Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ

SHARE THE NEWS

Rajkot: ઉપલેટા (Upleta) શહેરના જીરાપા પ્લોટમાં રહેતા 61 વર્ષીય જમનભાઈ ઉકાભાઈ મુરાણીનું અવસાન થયું હતુ. ત્યારે તેઓને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી તેમની અંતિમવિધિ (Funeral of Father) એટલે કે કાંધ તેમજ અગ્નિદાહ અવસાન પામનારની બહેન તેમજ તેમની દીકરીઓએ આપી અને સમાજમાં એક સંદેશો ફેલવાયો છે કે દીકરો-દીકરી (Equality between son and daughter)  એક સમાન હોય છે.

મૃતક જમનભાઈનું બીમારી સબબ અમદાવાદ (Ahmedabad) ખાતે અવસાન થયું હતું ત્યારે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં કાંધ તેમની બહેન અને દીકરીઓએ આપી હતી. અને સ્મશાનમાં પણ તેમને અગ્નિદાહ પણ તેમની બહેન અને દીકરીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો:

ઉપલેટા શહેરમાં રહેતા આ 61 વર્ષીય વ્યક્તિની અવસાન થયું હતું. જેમાં તેમની અંતિમવિધિ તેની બહેન અને દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ અગાઉ પણ જ્યારે અવસાન પામનારના પિતાનું આજથી છ વર્ષ પહેલા અવસાન થયું હતું ત્યારે અવસાન પામનાર અપંગ હોવાથી ત્યારે પણ તેમને આવી જ રીતે કાંધ આપીને તેમની પણ આવી જ રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે સમાજમાં પણ આવી રીતે દીકરીઓએ પણ પિતાના અવસાન બાદ દીકરીઓ તરીકે કાંધ આપીને સમાજમાં પણ નવા વિચારોનું વાવેતર કરીને સમાજમાં દાખલા સમાન કર્યો કરવા જોઈએ તેવું જણાઈ આવે છે.

Loading