છે.

લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે.

Loading

The post બ્લેકબોર્ડના બ્લેક પેંથર – જોનીભાઈ મકવાણા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/blackboards-black-panther-jonibhai-makwana/1429/feed/ 0 1429
મહેશ કનોડીયા ગુજરાતના બદલે વિદેશની ધરતી પર જન્મ્યા હોત તો ખતરનાક સેલિબ્રિટી હોત… http://revoltnewsindia.com/if-mahesh-kanodia-had-been-born-on-foreign-soil-instead-of-gujarat-he-would-have-been-a-dangerous-celebrity/1359/ http://revoltnewsindia.com/if-mahesh-kanodia-had-been-born-on-foreign-soil-instead-of-gujarat-he-would-have-been-a-dangerous-celebrity/1359/#respond Sun, 25 Oct 2020 14:49:13 +0000 http://revoltnewsindia.com/?p=1359 1981માં વાલજીભાઈ પટેલ, રમેશચંદ્ર પરમાર અને નારણ વોરા જેવા દલિત પેંથરના નેતાઓ અન્ડરગ્રાઉન્ડ થયા ત્યારે મહેશના મુંબઈના ઘરે રોકાયા હતા. મહેશ-નરેશનું ઘર અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા મહેસાણીયા વાસમાં હતું. 1962માં…

The post મહેશ કનોડીયા ગુજરાતના બદલે વિદેશની ધરતી પર જન્મ્યા હોત તો ખતરનાક સેલિબ્રિટી હોત… appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo/DDNews Gujarati

1981માં વાલજીભાઈ પટેલ, રમેશચંદ્ર પરમાર અને નારણ વોરા જેવા દલિત પેંથરના નેતાઓ અન્ડરગ્રાઉન્ડ થયા ત્યારે મહેશના મુંબઈના ઘરે રોકાયા હતા.

મહેશ-નરેશનું ઘર અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા મહેસાણીયા વાસમાં હતું. 1962માં લતા મંગેશકરે ગાયેલું પ્રદીપનું ગીત ‘અય મેરે વતન કે લોગોં’ લોકપ્રિયતાની પરાકાષ્ટાએ હતું. ત્યારે મહેશ-નરેશ હાર્મેનીયમ લઇને અમદાવાદની પોળોમાં ગીતો ગાતા. લોકો ચાર આના, આઠ આના નાંખતા. એમાંથી એમનું ગુજરાન ચાલતું. એક વાર કાળુપુરના સ્વામિનારાયણ મંદિરની પાસે આવેલી દાદા સાહેબની પોળમાં બંને ભાઈઓએ સંગીતનો કાર્યક્રમ કર્યો.

મહેશને કુદરતે અદભૂત બક્ષિસ આપેલી. લતાના ગીતો તેઓ ગાતા, ત્યારે સાંભળનારને ખબર ના હોય કે એક પુરુષ ગાઈ રહ્યો છે તો એ એમ જ સમજતો કે ખુદ લતાએ ગાયું છે. દાદા સાહેબની પોળમાં મહેશે પ્રદીપનું એ ગીત ‘અય મેરે વતન કે લોગોં’ ગાયું. લોકોએ તાળીઓથી વધાવી લીધું એ ગીત અને ચીચીયારીઓ પાડી, ‘વન્સ મોર, વન્સ મોર’. એવું કહેવાય છે કે મહેશે એ ગીત ફરીવાર ગાવાની ના પાડી રોષે ભરાયેલી પબ્લિકે એમને માર માર્યો. મહેશ-નરેશ રડી પડેલા.

શેખાદમ આબુવાલાએ મહેશ માટે લખેલું કે મહેશ ગુજરાતના બદલે વિદેશની ધરતી પર જન્મ્યા હોત તો ખતરનાક સેલિબ્રિટી હોત અને જીવતા જીવત જ એક લીજેન્ડ બની ગયા હોત. પરંતુ આ તો ગુજરાત છે, કૃપણ, કૃતક, દંભી ગુજરાત. અહીં માણસને પોંખતા પહેલા પણ એની જાતિ જોવામાં આવે છે. મહેશ કલા અને સંસ્કૃતિના આઇકોન બન્યા નહીં, ભાજપ જેવા રાજકીય પક્ષે એમને સાંસદ બનાવ્યા અને ઉલ્ટાના લોકોમાં અળખામણા બન્યા.

કરોડો લોકોમાં ક્યારેક એક માણસને કુદરતી રીતે આવી ગિફ્ટ મળે છે, જ્યારે તે સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં ગાઈ શકે છે. મહેશ-નરેશે એમની આવડતથી પૈસા તો ધૂમ રળ્યા, પરંતુ ગુજરાતના તથાકથિત મુખ્ય પ્રવાહના મૂર્ધન્ય લોકો એમને જોઇને મોંઢુ જ મચકોડતા રહ્યા. જાતિ બહુ મોટી ચીજ છે આ દેશમાં.

મહેશ પાટણના સાંસદ બન્યા. એમની સામે એમના જ મહેસાણીયા વાસમાં જન્મેલા અને મોટા થયેલા પ્રવિણ રાષ્ટ્રપાલ ચૂંટણી લડ્યા. રાષ્ટ્રપાલે ત્યારે સૂત્ર આપેલું, તમારે ગાયક જોઇએ છે કે લાયક. લોકોએ ગાયકને રીજેક્ટ કર્યા અને લાયક એટલે કે રાષ્ટ્રપાલને ચૂંટીને સંસદમાં મોકલ્યા. બીજી વાર જોકે રાષ્ટ્રપાલને લોકોએ લાયકમાંથી ગેરલાયક ઠેરવી દીધેલા. મહેશ સંસદમાં ગયા, એમના પછી એમના ભાઈ નરેશ ધારાસભામાં ગયા, એમના પછી હિતુ નરેશ કનોડીયા ધારાસભ્ય બન્યા. એક કલાકાર રાજકારણી બને ત્યારે કલા અને રાજકારણ બંનેની અધોગતિ થાય છે.

મહેશ મારા મામા મનુભાઈ દુધાભાઈ સોલંકીના ખાસ મિત્ર. મામા મુંબઈ જાય ત્યારે મહેશના ઘરે ખાસ રોકાતા. મહેશ-નરેશની એક ફ્લોપ હિન્દી ફિલ્મમાં મામાએ રોકાણ પણ કરેલું. નાનપણમાં મામા મહેશ-નરેશની પાર્ટીમાં એકવાર મને લઈ ગયેલા. ચારેબાજુ એવો ઘોંઘાટ હતો કે પાર્ટીમાં મજા પડી કે કંટાળો આવ્યો એની જ ખબર નહોતી પડી.

1981માં વાલજીભાઈ પટેલ, રમેશચંદ્ર પરમાર અને નારણ વોરા જેવા દલિત પેંથરના નેતાઓ અન્ડરગ્રાઉન્ડ થયા ત્યારે મહેશના મુંબઈના ઘરે રોકાયા હતા. એમની સામાજિક પ્રતિબદ્ધતાનું આ એક ઉદાહરણ આપણી પાસે છે, તેમ છતાં સચ્ચાઈ એ હતી કે મહેશ-નરેશ માર્કેટના કલાકારો હતા. માર્કેટમાં શું ચાલે છે એની સાથે એમને નિસબત હતી.

એક અદભૂત નૈસર્ગિક ક્ષમતા ધરાવતો કલાકાર એના સમાજની વરવી વાસ્તવિકતાઓથી બેખબર, બેપરવા રહ્યો એનો વસવસો રહેશે.

આ દેશના દલિતોને મામા આફ્રિકા જેવું ગીત ગાનારા એકોનની પ્રતિક્ષા છે, જે આફ્રિકા વિષે કહે છે,

A, this is for all the love and the life took away

F, don’t forget we were born in trade

R, are ripped from the land and shipped away

I, is the inspiration we used to survive

C, have to see it with your own cries

Don’t play add it up and alright.

લેખક: રાજુ સોલંકી

લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે.

Loading

The post મહેશ કનોડીયા ગુજરાતના બદલે વિદેશની ધરતી પર જન્મ્યા હોત તો ખતરનાક સેલિબ્રિટી હોત… appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/if-mahesh-kanodia-had-been-born-on-foreign-soil-instead-of-gujarat-he-would-have-been-a-dangerous-celebrity/1359/feed/ 0 1359
બાબાસાહેબની અટક આંબેડકર ક્યાંથી આવી ???: રાજુ સોલંકી http://revoltnewsindia.com/where-did-babasahebs-surname-ambedkar-come-by-raju-solanki/895/ http://revoltnewsindia.com/where-did-babasahebs-surname-ambedkar-come-by-raju-solanki/895/#respond Fri, 15 May 2020 06:34:54 +0000 http://revoltnewsindia.com/?p=895 મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આંબડવે ગામ સુબેદાર રામજી શકપાલનું વતન. જ્યારે રામજી તેમના પરીવારને લઇને સતારા ગયા ત્યારે તેમણે નક્કી કર્યું કે જાતિ-સૂચક શકપાલ અટક મારા વારસદારોને આપવી નથી, એટલે એમણે…

The post બાબાસાહેબની અટક આંબેડકર ક્યાંથી આવી ???: રાજુ સોલંકી appeared first on REVOLT NEWS INDIA.

]]>
મુંબઈમાં આવેલું બાબાસાહેબ આંબેડકરનું ઘર “રાજગૃહ”

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આંબડવે ગામ સુબેદાર રામજી શકપાલનું વતન. જ્યારે રામજી તેમના પરીવારને લઇને સતારા ગયા ત્યારે તેમણે નક્કી કર્યું કે જાતિ-સૂચક શકપાલ અટક મારા વારસદારોને આપવી નથી, એટલે એમણે એમના પુત્ર ભીમરાવની અટક આંબડવેકર રાખેલી.

બાળક ભીમને લઇને તેઓ પ્રતાપસીંગ હાઇસ્કુલમાં ગયા ત્યારે સ્કુલના કારકૂનને આંબડવેકર બોલવામાં તકલીફ પડી, એટલે એણે આંબડવેકરની જગ્યાએ આંબેડકર સરનેમ સ્કુલના રજિસ્ટરમાં લખી નાંખી. ત્યારથી બાબાસાહેબની અટક પડી ગઈ આંબેડકર.

એ સ્કુલમાં કોઈ આંબડવેકર કે આંબેડકર નામના બામણ શિક્ષક નહોતા. #રાજરત્ન_આંબેડકર પોતે આ સ્કુલમાં ગયેલા, એ સમયના રજિસ્ટરો ચેક કરેલા અને એમણે પોતાની જાત માહિતીથી જણાવ્યું છે કે તે વખતે તે સ્કુલમાં બેશક એક જોષી નામના બામણ શિક્ષક હતા.

રાજરત્નએ આ સમગ્ર બાબતનો ખુલાસો વીડીયો બનાવીને કર્યો છે.

આમ, બાબાસાહેબની અટક એમના કોઈ #આંબેડકર સરમનેમવાળા બામણ શિક્ષકે આપેલી એ વાર્તાનો છેદ ઉડી જાય છે.

ગુજરાતમાં ધનંજય કીરના ગુજરાતી અનુવાદમાં આ વાર્તા આપણને જાણવા મળી અને પ્રચલિત થઈ. ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં કિશોર મકવાણાએ આ વાર્તામાં મરી મસાલો ઉમેરીને બીજી મોટી વાર્તા બનાવી છે. તેઓ લખે છે કે,

“1924નો એક પ્રસંગ છે. ડો. બાબાસાહેબ #આંબેડકર તેમના કાર્યાલયમાં કોઈ વિષય પર લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા. બરાબર તે સમયે જ એક વયોવૃદ્ધ સદગૃહસ્થ લાકડીના સહારે તેમના કાર્યાલયના દરવાજે આવીને ઉભા રહ્યા. ડો. બાબાસાહેબ આંબેડકર તો તેમને જોતાંવેંત ખુરસીમાંથી ઉભા થઈ ગયા અને જઇને સીધા વૃદ્ધપુરુષને પગે લાગ્યા.

બીજા લોકોને તો નવાઈ લાગી. પેલા આગંતુકે આશીર્વાદ આપતા કહ્યું, ચિરંજીવી હો. ડો. બાબાસાહેબ

 #આંબેડકર ખુબ આદર સહિત એમને કાર્યાલયમાં દોરી લાવ્યા. સાથીદારો વૃદ્ધજનની ઓળખાણ ઇચ્છતા હતા એટલે ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું, ‘મિત્રો, આ મારા ગુરુજી છે. એમના હાથ નીચે મેં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. તમે તો જાણો જ છો કે મારી અટક તો આંબાડેકર હતી.

પણ બાળપણમાં મને આંબેડકર અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે. આજે અચાનક જ મને મળવા આવ્યા, એથી હું ઉપકૃત થયો છું. એમના પાવન પગલાં મારા કાર્યાલયમાં પડ્યા, એથી ધન્યતા અનુભવું છું.’ ડો. બાબસાહેબ #આંબેડકરની વાત સાંભળીને ઉપસ્થિત તમામ લોકોએ એમને પ્રણામ કર્યા.

એક જમાનાનો બાળક આંબેડકર આજે મહાન વિદ્વાન ડો. આંબેડકર બની ગયો છે છતાંય એની નમ્રતામાં કે એમની ગુરુભક્તિમાં ક્યાંય કમી આવી નથી. એ જોઇને ગુરુજીની આંખમાં હર્ષમાં આંસુ ઉભરાઈ આવ્યા.

ભીમરાવનો આદર પામીને ગુરુજી તો ભાવવિભોર થઈ ગયા. અને એટલું જ બોલ્યા, ‘ભીમા,તેં તારા કુળનું નામ તો દીપાવ્યું છે પણ તારે લીધો તો મનેય યશ મળ્યો છે. તું અમર થવાનો છે.’

ગુરુજીએ થોડીક વાતો કરીને જવાની તૈયારી કરી. એટલે બાબાસાહેબ બોલ્યા, ‘સાહેબ, મેં હજુ કમાણી કરી નથી. છતાંં મારી ઇચ્છા એવી છે કે હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપના ચરણોમાં સમર્પિત કરી ગુરુદક્ષિણા અર્પણ કરું.’ એકવાર ગુરુજી સવારના સમયે કાર્યાલયમાં પુન: પધાર્યા.

ડો. બાબાસાહેબ આંબેડકરે પાંચ પાન, પાંચ સોપારી, સવા રુપિયો અને નવી ધોતી ગુરુદક્ષિણારુપે ગુરુજીને અર્પણ કર્યા.”

કિશોર મકવાણાની ઉપરોક્ત કથામાં બાબાસાહેબ એમના ગુરુને એવું કહે છે કે “સાહેબ, મેં હજુ કમાણી કરી નથી.” આ કેવી રીતે બને? મકવાણા આ પ્રસંગની સાલ લખે છે 1924.

બાબાસાહેબના જીવનપ્રસંગોની ક્રોનોલોજી જુઓ. 1924 પહેલાં તો બાબાસાહેબ મુંબઈની સીડનહેમ કોલેજના પ્રોફેસર બની ચૂક્યા છે, પછી એ નોકરી છોડીને મુંબઈ હાઇકોર્ટમાં વકીલાત પણ શરુ કરી દીધી હતી.

છતાં બાબાસાહેબ એવું જુઠ્ઠં બોલે કે મેં હજુ કમાણી કરી નથી, એ વાત માન્યામાં આવતી નથી. અને પછી બાબાસાહેબ એમના ગુરુને પાંચ પાન, પાંચ સોપારી, સવા રુપિયો અને નવી ધોતી ગુરુદક્ષિણારુપે આપે છે.

આ તો હદ થઈ ગઈ. કિશોર મકવાણા આ પાન, સોપારી, સવા રુપિયો, ધોતી ક્યાંથી લાવ્યા? જુઠ્ઠાણાની એક હદ હોય છે.

હવે આપણે મૂળ વાત પર આવીએ. બાબાસાહેબના જીવનની સૌથી પ્રમાણિત કથા ચાંગદેવ ખેરમોડેએ મરાઠીમાં લખેલા 12 ગ્રંથોમાં છે. બીજો પ્રમાણિત સ્રોત છે બાબાસાહેબનો ખુદનો પરિવાર.

1976માં એલેક્સ હેલીએ ‘રુટ્સ ધી સાગા ઑફ એન અમેરિકન ફેમિલી’ લખેલી. એમાં હેલીએ એના 18મી સદીના આફ્રિકન પૂર્વજ કુન્તા કિન્તેની હ્રદયદ્રાવક કથા આલેખી છે.

કઈ રીતે કુન્તાને ગુલામ બનાવીને ઉત્તર અમેરિકા લાવવામાં આવ્યો અને પછી એના વાલી-વારસોનું શું થયું એ સમગ્ર મહાકથા સમયમાં પાછા પગલાં ભરીને હેલીએ લખી છે એને તમે વાંચો તો તમારા રુંવાડા ઉભા થઈ જાય છે.

હેલીની જેમ રાજરત્ન આંબેડકરે એના બાપદાદાનો દટાયેલો ઇતિહાસ સદીઓની ધૂળ ખંખેરીને ખોળી કાઢ્યો છે. એટલે રાજરત્ન અને ખેરમોડેમાં પણ કોણ વધારે પ્રમાણિત છે એ નક્કી કરવાનું હોય તો હું બેશક રાજરત્નની વાત માનીશ.

હવે જો રાજરત્નના કહેવા પ્રમાણે કોઈ બામણ શિક્ષક, ગુરુજી કે ટીચર પ્રાથમિક શાળામાં ભીમરાવને ભણાવવા આવ્યા જ નહોતા તો આ કથા બાબાસાહેબના નેરેટિવમાં કઈ રીતે ઘૂસી ગઈ?

આ કથામાં નવાણુ ટકા કલ્પના છે અને સત્ય હશે તો પણ એ એકાદ ટકો હશે. કિશોર મકવાણાએ બામણ ગુરુજી હતા (હતા કે કેમ એ સવાલ તો છે જ) એના કરતા પણ સો ગણા ઉપસાવીને બામણોને રાજી કર્યા છે એ સ્પષ્ટ દેખાય છે.

હરિ દેસાઈ પણ કિશોર મકવાણાની જેમ યુટ્યુબની એમની એક ચેનલ પર આ જ કથા ફરીથી ઘૂંટી રહ્યા છે અને અનભિજ્ઞ, માહિતી-વંચિત દલિતો વાહ વાહ કરી રહ્યા છે, ત્યારે આ એક નાનકડો સંકેત જય ભીમ સાથે સૌને સમર્પિત. વાંચજો અને વિચારજો.

લેખક: રાજુ સોલંકી

(લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે, તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.)

Loading

The post બાબાસાહેબની અટક આંબેડકર ક્યાંથી આવી ???: રાજુ સોલંકી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/where-did-babasahebs-surname-ambedkar-come-by-raju-solanki/895/feed/ 0 895
દેશ મારા બાપનો, કોના બાપનો ? http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/ http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/#respond Sat, 18 Apr 2020 07:17:32 +0000 http://revoltnewsindia.com/?p=667 1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે. આ વસતીમાં #અંબાણી, #અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે. અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.…

The post દેશ મારા બાપનો, કોના બાપનો ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે.

આ વસતીમાં #અંબાણી#અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે.

અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.

અને તેમની સાથે કોંગ્રેસ, ભાજપ, ટીએમસી, બીજેડી, ડીએમકે, અન્ના ડીએમકે, સમાજવાદી સહિતના તમામ રાજકીય પક્ષો કરોડપતિ #જનસેવકો અંદાજે એક લાખ છે.

અને તેમની સાથે લગભગ ત્રીસેક કરોડ લોકો #મધ્યમવર્ગ (મિડલક્લાસ) છે.

અને તેમની નીચે એક અબજ લોકો (વન બીલીયન પ્લસ) છે, જેને તમે #બહુજન#સર્વહારા#શ્રમજીવી#મજુર#વંચિત#દલિત#પીડિત#શોષિત#માઇગ્રન્ટ#વિસ્થાપિત જેવા જાતજાતના અને ભાતભાતના નામોથી સંબોધો છે.

આ એક અબજ લોકોના ખભે બેઠેલા પેલા અબજોપતિઓ, કરોડપતિઓ, જનતાના સેવકો, મધ્યમવર્ગના લોકો બધા મળીને ત્રીસેક કરોડ લોકો આ દેશના ઓપીનીયન-મેકર્સ છે. તેઓ #મીડીયા ચલાવે છે. કહો

કે #મીડીયા તેમના માટે ચાલે છે. આ જ લોકો ટીવીની ચેનલો પર મંદિર-મસ્જિદની ડીબેટો કરે છે. દેશની તમામ સમસ્યાઓ પર એમના ચોક્કસ અભિપ્રાયો હોય છે. તેઓ રાત-દિવસ બાકીના એક અબજ લોકોના મગજમાં એમના વિચારો, ટીકા, ટીપ્પણીઓ દિવસ રાત ઘૂસાડતા રહે છે. કોઈપણ આફત આવે, સુનામી, વાવાઝોડુ કે છેલ્લે #કોરોના, આ લોકો આ તમામ આફતો અંગે એમનો દ્રષ્ટિકોણ, દ્રષ્ટિબિંદુ, પૂર્વગ્રહો પેલા એક અબજ લોકોના મગજમાં નાંખતા રહે છે.

આ લોકો પૈકીના નવાણુ ટકા સવર્ણ હિન્દુઓ છે. તેઓ હાડોહાડ દલિત-દ્વેષી, આદિવાસી-દ્વેષી, મુસ્મિલ-દ્વેષી, ગરીબ-વિરોધી છે. તેઓ પોતાને #મેરીટોરીયસ માને છે, મેરીટ-ધારી છે અને અનામતના કટ્ટર વિરોધી છે.

આ ઉપલો વર્ગ નરેન્દ્ર મોદીની તમામ નીયો-લિબરલ (નવ-ઉદારવાદી) યોજનાઓ, પ્રોજેક્ટો, જેવા કે #બુલેટ_ટ્રેન, સ્ટેચ્યુ ઑફ યુનિટી, રામમંદિરના અંધ સમર્થક છે. તેઓ પોતાને મહાન #દેશભક્ત સમજે છે. એમના મંતવ્યો સાથે સંમત ના થાય એ તમામને તેઓ દેશદ્રોહી ઘોષિત કરે છે. તેઓ કોઈપણ ચર્ચામાં પાકિસ્તાનને ઘૂસાડી દઇને પોતાને વિજેતા જાહેર કરી નાંખે છે. પાકિસ્તાનનો મુદ્દો એમનું બ્રહ્માસ્ત્ર છે. આ મુદ્દો ઉપાડીને તેઓ તેમના કહેવાતા દુશ્મનોના છક્કા છોડાવી દે છે અને છેલ્લે તેમને પાકિસ્તાન જતા રહેવાનું ફરમાન કરે છે. જાણે દેશ એમના બાપનો હોય.

આ વર્ગ ભાજપની કોર કોન્સ્ટિટ્યૂઅન્સી છે. આ જ વર્ગ પચાસ વર્ષ પહેલાં કોંગ્રેસનું નેતૃત્વ કરતો હતો. આ જ વર્ગે કોંગ્રેસના રાજ્યમાં જલસા કર્યા હતા. એ વખતે એમના બાપ-દાદા ગાંધીવાદી, નેહરુવાદી, ઇન્દિરાવાદી હતા. હવે સમય બદલાયો છે, એટલે આ ઉપલો વર્ગ હવે મોદી-વાદી બન્યો છે. હવે આ વર્ગે ઉદારવાદ, બિન-સાંપ્રદાયિકતા જેવા મૂલ્યોને ફેંકી દીધા છે, હકીકતમાં એમના બાપદાદાએ આ મૂલ્યોના નામે આ દેશમાં ચરી ખાધું હતું. હવે એમના સંતાનો આ જ ઉદારવાદ, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને ગાળો બોલીને ચરી ખાય છે.

એમના માટે મૂલ્યો મહત્વના નથી. સત્તા મહત્વની છે. તમે તમારી જાતને દલિતો, શોષિતો, સર્વહારા, મજુરોના પ્રવક્તા ગણતા હશો. ભલે. આટલી મારી વાત નોંધી લેજો.

લેખક: રાજુ સોલંકી

(લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે, તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.)

Loading

The post દેશ મારા બાપનો, કોના બાપનો ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/feed/ 0 667