રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય તથા આજુબાજુના જીલ્લાઓમાંથી હદપાર કરેલ ઇસમો પર નજર રાખી તઓને ટ્રેસ કરી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
ઉપરોક્ત અનુસંધાને એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ Police ઈન્સપેકટર એ.આર. ગોહીલ તથા પો.સબ ઇન્સ વી.એમ.કોલાદરાના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ. કૌશીક જોષી ને મળેલ સંયુક્ત બાતમી આધારે હદપાર થયેલ મનસુખ ઉર્ફ દાણીયો ધનજીભાઇ વિરમગામાને મોટીપાનેલી Motipaneli ગામેથી પકડી પાડી Bhayavadar ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી LCB એ કરેલ હતી.
આ કામગીરીમાં Rajkot રાજકોટ ગ્રામ્ય LCB ના પોલીસ ઇન્સ. એ.આર. ગોહીલ તથા પો.સબ.ઇન્સ. વી.એમ. કોલાદરા પો.હેડ કોન્સ. મહેશ જાની, શક્તિસિંહ જાડેજા, સંજય પરમાર નીલેશ ડાંગર, બાલકૃષ્ણ ત્રીવેદી પો.કોન્સ. નારણ પંપાણીયા અને કૌશીક જોષી દ્વારા કરવામાં આવેલ હતી.