Rajkot News: ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ઓફીસના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં MLA લલિત વસોયાનુ નામ ના હોવાથી વિવાદ સર્જાયો

SHARE THE NEWS

Dhoraji: તા. 29 મે ના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની નવી કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ (Inauguration program of Circle Police Inspector’s office) થવાનો છે. ત્યારે આ કાર્યક્રમના આમંત્રણ કાર્ડમા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah), રાજ્ય સભાના સંસદ રામભાઈ મોકરીયા તથા પૂર્વ કેબીનેટ મંત્રી અને જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયાનુ નામ છપાયુ છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) નું નામ આ આમંત્રણ કાર્ડમા છાપવામા આવેલ નથી જેથી બબાલ સર્જાયો છે.

આમંત્રણ કાર્ડ

આ બાબતે પોલીસે સ્થાનિક ધારાસભ્યનું નામ નહિ નાખી આ પ્રોટોકોલનુ ઉલ્લંઘન કર્યું છે તેવું ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે અને આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રોટોકોલ અધિકારીને ફરિયાદ પણ કરેલ છે તેવું પણ તેમણે જણાવેલ છે.

હાલ જે કાર્ડ છાપવામાં આવ્યું છે તેના બદલે નવા અમંત્રક કાર્ડ છાપવામાં આવે તેવું જણાવેલ છે અને સમગ્ર બાબતે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

આ સાથે વધુમાં ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે કે જો ફરી નવા આમંત્રણ કાર્ડ નહિ બનવવામાં આવે તો આવતીકાલના આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Edited By: Dinesh Rathod

જુઓ Video:

 665 Views,  1 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: