પોરબંદરના બરડા ડુંગરમાં થયેલ ટ્રિપલ મર્ડર કેસની સીબીઆઈ તપાસની માંગ સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા કરવામાં આવી
તા.24 સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લા અને 22 તાલુકામાં એકી સાથે આવેદન પત્રો આપવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર દલિત સંગઠનની માંગ છે કે પોરબંદર જિલ્લના બરડા ડુંગર વિસ્તારમાં ફરજ બજાવતા વનકર્મી હેતલબેન તેમના શિક્ષક પતિ અને બીજા એક વનકર્મીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
જેમાં લખમણ ઓડેદરા નામના આરોપીની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવેલી હતી. સંગઠન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મીડિયા દ્વારા દલિત સમાજની દીકરીને બદનામ કરવામાં આવી રહી છે અને આ હત્યા પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જેમાં વધુ લોકો પણ સામેલ હોવાની સંભાવના હોય સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા ગુજરાત સરકારને સીઆઈડી ક્રાઇમ અથવા સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, જેતપુર મો. 98799 14491