Jetpur: એક હાથ મદદનો! જેતપુરના યુવાનો માસુમ ‘વિવાન’ ની મદદે

SHARE THE NEWS

ગીર સોમનાથ (Gir Somnath) ના આલિદર (Aalidar) ના વિવાન (Vivan) નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે બીમારીના ઈલાજ માટે જરૂરી 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે મદદ માગી છે.

કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ હાલ પોતાના પુત્રની બીમારીને લીધે હેરાન-પરેશાન છે. અશોકભાઇના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા પુત્ર બીમાર પડતા જૂનાગઢ સિવિલ લઈ જવાયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે રિપોર્ટ કરાવ્યા હતા અને ચેન્નાઈ મોકલ્યા હતા બાદમાં ખબર પડી કે, આ બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે.

થોડા સમય અગાઉ જ ગુજરાતના ધૈર્યરાજને પણ આ પ્રકારની જ બીમારી હતી અને તેને ગુજરાતની પ્રજાએ ખોબલે ખોબલે ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન આપીને 16 કરોડ એકત્ર કર્યા હતા ત્યારે અશોકભાઈ પણ પોતાના પુત્રને બચાવવા ગુજરાતની પ્રજાને અપીલ કરી રહ્યા છે.

ત્યારે જેતપુરના અશોક ભાઈ પરમાર, અખિલ કંટારીયા, પ્રકાશ પરમાર, દેવેન્દ્ર મારું, મોન્ટુ બગડા સહિતના યુવાનોએ વિવાનની મદદે આવી જેતપુર શહેરમાં ઘરે-ઘરે, દુકાને-દુકાને ફરી શહેરના મુખ્ય ચોકમાં ઉભા રહી માસુમ “વિવાન”ના ઈલાજ માટે લોકો પાસે ફૂલ નહી તો ફૂલની પાંખડી સમી બની શકે તેટલી સહાય કરવા વિનંતી કરી હતી અને “વિવાન” માટે ફંડ એકત્રિત કર્યુ હતું

રિપોર્ટ: અમૃત સિંગલ, જેતપુર

 1,542 Views,  2 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: