Junagadh: જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.
મહિલા સમૃધ્ધિ યોજના અને માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજના હેઠળ રુ.01 લાખની લોન ઉપરાંત વ્યક્તિગત લોન યોજના હેઠળ રુ.02 લાખની.
અને સીધા ધિરાણ (ધંધા-વ્યવસાય- વ્હીકલ) યોજના હેઠળ રુ. 15 લાખની લોન સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી સફાઇ કામદાર કે તેના આશ્રિતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે.
આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને (ઉંમર મર્યાદા18 વર્ષથી ઓછી નહિ અને 50 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
તેમજ સફાઇ કામદાર કે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
આ યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ તા.23-03-2024 સુધી નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
તેમજ વાહન માટે અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. જૂનાગઢ જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોએ આ અંગેની નોંધ લેવી.
આ અંગેની વધુ વિગતો મેળવવા માટે આ કચેરીનો સંપર્ક કરવો, તેમ જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીએ એક યાદીમાં જણાવ્યું છે.