Temple Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/temple/ News for India Fri, 08 Mar 2024 10:59:51 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Temple Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/temple/ 32 32 174330959 Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/ http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/#respond Mon, 10 Jan 2022 18:19:36 +0000 https://revoltnewsindia.com/?p=5414 Rajkot: જેતપુર (Jetpur)ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે. જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar…

The post Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જેતપુર (Jetpur)ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે.

જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar Mahadev) મંદિર (Temple) ભૂતના ડેરા તરીકે પણ ઓળખાય છે. એક રાતમાં જ બન્યું હોવાની દંતકથા છે.

વીડિયો જોવા માટે અહીં Click કરો:

રાજકોટ: ગુજરાતની ભૂમિ આમ તો પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વરસાથી અખૂટ ભરી છે. ત્યારે જિલ્લાના જેતપુર તાલુકામાં પણ એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે. જે 13મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ મુજબ જાણી શકાય છે.

આ શિવ મંદિર જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામમાં આવેલું છે જે સાંકળેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશ એમ ચાર ભાગ છે તેમજ ગર્ભગૃહની બહારની દીવાલો  પર આછું અલંકરણ પણ છે. મંદિરનું શિખર અને ઉરુશૃંગ સુંદર જાલકભાતથી અલંકૃત છે.

આ ચાર ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી કહે છે. તેમજ આ મંદિર પાસે પહેલા પીપળાનું મોટું વૃક્ષ આવેલું હતું જો કે અત્યારે મંદિરના સામેના ભાગમાં કદાવર પીપળાનું વૃક્ષ આવેલું છે. આ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરને મળતું આવે છે તેમજ બૌદ્ધ કલાકૃતિની ઝલક પણ આ મંદિરમાં થયેલી કોતરણી તરફ જોનારા દરેકનું ધ્યાન ખેંચે છે.

શા માટે કહે છે આ મંદિરને ભૂતનો ડેરો?

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે આવેલું 800 વર્ષ પ્રાચીન સાંકળેશ્વર મહાદેવ મંદિર આજે પણ છે અડીખમ, બીરબલે બનાવ્યું હોવાની છે લોકવાયકા બીરબલના બે દીકરા હતા.

તેમની યાદમાં બે મંદિર બનાવવામાં આવેલ એક રામમંદિર અને બીજુ આ મંદિર બનાવેલ અહીંના વડીલ લોકોના જણાવ્યા મુજબ બીરબલ અહીં સૌરાષ્ટનો વતની હતો અને અહીં પહેલા ટિમ્બો હતો. ધીરે ધીરે અહીં ગામ વસ્યુ અને નામ પડ્યું જૂની સાંકળી.

આ ગામ રાજા અમરાબાપુ હસ્તક હતુ ત્યારે કેટલાક લોકોએ માયાની લાલચમાં જે રામમંદિર હતું તે ખોદી નાખ્યું પણ માયા ન મળતા અહીં સાંકળેશ્વર મંદિરમાં ખોદવાનું કામ ચાલુ કરતા મંદિરના પગથિયાં અંદર ખોદતાં નાગ અને ભમરા ઉડવા લાગતા ભયના માર્યા ભાગી ગયેલ.

ત્યારબાદ પોલીસ પટેલને જાણ કરતા પોલીસ પટેલ દ્વવારા રાજા અમરાબાપુને જાણ કરતા બાપુએ પણ નાગ જોતા તરત ખોદકામ બંધ કરવા હુકમ કરેલ અને ફરી પગથિયાં અને મંદિર એક રાતમાં પાછુ બનાવી દીધેલ એટલે ભૂતના ડેરા તરીકે પણ પ્રચલિત છે .

રાજા બીરબલ દ્વારા આ મંદિર બંધાવ્યું હોવાની લોકવાયકા

જૂની સાંકળી ગામના લોકો આ સાંકળેશ્વર મહાદેવ મંદિરને ભૂતના ડેરા તરીકે પણ ઓળખે છે. જો કે એક એવી લોકવાયકા છે કે આ મંદિર અકબરના મંત્રી બીરબલ દ્વારા બંધાવ્યું છે તેમજ બીરબલ આ જૂની સાંકળી ગામના હોવાનું પણ લોકોનું માનવું છે.

આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જૂની સાંકળી ગામના લોકો આ મંદિરને ભૂતના ડેરા તરીકે ઓળખે છે.

હાલ આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જો કે આ મંદિર ઘણા સમયથી સમારકામ ન થયું હોવાથી ગામ લોકો આ મંદિરમાં સમારકામ થાય તેવું પણ વ્યક્ત કરી રહ્યાં છે.

Loading

The post Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/feed/ 0 5414
Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/ http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/#respond Fri, 23 Jul 2021 08:57:13 +0000 http://revoltnewsindia.com/virpur-%e0%aa%9c%e0%aa%b2%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%ac%e0%aa%be%e0%aa%aa%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%ab%81/ કોરોના મહામારી (Corona epidemic) ને લઈને 21/03/2020 થી સમગ્ર ગુજરાત (Gujarat) ના (Religious)ધાર્મિક (Places)સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે (Saurashtra) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ (Virpur-Jalaram) વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર (Temple)…

The post Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના મહામારી (Corona epidemic) ને લઈને 21/03/2020 થી સમગ્ર ગુજરાત (Gujarat) ના (Religious)ધાર્મિક (Places)સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે (Saurashtra) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ (Virpur-Jalaram) વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર (Temple) પણ દર્શનાર્થીઓ માટે 21/03/2020 થી બંધ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી બાદ કોરોના વાયરસ ઓછો થતા શ્રદ્ધાળુઓ માટે પૂજ્ય જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવી હતી.

દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો બંધ હતો

મંદિર જગ્યાના સાઈડના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પાવન દિવસે આશરે સવા વર્ષ બાદ પરમ પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલો મુકવામાં આવ્યો હતો,પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા પૂજ્ય જલારામબાપાના ભક્તો પૂજ્ય બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જુઓ વિડિઓ:

Loading

The post Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/feed/ 0 1881