Tribal Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/tribal/ News for India Tue, 06 Jul 2021 05:06:28 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Tribal Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/tribal/ 32 32 174330959 ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શા માટે ખટકતા હતા? http://revoltnewsindia.com/article-on-father-stan-swamy/1827/ http://revoltnewsindia.com/article-on-father-stan-swamy/1827/#respond Tue, 06 Jul 2021 04:50:46 +0000 http://revoltnewsindia.com/%e0%aa%ab%e0%aa%be%e0%aa%a7%e0%aa%b0-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8/ આપણે ત્યાં UAPA-Unlawful Activities (Prevention) Act, 1967 છે. આ કાયદાની કલમ-15 (આતંકી કૃત્ય); 17 (આતંકી કામો માટે પૈસા એકત્ર કરવા);18 (કાવતરું કરવું) હેઠળ સરકારનો વિરોધ કરનારા સામાજિક કાર્યકરોને જેલમાં પૂરવામાં…

The post ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શા માટે ખટકતા હતા? appeared first on REVOLT NEWS INDIA.

]]>

આપણે ત્યાં UAPA-Unlawful Activities (Prevention) Act, 1967 છે. આ કાયદાની કલમ-15 (આતંકી કૃત્ય); 17 (આતંકી કામો માટે પૈસા એકત્ર કરવા);18 (કાવતરું કરવું) હેઠળ સરકારનો વિરોધ કરનારા સામાજિક કાર્યકરોને જેલમાં પૂરવામાં આવે છે.

કલમ- 43D (5)માં જામીન ઉપર નહીં છોડવાની સખ્ત જોગવાઈ છે. જેના કારણે આ એક્ટ હેઠળ સરકાર જેમને જેલમાં પૂરે છે તેને જામીન મળતા નથી. મર્ડર કરનારા/બળાત્કાર કરનારા/ લોકો સાથે છેતરપિંડી કરનારાઓને જામીન મળી જાય છે; પરંતુ UAPA હેઠળના કાચા કામના કેદીઓને જામીન મળતા નથી ! UAPA હેઠળ કેસોમાં કન્વિક્શન રેટ માત્ર 2.2% છે ! મતલબ કે સરકાર કેસનો ચૂકાદો આવે ત્યાં સુધી વિદ્યાર્થી આગેવાનો/આદિવાસી કાર્યકર્તાઓ /માનવવાદીઓ/પત્રકારો વગેરેને જેલમાં લાંબો સમય ઠૂંસી દઈને ચૂપ કરી શકે છે !

અસહમતી/વિરોધ; એ રાજદ્રોહ નથી. સરકાર ચલાવનાર નેતા પોતાને દેશ માને છે; એટલે સરકારને, વિરોધ કરનારાઓ રાજદ્રોહી લાગે છે ! ટ્રાયલ વિના કેદની સજા એ જસ્ટિસ સિસ્ટમનું મોત કહેવાય. UAPA હેઠળ સાબિતીનો રેશિયો 2.2% હોય તો એનો અર્થ એ થાય કે આ કાયદા હેઠળ એરેસ્ટ કરાતા 98% લોકો નિર્દોષ હોય છે !

5 જુલાઈ 2021ના રોજ આદિવાસી એક્ટિવિસ્ટ/માનવઅધિકારના લડવૈયા 84 વર્ષના ફાધર Stan Swamy-સ્ટેન સ્વામીનું પોલીસ કસ્ટડી દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું.

આ સમયે, મુંબઈ હાઈકોર્ટમાં જામીન અંગે સુનાવણી પણ હતી. ભીમા કોરેગાંવ કેસમાં હિંસા ભડકાવવાના આરોપસર ઓક્ટોબર 2020માં NIAએ તેમને એરેસ્ટ કર્યા હતા. તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં/જેલમાં હતા.

તેમનો જન્મ તામિલનાડુના ત્રિચીમાં 26 એપ્રિલ 1937 ના રોજ થયો હતો. તેમના પિતા કિસાન હતા. શરુઆતમાં પાદરી તરીકે કામ કર્યું; પરંતુ પછી ઝારખંડમાં આદિવાસી ઉત્કર્ષનું કામ શરુ કર્યું. તેમણે લોકોની સેવા માટે ચર્ચની માન્યતાઓની પરવા કરી ન હતી. રાંચી પાસે આદિવાસી બાળકો માટે સ્કૂલ પણ ચલાવતા હતા.

સરકારે 3000 જેટલા સ્ત્રી/પુરુષોને નક્સલવાદી કહીને જેલમાં પૂરી દીધા હતા; આ મુદ્દે તેમણે લડત ચલાવી હતી; હાઈકોર્ટમાં ગયા; જેથી તેમનો છૂટકારો થયો. 2016માં તેમણે મહત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કર્યો : “Deprived of rights over natural resources, impoverished Adivasis get prison- કુદરતી સંસાધનો ઉપરના અધિકારથી વંચિત કરેલ ગરીબ આદિવાસીઓને જેલ મળી.”

જંગલોમાં બેરોકટોક ચાલતી કોર્પોરેટ લૂંટ ઉપર સવાલ ઉઠાવનાર સ્ટેન સ્વામીને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી હતી. આ કારણસર કેન્દ્ર સરકારને/વડાપ્રધાનને સ્ટેન સ્વામી આંખના કણાની માફક ખટકતા હતા.

આ દેશમાં એક તરફ બુધ્ધિજીવીઓને જેલમાં પૂરવામાં આવે છે. બીજી તરફ માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપી પ્રજ્ઞા ઠાકુરને જામીન મળી જાય છે અને સત્તાપક્ષની ટિકિટ મળતા સંસદસભ્ય બની જાય છે ! 2002માં ગુજરાતમાં થયેલ નરસંહાર માટે દોષિત ઠરેલ માયા કોડનાણી/બાબુ બજરંગીને તબિયતના કારણે જામીન મળી જાય છે !

ઉત્તરપ્રદેશના પોલીસ ઈન્સ્પેકટર સુબોધસિંહની હત્યાના આરોપીને જામીન મળી જાય છે ! જામિયા મિલિયા ઈસ્લામિયામાં ગોળી ચલાવનાર ‘ભક્ત’ ગોપાલ ખૂલ્લામાં ફરે છે અને હિંસા માટે લોકોને ભડકાવી રહ્યો છે ! ગોદી પત્રકાર અર્ણબ ગોસ્વામીને ‘પર્સનલ લિબર્ટી’ના બહાને તરત જ જામીન મળી જાય છે !

આપણું ન્યાયતંત્ર તો જૂઓ; સુપ્રિમકોર્ટે ત્રણ મર્ડર સબબ જેને ગુજરાતમાંથી તડિપાર કરેલ; તેને સેશન્સ કોર્ટ કેસ ચલાવ્યા વિના જ છોડી મૂકે છે, ત્યારે તપાસ કરનાર CBI ઉપલી કોર્ટમાં અપીલ પણ નથી કરતી ! જ્યારે પાર્કિસનની બિમારીના કારણે સ્ટેન સ્વામી ગ્લાસ પકડી શકતા ન હતા; એટલે પાણી પીવા માટે sipper-સિપર માટે હાઈકોર્ટમાં ગયા તો તેમની અરજી સાંભળવામાં ન આવી !

મહિના પહેલા સ્ટેન સ્વામીએ જામીન અરજી કરી ત્યારે NIAએ હાઈકોર્ટ સમક્ષ સોંગદનામું કરેલ કે એમની બિમારીના કોઈ ઠોસ પુરાવા નથી ! સવાલ એ છે કે જીવનભર શાંતિ અને અધિકારો માટે વંચિતોને લડત ચલાવવાનો રસ્તો બતાવનાર સ્ટેન સ્વામીને અદાલત જામીન ન આપી શકે?

લેખક: રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)

Loading

The post ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શા માટે ખટકતા હતા? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/article-on-father-stan-swamy/1827/feed/ 0 1827