SC Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/sc/ News for India Mon, 11 Oct 2021 14:26:11 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png SC Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/sc/ 32 32 174330959 Jetpur: SC સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ટ્રાફિક દૂર કરવાની માગ સાથે પોલીસને અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-sc-society-submits-application-to-police-demanding-removal-of-traffic-from-babasaheb-ambedkar-statue/3586/ http://revoltnewsindia.com/jetpur-sc-society-submits-application-to-police-demanding-removal-of-traffic-from-babasaheb-ambedkar-statue/3586/#respond Mon, 11 Oct 2021 10:34:24 +0000 https://revoltnewsindia.com/?p=3586 બાબસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જતાં રેકડી ધારકો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગંદકી અને અસ્વચ્છતા  ફેલાવતા દબાણકર્તાઓ Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur)માં સરદાર ગાર્ડન (Sardar Garden) પાસે બાબાસાહેબ આંબેડકર (Dr.…

The post Jetpur: SC સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ટ્રાફિક દૂર કરવાની માગ સાથે પોલીસને અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા SC સમાજના યુવા આગેવાનો

બાબસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જતાં રેકડી ધારકો

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગંદકી અને અસ્વચ્છતા  ફેલાવતા દબાણકર્તાઓ

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur)માં સરદાર ગાર્ડન (Sardar Garden) પાસે બાબાસાહેબ આંબેડકર (Dr. Ambedkar) ની પુરા કદની પ્રતિમા આવેલ છે. જેમાં પ્રતિમા (Statue) પાસેના પરિસરમાં SC સમાજ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમયે સમયે યોજવામાં આવતા હોય છે. પરંતુ આ પ્રતિમાની આગળના ભાગમાં ઘણા સમયથી ટ્રાફિક (Traffic) અને ગંદકી ફેલાવતા રેકડીધારકો ઉભા રહેવા લાગ્યાં છે.

જેને કારણે પ્રતિમા પાસે આવતા લોકોને વાહન રાખવામાં હાલાકીનો સામનો કરવો પડે છે, ઉપરાંત રેકડીધારકો લોકો સાથે બોલાચાલી પણ કરતા હોય છે. જેને લઈને જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ પી.ડી. દરજીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.

સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા

જેમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ પી.ડી. દરજી SC સમાજના આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. અને સમસ્યાનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

આપને જણાવી આપીએ કે સરદાર ગાર્ડન પાસે શાકભાજીના રેકડીધારકો પણ MG રોડ પર પડ્યા પાથર્યા રહે છે. જેને કારણે રખડતા ઢોર પણ અડીંગો જમાવીને બેસતા હોય છે.

જેને કારણે ભૂતકાળમાં ગંભીર અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. અને આ રોડ પર જ જેતપુરની A ગ્રેડ સરકારી હોસ્પિટલ પણ આવેલી છે. જેમાં એમ્બ્યુલન્સ (Ambulance) પણ ભૂતકાળમાં ઘણીવાર પડ્યા પાથર્યા રહેતા ઢોરના કારણે ટ્રાફિકમાં ફસાણી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે.

જેતપુરતંત્ર દ્વારા બાબા સાહેબની પ્રતિમાનિ અવગણના

ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા શહેરની મધ્યમાં આવેલા સરદાર ગાર્ડન પાસે પ્રસ્થાપિત થયેલી છે. પરંતુ જે  વિશ્વ વિભૂતિએ ભારતની તમામ મહિલાઓ અને પછાત વર્ગોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે તેની જ પ્રતિમા કે તેની આસપાસની જગ્યાની ગરિમા જળવાતી નથી.

તંત્રને અવાર-નવાર SC સમાજ દ્વારા રજૂઆત કરવા છતાં પણ ત્યાંની સાફ-સફાઈ અને લાઇટિંગના પ્રશનો જૈસેથી ની સ્થિતિમાં છે.

આવેદન કર્તાઓની માંગણી નહીં પૂરી કરવાના સત્તાધીશોએ જાણે સમ ખાઈ લીધા હોય તેવું વલણ દર્શાવી રહ્યા છે. જ્યારે અનુ.જાતિના ચૂંટાયેલા સભ્યો પણ આ કામ કરાવવા અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે.      

પ્રતિમાનું પરિસરની જગ્યા વધારવા માંગ

જેતપુર અનુ.જાતિ સમાજ અને કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે બાબા સાહેબની જન્મ જયંતિ તેમજ અન્ય દિવસોમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાંથી પોતાનો ભાવ પ્રગટ કરવા એકઠા થાય છે, ત્યારે જગ્યાના અભાવના કારણે ભારે ગિરદીના દ્રશ્યો સર્જાય છે.

તેમજ પ્રતિમા સુધી જવાની સીડી પણ એકજ હોવાથી ચડવા ઉતારવા માટે મુશ્કેલી પડે છે અને કોઈ અકસ્માત થવાનો પણ ભય રહે છે.

જેને લઈને અનુ.જાતિ (SC) ની એક સમાજિક મિટિંગમાં  આગેવાન દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો પ્રસારિત કર્યો હતો. જેમાં જેતપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાને સંબોધતા બગીચાની જગ્યાને બાબા સાહેબની પ્રતિમાના પરિસરમાં આવરી લેવાની, બંને સાઈડની સીડી બનાવવાની તેમજ તેને લાગતાં દરેક પ્રશ્નો નું નિરાકરણ લાવવાની માંગણી કરી હતી.

Loading

The post Jetpur: SC સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી ટ્રાફિક દૂર કરવાની માગ સાથે પોલીસને અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-sc-society-submits-application-to-police-demanding-removal-of-traffic-from-babasaheb-ambedkar-statue/3586/feed/ 0 3586
સફાઈ કામદારોની સુરક્ષાને લઈને માનવ અધિકાર આયોગની લાલ આંખ http://revoltnewsindia.com/red-eye-of-the-human-rights-commission-on-the-safety-of-sweeper/1441/ http://revoltnewsindia.com/red-eye-of-the-human-rights-commission-on-the-safety-of-sweeper/1441/#respond Sat, 26 Dec 2020 20:37:55 +0000 http://revoltnewsindia.com/?p=1441 વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સફાઈ કામદારોની સુરક્ષાને લઈ રાજ્ય માનવ અધિકાર આયોગે નોટિસ આપી અહેવાલ માંગ્યો. વિરમગામ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની સુવિધા આપ્યા વિના કાયદાથી પ્રતિબંધિત સફાઈકામ કરાવવામાં…

The post સફાઈ કામદારોની સુરક્ષાને લઈને માનવ અધિકાર આયોગની લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>

વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સફાઈ કામદારોની સુરક્ષાને લઈ રાજ્ય માનવ અધિકાર આયોગે નોટિસ આપી અહેવાલ માંગ્યો.

વિરમગામ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની સુવિધા આપ્યા વિના કાયદાથી પ્રતિબંધિત સફાઈકામ કરાવવામાં આવતું હોવા અંગે કિરીટ રાઠોડ, સામાજિક કાર્યકરને હકીકત મળતા તેઓએ સમગ્ર મામલે ગુજરાત માનવ અધિકાર આયોગમાં પિટિશન કરીને તપાસની માંગ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ એ ફરી જોર પકડ્યું છે ત્યારે વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેને લઈને માનવ અધિકારમાં કિરીટ રાઠોડ દ્વારા રજુઆત કરવામાં આવી છે કે વિરમગામ નગરપાલિકામાં કોના આદેશથી સફાઈ કામદારો પાસે સુરક્ષાના સાધનો આપ્યા વિના કાયદા અને નિયમ વિરુદ્ધના કામ સમયે જવાબદાર અધિકારી કોઈ નજરે ન ચડ્યા. સફાઈ કામદારોને રામ ભરોસે કેમ રાખવામાં આવે છે ??

સફાઈ કામદારો ગંદકીમાં ઉતરી અને કામ કરે છે. ગટરના દૂષિત પાણીમાં હાથ નાખવા પડે છે.

તેમને કોરોના વાયરસનો ચેપ લાગશે તો કોની જવાબદારી ?? જેવા સળગતા પ્રશ્નો અંગે તપાસની માંગ કરવામાં આવી હતી.

જેને લઈને અનુ.જાતિની માનવ અધિકાર ભંગની ફરિયાદમાં રાજ્ય માનવ અધિકાર આયોગે કલમ – 18 મુજબ પગલા લેવા અંગે ચીફ ઓફિસર વિરમગામ પાસે દિન – 20 તપાસ કરી તેઓની સહી સાથેનો અહેવાલ મંગાવેલ છે.

જો નિયત સમયમાં અહેવાલ ન મળે તો રાજ્ય આયોગના રજિસ્ટ્રર (લીગલ) દ્વારા આયોગ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવાનુ પણ જણાવેલ છે..

આ અંગે દલિત અધિકાર મંચ ના સંયોજક કીરીટ રાઠોડ એ જણાવેલ કે ચીફ ઓફિસર દ્વારા સફાઈ કામદારોની સુરક્ષાના હીતને ધ્યાને લઇને અયોગને અહેવાલ આપવો જોઈએ, અમે તમામ સફાઈ કામદારોને સુરક્ષાના સાધનો આપીને જ કામ કરાવવા આદેશ કરવો જોઈએ.

જો આ બાબતે યોગ્ય નિર્ણય નહિ થાય તો કામદારોના હિતમાં તેમને સાથે રાખીને લડત ચાલુ રાખવામાં આવશે.

Loading

The post સફાઈ કામદારોની સુરક્ષાને લઈને માનવ અધિકાર આયોગની લાલ આંખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/red-eye-of-the-human-rights-commission-on-the-safety-of-sweeper/1441/feed/ 0 1441
ઉનાકાંડના કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે: મયુર વાઢેર http://revoltnewsindia.com/out-of-total-44-accused-in-unakand-39-have-been-released-on-bail-five-accused-are-in-jail-mayur-vadher/1212/ http://revoltnewsindia.com/out-of-total-44-accused-in-unakand-39-have-been-released-on-bail-five-accused-are-in-jail-mayur-vadher/1212/#respond Sun, 12 Jul 2020 16:10:15 +0000 http://revoltnewsindia.com/?p=1212 “કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં દર મુદ્દતે ઉનાથી 115 કીમીનો પલ્લો કાંપીને અમે બાઈક પર જઈએ છીએ. કોર્ટ રૂમમાં…

The post ઉનાકાંડના કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે: મયુર વાઢેર appeared first on REVOLT NEWS INDIA.

]]>

“કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં દર મુદ્દતે ઉનાથી 115 કીમીનો પલ્લો કાંપીને અમે બાઈક પર જઈએ છીએ. કોર્ટ રૂમમાં આરોપીઓ અમારી સામે વટથી જૂએ, મુછોને તાવ આપે, બાંયો ચડાવે. ચાર વર્ષથી કામ-ધંધો બંધ છે. એ વખતે મળેલી રાહત પર આયખું વિતાવીએ છીએ.”

ઉનાકાંડના વિડીયોમાં લાચાર યુવકોની પીઠ પર પડતા ઘાતકી ધોકાનો અવાજ દસ સેકેન્ડથી વધારે આજે પણ સાંભળી શકાતો નથી. તો માનવદ્રોહી કથિત ગૌરક્ષકોના ધોકા જેની પીઠે ઝીલ્યા છે એની પીડા કેવી હશે! એવી કલ્પના માત્રથી ધ્રુજી ઉઠાશે. આજે ઉનાકાંડના પીડિત યુવાન વશરામ સરવૈયા સાથે વાત થઈ. વશરમે મને જણાવ્યું,

“કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં દર મુદ્દતે ઉનાથી 115 કીમીનો પલ્લો કાંપીને અમે બાઈક પર જઈએ છીએ. કોર્ટ રૂમમાં આરોપીઓ અમારી સામે વટથી જૂએ, મુછોને તાવ આપે, બાંયો ચડાવે. ચાર વર્ષથી કામ-ધંધો બંધ છે. એ વખતે મળેલી રાહત પર આયખું વિતાવીએ છીએ.”

મે એના અવાજની ભીનાશને માપી લીધી. તત્કાલિન મુખ્યમંત્રી આનંદી પટેલે પીડિતોને આપેલા વચનો પાળ્યાં નથી. પીડિત અશોક સરવૈયા એ વખતે સત્તર વર્ષનો તરૂણ હતો. એના શરીરે ખમેલા ધોકા આજે ચાર વર્ષ પછી પણ એટલાં જ દુ:ખે છે. સ્નાયુઓ સંકોચાઈ જાય છે. બે ત્રણ દિવસ મજૂરીએ ગયો પણ અસહ્ય દુ:ખાવાને લીધે કામ થતું નથી. આજે ઘરે બેઠો છે.

વશરામે કહ્યું, “ઘણા લોકો સમાધાન કરવા માટે જણાવે છે. પણ અમે તાબે થવાનાં નથી. હવે તો સંઘર્ષ જ અમારો મારગ છે.” વશરામ જ્યારે મળે કે ફોન પર વાત કરે ત્યારે સગા ભાઈની જેમ આત્મીયતાથી વાત કરતો હોય ત્યારે થાય કે આવો નિર્મળ હ્યદયનો માણસ પણ જાતિવાદી ગૌરક્ષકોની નફરતનો શિકાર શી રીતે બની ગયો!

સામંતવાદી મગજમાં મનુવાદી ગંદકી ફેલાય ત્યારે માનવ સમાજમાં ઉનાકાંડ જેવા અમાનુષી અત્યાચારો પેદા થાય છે. ધર્મસત્તા અને રાજસત્તાના સક્રીય પીઠબળ વિના આવા આતંકી ષડયંત્ર બની શકે નહીં. આ પ્રકારનાં માનવદ્રોહી કૃત્યો પાછળ ધર્મકારણ અને રાજકારણ બંન્નેનો કાળમીંઢ પણ ચહેરો સામે આવ્યો હતો. હજારો વર્ષોથી દલિતોની માનવીય ગરીમાને ઠેસ પહોંચાડનારી ઘટના બને છે. પણ ઉનાકાંડનો મુદ્દો ધર્મસત્તા અને રાજસત્તાની છાતી પર પગ મૂકીને દેશના સિમાડા ઓળંગી ગયો. બહેન માયાવતીએ હિન્દુત્વની પ્રયોગશાળા ગણાતાં ગુજરાતમાં બનેલી આ ઘટના મુદ્દે રાજ્યસભા બાનમાં લીધી હતી.

કરોડો લોકો પીડિતોની પડખે આવ્યાં તો મનુવાદની ધતૂરી ધાવનારી જાતિવાદી જમાત આતંકી ગૌરક્ષકોના રખોપા કરવા માંડી. કણ જેટલી ઉપલબ્ધીને મણ જેટલી બતાવીને તાળીઓ ઉઘરાવતી મોદી સરકાર આ મુદ્દે મૌન રહી. પણ ઉનાકાંડ વૈશ્વિક મુદ્દો બનતો જણાતાં દેશના પ્રધાનમંત્રી ધરાર મૌન તોડીને દેશના લોકો સમક્ષ વેવલાવેડા કરતાં હોય એમ બોલે છે, “મારના હે તો મુજે ગોલી મારો લેકીન દલિતો કો મત મારો.” દેશના પ્રધાનમંત્રીના મોંમાં આવું વેવલું વિધાન શોભે નહીં. આ તરફ તત્કાલિન આનંદી પટેલની સરકાર આ મુદ્દો જટ ઠરે એવા પ્રયાસોમાં પરસેવો પાડી રહી હતી. ભાજપનો પટ્ટો ગળે બાંધીને એને ખોળે બેસેલા પૂનાકરારી પૂતળાઓ પણ દલિતોમાં કેન્દ્ર બનાવી રહ્યાં હતાં. બીજી તરફ ઉનાકાંડના પગથિયા પર પગ મૂકીને વિધાનસભાની ટીકીટો પાક્કી કરવાની કસરત ચાલુ થઈ ગઈ.

સદીઓનો સંતાપ સહન કરી રહેલા દલિતો પણ જાણે કે ‘બસ હવે બહુ થયું’ એવા મિજાજમાં આવીને આક્રોશ ઠાલવી રહ્યા હતા. દેશના ખૂણે-ખૂણે આંદોલનો થયાં, પ્રદર્શનો થયાં, આત્મવિલોપનની ઘટના બની. સદીઓથી ઘોર નિંદ્રામાં સુતો સમાજ અકાળે જાગ્યો હોય એવું ભાસ થયો. દેશની ગલીઓ અને રસ્તાઓમાં નાલાયક મનુવાદ વિરૂદ્ધ નારા ગુંજ્યાં. દલિતો પર કામ કરતી સંસ્થાઓઓ અને કર્મશીલો આ મુદ્દે વિવિધ પ્રકારે એક સાથે આવ્યાં, કોલ અપાયા, છૂટા પડ્યાં. રીસામણાં થયાં, મનામણાં થયાં. આજે આ ઘટનાને ચાર વર્ષ વિતી ગયાં. પણ ન્યાય હજુ જોજનો આઘો છે.

લેખક મયુર વાઢેર ઇંગલિશ સાહિત્યમાં અનુસ્નાતક છે, બહુજન સંગઠક મેગેઝીનના સબ એડિટર, RTI કાર્યકર્તા, અનુવાદક અને કર્મશીલ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.

Loading

The post ઉનાકાંડના કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે: મયુર વાઢેર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/out-of-total-44-accused-in-unakand-39-have-been-released-on-bail-five-accused-are-in-jail-mayur-vadher/1212/feed/ 0 1212