રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491
રાજકોટ (Rajkot) જિલ્લામાં ઘણા ઉદ્યોગો (Industry area) આવેલા છે જેને લઈને જિલ્લામાં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણની સમસ્યાઓ બનતી રહેતી હોય છે. ત્યારે જેતપુર (Jetpur) ના જગવિખ્યાત સાડી ઉદ્યોગના દૂષિત પાણીને ભાદર નદી (Bhadar River) માં ઠાલવવામાં આવતા ભાદર નદીમાં આવેલા ચેકડેમો બિનઉપયોગી નિવડતા હોય છે. જેને લઈને જેતપુર તાલુકાના પીઠડિયા અને સરધારપુર ગામના સ્થાનિક ખેડૂતોની રજુઆતને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાની આગેવાનીમાં ચાલતી અને કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી સત્ય શોધક સમિતિ (Satya Shodhak Samiti) દ્વારા જેતપુર તાલુકાના પીઠડિયા (Pithadiya) અને સરધારપુર (Sardharpur) ગામના પ્રદુષણયુક્ત વિસ્તાર (Polluted area) અને પ્રદુષણથી પીડિત ખેડૂતો(Farmers) ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, ઉનાના ધારાસભ્ય પુંજા વંશ સામેલ હતા.
2022 ના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પ્રદૂષનનો મુદ્દો હશે: ધારાસભ્ય લલિત વસોયા
મીડિયા સાથેની વાતચીતમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેં અગાઉ પણ ભાદર નદીમાં થતા પ્રદૂષણના મામલે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા અને ધારાસભ્ય પુંજા વંશ દ્વારા જેતપુર તાલુકાના પીઠડિયા અને સરધારાપુર ગામના ખેડૂતો અને પ્રદૂષિત વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી. અને સાથે સ્થળ પર જઈ ચકાસણી કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે હાલ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ પ્રદૂષણનો મુદ્દો ઉછાળીશ અને પ્રદૂષણનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરીશ
હાલ રાજકોટ જિલ્લા અને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન જ નથી!
ઉલ્લેખનીય છે કે જ્યારે પ્રદૂષણના મુદ્દા ને લઈને જ્યારે ધોરાજી અને ઊનાના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેતપુરમાં ધામ નાખ્યા હતા. ત્યારે આપને જણાવી આપીએ કે હાલ રાજકોટ જિલ્લા અને ખાસ કરીને જેતપુરમાં કોંગ્રેસનું કોઈ સક્રિય સંગઠન ના હોય જે અંગેનો પ્રશ્ન મીડિયા દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતી તરફ ખો આપતા પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા.