સફાઈ કામદારોની સુરક્ષાને લઈને માનવ અધિકાર આયોગની લાલ આંખ

SHARE THE NEWS

વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સફાઈ કામદારોની સુરક્ષાને લઈ રાજ્ય માનવ અધિકાર આયોગે નોટિસ આપી અહેવાલ માંગ્યો.

વિરમગામ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સુરક્ષાના સાધનોની સુવિધા આપ્યા વિના કાયદાથી પ્રતિબંધિત સફાઈકામ કરાવવામાં આવતું હોવા અંગે કિરીટ રાઠોડ, સામાજિક કાર્યકરને હકીકત મળતા તેઓએ સમગ્ર મામલે ગુજરાત માનવ અધિકાર આયોગમાં પિટિશન કરીને તપાસની માંગ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ એ ફરી જોર પકડ્યું છે ત્યારે વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેને લઈને માનવ અધિકારમાં કિરીટ રાઠોડ દ્વારા રજુઆત કરવામાં આવી છે કે વિરમગામ નગરપાલિકામાં કોના આદેશથી સફાઈ કામદારો પાસે સુરક્ષાના સાધનો આપ્યા વિના કાયદા અને નિયમ વિરુદ્ધના કામ સમયે જવાબદાર અધિકારી કોઈ નજરે ન ચડ્યા. સફાઈ કામદારોને રામ ભરોસે કેમ રાખવામાં આવે છે ??

સફાઈ કામદારો ગંદકીમાં ઉતરી અને કામ કરે છે. ગટરના દૂષિત પાણીમાં હાથ નાખવા પડે છે.

તેમને કોરોના વાયરસનો ચેપ લાગશે તો કોની જવાબદારી ?? જેવા સળગતા પ્રશ્નો અંગે તપાસની માંગ કરવામાં આવી હતી.

જેને લઈને અનુ.જાતિની માનવ અધિકાર ભંગની ફરિયાદમાં રાજ્ય માનવ અધિકાર આયોગે કલમ – 18 મુજબ પગલા લેવા અંગે ચીફ ઓફિસર વિરમગામ પાસે દિન – 20 તપાસ કરી તેઓની સહી સાથેનો અહેવાલ મંગાવેલ છે.

જો નિયત સમયમાં અહેવાલ ન મળે તો રાજ્ય આયોગના રજિસ્ટ્રર (લીગલ) દ્વારા આયોગ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવાનુ પણ જણાવેલ છે..

આ અંગે દલિત અધિકાર મંચ ના સંયોજક કીરીટ રાઠોડ એ જણાવેલ કે ચીફ ઓફિસર દ્વારા સફાઈ કામદારોની સુરક્ષાના હીતને ધ્યાને લઇને અયોગને અહેવાલ આપવો જોઈએ, અમે તમામ સફાઈ કામદારોને સુરક્ષાના સાધનો આપીને જ કામ કરાવવા આદેશ કરવો જોઈએ.

જો આ બાબતે યોગ્ય નિર્ણય નહિ થાય તો કામદારોના હિતમાં તેમને સાથે રાખીને લડત ચાલુ રાખવામાં આવશે.

 551 Views,  1 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: