સામાન્ય રીતે પોલીસના વેલ્ફેરની ચિંતા સરકાર કરતી નથી. પોલીસ/SRPFના કોન્સ્ટેબલની હાલત તો બહુ જ દયનીય છે. તેમના કામ કરવાના કલાકો ફિક્સ નથી; પરંતુ પાંચ વર્ષ સુધી પગાર ફિક્સ છે ! કામ રેગ્યુલર કોન્સ્ટેબલ જેવું જ કરવાનું પણ પગાર ફિક્સ !
Gujarat Police 1 Crore Policy: ગુજરાત હાઈકોર્ટે ફૂલ પગાર ચૂકવવા હુકમ કર્યો તો ગુજરાત સરકારે સુપ્રિમકોર્ટમાં જઈ સ્ટે મેળવી લીધો ! વિચિત્રતા તો જૂઓ; ‘વાઈબ્રન્ટ ગુજરાત’માં ફિક્સ પગાર (Fixed Salary) !
પોલીસના ઉપરી અધિકારીઓ પણ કોન્સ્ટેબલ સાથે ગુલામ જેવું વર્તન કરે છે. તેમને સરકારી ક્વાર્ટર મળતા નથી; જેમને ક્વાર્ટર મળે છે તે સારી સ્થિતિમાં હોતા નથી. આ બધાંના કારણે કોન્સ્ટેબલનું વર્તન લોકો સાથે તોછડું જોવા મળે છે !
પોલીસ/SRPF/જેલના કોન્સ્ટેબલથી માંડી IPS અધિકારીઓ માટે ખૂબ સારા સમાચાર છે. DGP, ગુજરાત રાજ્યના IG (વહિવટ)એ 20 એપ્રિલ 2021ના રોજ પોલીસ કલ્યાણ માટે જબરજસ્ત પગલું ભર્યું છે. તેમણે Axis Bank સાથે MoU કર્યું છે. તેનાથી શું લાભ થશે?
[1] અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 કરોડ રુપિયા પરિવારને મળશે. (Gujarat Police 1 Crore Policy)
[2] જો અકસ્માતમાં મૃત્યુ ન થાય અને કાયમી અપંગતા આવે તોપણ 1 કરોડ રુપિયા મળે.
[3] જો અકસ્માતના કારણે આંશિક અપંગતા આવે તો 75 લાખ રુપિયા મળે.
[4] અકસ્માતમાં મૃત્યુ પામનારને દિકરો હોય તો તેના અભ્યાસ માટે 8 લાખ મળે. અને બીજું સંતાન દિકરી હોય તો તેના અભ્યાસ માટે 8 લાખ મળે. આમ દિકરો-દીકરી હોય તેને 1 કરોડ રુપિયા ઉપરાંત 16 લાખ રુપિયા મળે.
[5] કોઈનું અવસાન કુદરતી રીતે થાય; હાર્ટ એટેક વગેરેથી તો પરિવારને 5 લાખ રુપિયા મળે.
[6] જો આતંકવાદી હુમલામાં કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો કુલ 1 કરોડ 41 લાખ રુપિયા મળે.
[7] ઉપરાંત ATM Card/ક્રેડિટ કાર્ડની ચાર્જ ફ્રી સુવિધા મળે. પર્સનલ લોન મળે.
[8] શરત શું? પોલીસ/SRPF/જેલના કોન્સ્ટેબલથી લઈને ઉપરી અધિકારી; જો Axis Bankમાં સેલેરી એકાઉન્ટ ખોલાવે તો તેમને આ લાભો મળે. જે તે કચેરી કર્મચારી પોતાનો પગાર Axis Bankમાં જમા કરાવે તેને આ લાભો મળે.
આ લાભો માટે એક પણ પૈસાનું પ્રિમિયમ ભરવાનું નથી. સેલેરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોય તોપણ ઉપરના બધાં લાભો મળે ! ATM વિથડ્રોવલ કે પરચેજ કરવાની શરત નહીં.
[9] ગુજરાતમાં, Axis Bankની કોઈ પણ શાખામાં સેલેરી એકાઉન્ટ ખોલાવી શકાય છે. OS-કચેરી અધિક્ષકને લેખિતમાં એકાઉન્ટ નંબર સાથે પગાર જમા કરાવવા જણાવી દેવું. પ્રથમ પગાર જમા થતાં જ કર્મચારી આ યોજના માટે પાત્રતા ધરાવતા થઈ જશે.
[10] આ યોજનાનો લાભ પોલીસ/જેલ/SRPFમાં ફરજ બજાવતા વહિવટી કર્મચારીઓને પણ મળશે. ટૂંકમાં પ્યુનથી માંડી IPS અધિકારીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
[11] આ યોજનાનો લાભ તાલીમ લઈ રહેલ લોકરક્ષકો/અધિકારીઓને પણ મળવા પાત્ર છે.
આ યોજનાનો લાભ, કલેક્ટર કચેરી/જિલ્લા પંચાયત/સચિવાલયના કર્મચારી/અધિકારીઓને મળતો નથી; માત્ર પોલીસ/SRPF/જેલના કર્મચારી/અધિકારીઓને જ મળે છે. પરંતુ કેટલાંય કર્મચારીઓને આ યોજનાની ખબર નથી. અથવા તો OSની નિષ્કાળજીના કારણે કર્મચારીઓનો પગાર Axis Bankમાં જમા થતો નથી; જે શરમજનક બાબત છે.
અમદાવાદમાં 2002ના કોમી તોફાનો વેળાએ જેમની માત્ર 28 દિવસની નોકરી થઈ હતી તેવા લોકરક્ષકનું ખાનગી ગોળીબારમાં મૃત્યુ થયું હતું; તેમના પરિવારને સરકાર તરફથી એક રુપિયો પણ મળ્યો ન હતો.
લોકોની સુરક્ષા સાથે સંકળાયેલ કર્મચારીઓ/અધિકારીઓ માટે જ Axis Bank આ ખાસ સેવા આપી રહી છે. કોઈ પ્રિમિયમ વિના પોલીસને અકસ્માતમાં 1 કરોડ રુપિયા મળે તે પોલીસ-વેલ્ફેરની દ્રષ્ટિએ ઉત્તમ સેવા જ કહેવાય !
નોંધ : આ લેખ રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)ની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો