પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો કરવામાં આવ્યો આક્ષેપ
જેતપુરમાં થોડા દિવસ પહેલા એક અનુસૂચિત જાતિ (Schedule caste) ના યુવાન ઉપર કથિત દબંગ લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને જેતપુર શહેર પોલીસ (Police) દ્વારા આજદિન સુધી આરોપીઓની ધરપકડ ન કરાતા જેતપુરના SC સમાજ દ્વારા જેતપુર ડિવિઝન (Jetpur Police Division) ના ASP ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
મામુલી બોલાચાલીમાં યુવાન પર કરવામાં આવ્યો છે છરી વડે હુમલો: અનુ.જાતિ સમાજના આગેવાનો
આવરા અને ગુંડા તત્વો બેફામ બન્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં
Rajkot: જિલ્લાના જેતપુરમાં જેતપુરમા અનુસૂચિત જાતિના આગેવાન કાળાભાઈ ચાવડાના પુત્ર કિશોર ઉપર મામુલી બોલાચાલીમાં છરી વડે હુમલો કરી જાતિ અંગે અપમાનિત કરવાના બનાવમાં તારીખ 20/10/2021 ના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત જાતી (Schedule caste) સમાજ દ્વારા SC સમાજના અગેવાનના પુત્ર પર કથિત દબંગો દ્વારા જીવલેણ હુમલો કરાતા પોલીસ ફરીયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરાતા એના વિરોધમાં આજે જેતપુરમાં નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી (DYSP Office) ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જેતપુર વિસ્તારમાં SC સમાજ પ્રત્યે ખૂબ જ અત્યાચારો થઇ રહ્યા છે.
બહેન-દિકરીઓ સલામત નથી. તેમજ નશાખોર બેફામ થઇ રહ્યા છે. તેમજ પોલીસ પ્રશાસનની જરાય જેટલી બીક કે ડર નથી. પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોને આવારા તત્વોને છાવરવામાં આવતુ હોય તેવુ લાગી રહ્યુ છે.
જીવલેણ હુમલાના આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો
રોજ-બરોજ નવી નવી ઘટનાઓ અમારા સમાજના યુવાનો તથા બહેન દિકરીઓને ટાર્ગેટ બનાવવા બની રહી છે. આમ દરેક જગ્યાએ અનુ. જાતિના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેના પર અત્યાચાર થઈ રહ્યા છે. તેનો અમો જેતપુર શહેર/તાલુકા અનુ. જાતિ સમાજ વતી સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તેમજ અમારા સમાજના લોકોની સલામતી જોખમાય હોય તેવુ સામ્રાજય સ્થપાય રહ્યુ હોય.
SC સમાજ પર અત્યાચારો વધ્યા હોવાનું પણ આવ્યું જણાવવામાં
તેમજ અમારે દહેશતમાં જીવવુ પડે તેવી પરીસ્થિતીનું નિર્માણ થઇ રહ્યુ છે. તેમજ હાલ બે દિવસ પહેલા પણ જેતપુરના એક પ્રતિષ્ઠીત બુજુર્ગ દલીત આગેવાનના યુવાન પુત્ર ઉપર જીવલેણ હુમલો થયેલ હોય.
હુમલાખોર આરોપીઓ ઝનુની સ્વભાવના અને માયાભારે હોવાની છાપ ધરાવતા હોય તેમજ મની મસલ્સ પાવરના કારણે પોલીસ બેડામાં તેનો રોફ હોય જેના કારણે આવા ગુંડા અને આવારા તત્વો બેફામ બની રહ્યા છે.
આરોપીની ધરપકડ કરી ના હોવાને લઇને SC સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો
ત્યારે સમગ્ર હકીકત ધ્યાને લઇ આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવવા અને ફરી આવા કોઇ બનાવો ફરી ન બને તે બાબતે સખત અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા અંગેની જેતપુર શહેર/તાલુકા SC સમાજ દ્વારા SC સમાજના ભાઈઓ, આગેવાનો મનોજભાઈ પારધી, કાળાભાઈ ચાવડા, જીતુભાઇ પારધી, કાંતિભાઈ વેગડા, તરુણભાઈ પારઘી, સંજયભાઈ જાદવ અને પ્રકાશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.
અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે મોટી સંખ્યામાં એકત્રીત થઈને જેતપુર ડિવિઝનના પોલીસ વડા એ.એસ.પી. (ASP) સાગર બાગમાર (Sagar Bagmar, IPS) ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: