Vivan Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/vivan/ News for India Sat, 03 Jul 2021 07:12:21 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Vivan Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/vivan/ 32 32 174330959 Jetpur: એક હાથ મદદનો! જેતપુરના યુવાનો માસુમ ‘વિવાન’ ની મદદે http://revoltnewsindia.com/jetpur-a-helping-hand-to-the-youth-of-jetpur-with-the-help-of-masum-vivan/1821/ http://revoltnewsindia.com/jetpur-a-helping-hand-to-the-youth-of-jetpur-with-the-help-of-masum-vivan/1821/#respond Sat, 03 Jul 2021 07:10:37 +0000 http://revoltnewsindia.com/jetpur-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%b9%e0%aa%be%e0%aa%a5-%e0%aa%ae%e0%aa%a6%e0%aa%a6%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%af%e0%ab%81/ ગીર સોમનાથ (Gir Somnath) ના આલિદર (Aalidar) ના વિવાન (Vivan) નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે બીમારીના ઈલાજ માટે જરૂરી 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો…

The post Jetpur: એક હાથ મદદનો! જેતપુરના યુવાનો માસુમ ‘વિવાન’ ની મદદે appeared first on REVOLT NEWS INDIA.

]]>

ગીર સોમનાથ (Gir Somnath) ના આલિદર (Aalidar) ના વિવાન (Vivan) નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે બીમારીના ઈલાજ માટે જરૂરી 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે મદદ માગી છે.

કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ હાલ પોતાના પુત્રની બીમારીને લીધે હેરાન-પરેશાન છે. અશોકભાઇના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા પુત્ર બીમાર પડતા જૂનાગઢ સિવિલ લઈ જવાયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે રિપોર્ટ કરાવ્યા હતા અને ચેન્નાઈ મોકલ્યા હતા બાદમાં ખબર પડી કે, આ બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે.

થોડા સમય અગાઉ જ ગુજરાતના ધૈર્યરાજને પણ આ પ્રકારની જ બીમારી હતી અને તેને ગુજરાતની પ્રજાએ ખોબલે ખોબલે ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન આપીને 16 કરોડ એકત્ર કર્યા હતા ત્યારે અશોકભાઈ પણ પોતાના પુત્રને બચાવવા ગુજરાતની પ્રજાને અપીલ કરી રહ્યા છે.

ત્યારે જેતપુરના અશોક ભાઈ પરમાર, અખિલ કંટારીયા, પ્રકાશ પરમાર, દેવેન્દ્ર મારું, મોન્ટુ બગડા સહિતના યુવાનોએ વિવાનની મદદે આવી જેતપુર શહેરમાં ઘરે-ઘરે, દુકાને-દુકાને ફરી શહેરના મુખ્ય ચોકમાં ઉભા રહી માસુમ “વિવાન”ના ઈલાજ માટે લોકો પાસે ફૂલ નહી તો ફૂલની પાંખડી સમી બની શકે તેટલી સહાય કરવા વિનંતી કરી હતી અને “વિવાન” માટે ફંડ એકત્રિત કર્યુ હતું

રિપોર્ટ: અમૃત સિંગલ, જેતપુર

Loading

The post Jetpur: એક હાથ મદદનો! જેતપુરના યુવાનો માસુમ ‘વિવાન’ ની મદદે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-a-helping-hand-to-the-youth-of-jetpur-with-the-help-of-masum-vivan/1821/feed/ 0 1821
Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/ http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/#respond Thu, 01 Jul 2021 14:20:16 +0000 https://revoltnewsindia.com/gondal-%e0%aa%97%e0%aa%82%e0%aa%ad%e0%ab%80%e0%aa%b0-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a5%e0%ab%80-%e0%aa%aa%e0%aa%bf%e0%aa%a1%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf/ કોડીનાર (Kodinar) તાલુકાનું માસૂમ બાળક (Child) ગંભીર બિમારીથી પીડાઇ રહ્યું હોય તેની સારવાર માટે આર્થિક રકમ ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી હોય ગોંડલ (Gondal) પંથકના યુવાનો દ્વારા ટોલ નાકે રાહત ફંડ…

The post Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોડીનાર (Kodinar) તાલુકાનું માસૂમ બાળક (Child) ગંભીર બિમારીથી પીડાઇ રહ્યું હોય તેની સારવાર માટે આર્થિક રકમ ખૂબ મોટા પ્રમાણમાં જરૂરી હોય ગોંડલ (Gondal) પંથકના યુવાનો દ્વારા ટોલ નાકે રાહત ફંડ (Relief Fund) ઉઘરાવવાનું ઉમદા કાર્ય હાથ ધરાયું છે.

તાજેતરમાં જ ધૈર્યરાજસિંહ માટે લોકોએ ઉમદા હાથે ફાળો આપી તેની સારવારમાં મદદ કરી હતી.

આવી જ રીતે કોડીનાર તાલુકાના નાના એવા ગામના વતની અશોકભાઈનો માસૂમ પુત્ર વિવાન ગંભીર બિમારીમાં સપડાય હોય તેની સારવાર માટે મોટી રકમની જરૂરિયાત હોય ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના યુવાન દિવ્યેશભાઈ બગડાને જાણ થતા સાથી મિત્રોને એકત્રિત કરી ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ભરુડી ટોલનાકા ખાતે રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ માટે વિવાનના પિતાના મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવી રહ્યા છે.

તેમજ બોર્ડ બેનરમાં ક્યુ આર કોડ (QR code) મૂકવામાં આવ્યા હોય ડિજિટલાઇઝેશનથી પણ ફંડ ટ્રાન્સફર કરી કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકો બહોળી સંખ્યામાં માસુમ યુવાનની વહારે આવી રહ્યા છે.

Report: Narendra Patel, Gondal

Loading

The post Gondal: ગંભીર બિમારીથી પિડાતા વિવાનની સારવાર માટે યુવાનો દ્વારા રાહત ફંડ ઉઘરાવવાનું શરૂ કરાયું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/gondal-youths-start-raising-relief-funds-for-treatment-of-critically-ill-vivan/1798/feed/ 0 1798