જેતપુર સાડી ઉધોગ જેટલો વિશ્વ વિખ્યાત છે એટલો જ પ્રદૂષણની બાબતે કુખ્યાત છે.
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સાડી ઉધોગના કેમિકલયુક્ત પાણીએ આજુબાજુના તમામ નદી,નાળા, ડેમોને પ્રદુષિત કરી દીધા છે જેમને લઈ લોકો પીવાના પાણીથી લઈ સિંચાઇના પાણી સુધી પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં અને કૂવામાં પણ કેમિકલયુક્ત પાણી પોહચી ગયા છે જેમના કારણે જમીન બદબાદ થઈ રહી છે.
મીડિયા અને લોકોથી બચવા સાડીના કારખાનેદારો પોતાના કારખાનાઓ માંથી ઝેરીલું પાણી અકાળાની ધાર જતા ગાડા માર્ગ પર વહાવી દે છે. ભારે પ્રમાણમાં પાણી વેહવાને કારણે આજુ બાજુના ખેતરોમાં પાણી ઉતરી જતા ખેડૂતોના પાક બગડી જવાની શક્યતાઓ વધી જાય છે. જેતપુરના નવાગઢ થી અકાળાની ધારે એક દરગાહ પણ આવેલી છે.જ્યાં મુસ્લિમ બિરાદરો ઈબાદત કરવા જતાં હોય છે. આવા ગંદા પાણીમાંથી પસાર થવું તેના માટે અત્યંત માથાકૂટ વાળું કામ છે.દરગાહે જતા લોકો અપવિત્ર થતા તેમની ધાર્મિક લાગણી પણ દુભાય છે.
આ તકે જેતપુર પ્રદુષણ બોર્ડનો ફોન પર સતત સંપર્ક કરતા સામે કોઈજ જવાબ મળ્યો ના હતો. જેને લઈને પ્રદુષણ માફિયાઓ સાથેની સાંઠ ગાંઠની પીડિતોમાં શંકા જાગી છે.અહીં પ્રદુષણ ફેલાવતા સાડીના કારખાનાઓ પાસે મંજૂરી છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે.
રિપોર્ટ: રાહુલ વેગડા, જેતપુર
મો.: 96011 55576