હાલો ભણવા ! સોરઠના ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ના વર્ગો શરુ

SHARE THE NEWS

ઓફલાઈન વર્ગો શરુ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ 

જૂનાગઢ(Junagadh): રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન (Offline class) વર્ગો શરુ થઇ ચુક્યા છે. જે અંતર્ગત સોરઠ (Sorath)ના  ગ્રામ્ય પંથકમાં 6 થી 8ના વર્ગો શરુ થતા (Students) વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના (Covid 19) મહામારીને કારણે છેલ્લા ઘણા સમયથી ધોરણ 6 થી 8 ના  ઓફલાઈન વર્ગો બંધ હતા. જાણકારોના મતે ઓફલાઈન શિક્ષણનો એક અલગ જ પ્રભાવ હોય છે. જે વિદ્યાર્થીઓ માટે વધુ હિતાવહ છે.

ખાસ કરી ને સોરઠના અનેક ગામડાઓમાં ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ અભયાસ કરી શકે તેવો માહોલ નથી, જે એક કડવા સત્ય જેવી વાત છે.

ત્યારે કોરોના (SOP) ગાઈડલાઇનને અનુસરી શરુ કરાયેલ વર્ગોમાં હવે કાતિલ કોરોના રૂપી વિઘ્ન ફરી વખત ન આવે અને બાગના મનમોહક પુષ્પો જેવા બાળકોનો શાળામાં નિરંતર પૂર્વવત રીતે મળતો રહે એવી આપણે પણ આશા સેવીએ.

ડાયરેક્ટ હિટ
જે મજા અને મીઠાસ ‘હાલો ભણવા’ શબ્દ બોલવામાં આવે એવી જ મજા સ્કૂલ જઇયે એના ઉચ્ચારણમાં ન આવે.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *