દેશ મારા બાપનો, કોના બાપનો ?

SHARE THE NEWS

1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે.

આ વસતીમાં #અંબાણી#અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે.

અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.

અને તેમની સાથે કોંગ્રેસ, ભાજપ, ટીએમસી, બીજેડી, ડીએમકે, અન્ના ડીએમકે, સમાજવાદી સહિતના તમામ રાજકીય પક્ષો કરોડપતિ #જનસેવકો અંદાજે એક લાખ છે.

અને તેમની સાથે લગભગ ત્રીસેક કરોડ લોકો #મધ્યમવર્ગ (મિડલક્લાસ) છે.

અને તેમની નીચે એક અબજ લોકો (વન બીલીયન પ્લસ) છે, જેને તમે #બહુજન#સર્વહારા#શ્રમજીવી#મજુર#વંચિત#દલિત#પીડિત#શોષિત#માઇગ્રન્ટ#વિસ્થાપિત જેવા જાતજાતના અને ભાતભાતના નામોથી સંબોધો છે.

આ એક અબજ લોકોના ખભે બેઠેલા પેલા અબજોપતિઓ, કરોડપતિઓ, જનતાના સેવકો, મધ્યમવર્ગના લોકો બધા મળીને ત્રીસેક કરોડ લોકો આ દેશના ઓપીનીયન-મેકર્સ છે. તેઓ #મીડીયા ચલાવે છે. કહો

કે #મીડીયા તેમના માટે ચાલે છે. આ જ લોકો ટીવીની ચેનલો પર મંદિર-મસ્જિદની ડીબેટો કરે છે. દેશની તમામ સમસ્યાઓ પર એમના ચોક્કસ અભિપ્રાયો હોય છે. તેઓ રાત-દિવસ બાકીના એક અબજ લોકોના મગજમાં એમના વિચારો, ટીકા, ટીપ્પણીઓ દિવસ રાત ઘૂસાડતા રહે છે. કોઈપણ આફત આવે, સુનામી, વાવાઝોડુ કે છેલ્લે #કોરોના, આ લોકો આ તમામ આફતો અંગે એમનો દ્રષ્ટિકોણ, દ્રષ્ટિબિંદુ, પૂર્વગ્રહો પેલા એક અબજ લોકોના મગજમાં નાંખતા રહે છે.

આ લોકો પૈકીના નવાણુ ટકા સવર્ણ હિન્દુઓ છે. તેઓ હાડોહાડ દલિત-દ્વેષી, આદિવાસી-દ્વેષી, મુસ્મિલ-દ્વેષી, ગરીબ-વિરોધી છે. તેઓ પોતાને #મેરીટોરીયસ માને છે, મેરીટ-ધારી છે અને અનામતના કટ્ટર વિરોધી છે.

આ ઉપલો વર્ગ નરેન્દ્ર મોદીની તમામ નીયો-લિબરલ (નવ-ઉદારવાદી) યોજનાઓ, પ્રોજેક્ટો, જેવા કે #બુલેટ_ટ્રેન, સ્ટેચ્યુ ઑફ યુનિટી, રામમંદિરના અંધ સમર્થક છે. તેઓ પોતાને મહાન #દેશભક્ત સમજે છે. એમના મંતવ્યો સાથે સંમત ના થાય એ તમામને તેઓ દેશદ્રોહી ઘોષિત કરે છે. તેઓ કોઈપણ ચર્ચામાં પાકિસ્તાનને ઘૂસાડી દઇને પોતાને વિજેતા જાહેર કરી નાંખે છે. પાકિસ્તાનનો મુદ્દો એમનું બ્રહ્માસ્ત્ર છે. આ મુદ્દો ઉપાડીને તેઓ તેમના કહેવાતા દુશ્મનોના છક્કા છોડાવી દે છે અને છેલ્લે તેમને પાકિસ્તાન જતા રહેવાનું ફરમાન કરે છે. જાણે દેશ એમના બાપનો હોય.

આ વર્ગ ભાજપની કોર કોન્સ્ટિટ્યૂઅન્સી છે. આ જ વર્ગ પચાસ વર્ષ પહેલાં કોંગ્રેસનું નેતૃત્વ કરતો હતો. આ જ વર્ગે કોંગ્રેસના રાજ્યમાં જલસા કર્યા હતા. એ વખતે એમના બાપ-દાદા ગાંધીવાદી, નેહરુવાદી, ઇન્દિરાવાદી હતા. હવે સમય બદલાયો છે, એટલે આ ઉપલો વર્ગ હવે મોદી-વાદી બન્યો છે. હવે આ વર્ગે ઉદારવાદ, બિન-સાંપ્રદાયિકતા જેવા મૂલ્યોને ફેંકી દીધા છે, હકીકતમાં એમના બાપદાદાએ આ મૂલ્યોના નામે આ દેશમાં ચરી ખાધું હતું. હવે એમના સંતાનો આ જ ઉદારવાદ, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને ગાળો બોલીને ચરી ખાય છે.

એમના માટે મૂલ્યો મહત્વના નથી. સત્તા મહત્વની છે. તમે તમારી જાતને દલિતો, શોષિતો, સર્વહારા, મજુરોના પ્રવક્તા ગણતા હશો. ભલે. આટલી મારી વાત નોંધી લેજો.

લેખક: રાજુ સોલંકી

(લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે, તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.)

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *